નો કોમેન્ટ!

* આજે મને એક કહેવાતા બ્લોગ પર સરસ વસ્તુ જોવા મળી..

આ ઉપર “નો કોમેન્ટ”. બીજુ શું? 😉

31 thoughts on “નો કોમેન્ટ!

  1. Tame mara naam mate avi takhti lagavo te pahela hu comment lakhi dau, lol.
    Blog nu naam ke link to apo yaar, tamari prasansa kem kare che te to joie!
    (mane koi blog dharake haji sudhi kahyu nathi parantu bija ek sajjane mara ava j kaink vakhan karya hata..hoy have e to, tunde tunde matirbhinna)

    Like

  2. તમે તો હસાવી દીધો, લાગે છે તમારી કોમેન્ટ થી હેરાન થઇ ગયો છે.. અથવા તો તમારી કોમેન્ટ નો જવાબ નહિ હોય એ બ્લોગર પાસે.. 😉 ખરું ને ??

    એમ પણ એ બ્લોગ પર એને પોતાના વખાણ જ કરેલા છે.. બીજું કશું નથી વાંચવા જેવું…

    Like

  3. એ તો જ્યારે સિંહ પસાર થતો હોય ત્યારે આવા ગલુડિયા પાછળથી આવું હાઉ હાઉ કરતા જ હોય છે. એટલે આવા ડરપોક લોકોની તમે ચિંતા ન કરો. ભલીવાર ન હોય તેવા બ્લોગ જોવામાં ખોટો સમય શું કામ બગાડવો ?

    Like

    1. હવે થઈ ગઈ. કેટલાક ચબરાક માણસોને કારણે મારે દરેક કોમેન્ટ “બાય ડિફોલ્ટ” મોડરેશનમાં રાખવી પડે છે. અને હા, આખો દિવસ તો હું વર્ડપ્રેસ ખોલીને બેઠો ન હોઉં ને – એટલે થોડી વાર લાગે. રાત્રે મોડાં (૧ વાગ્યા પછી) કોમેન્ટ કરો તો વળી છેક બીજા દિવસે અપ્રૂવ થાય!

      એક વાત છે – કોમેન્ટ ભલે મારી સાથે સહમત ન હોય – હું એપ્રુવ કરી દઉં છું. પણ, ફાલતુ, બીનજરુરી, ડુપ્લિકેટ કે અંગત આક્રમણ કરેલ પ્રોક્સી પરથી કોમેન્ટ સ્વાભાવિક રીતે અપ્રૂવ થતી નથી.

      Like

      1. બધી કૉમેન્ટ્સ મોડરેશનમાં રાખવા કરતાં કેટલાક ચબરાક માણસોના આઈડી Comment Moderationની યાદીમાં અથવા Comment Blacklistની યાદીમાં ઉમેરી દેવાના. બાકી જેની પહેલા કૉમેન્ટ અપ્રુવ થયેલી હોય તેને આવવા દેવાની. આ ગોઠવણ મોટભાગે સારું કામ આપે છે.

        Like

        1. ના. એ લોકો એકસ્ટ્રા-સ્માર્ટ છે. તેઓને મારા ઘણાં બધાં મિત્રોના ઈમેલ ખબર છે – તો પ્રોક્સી પરથી તે ઈમેલ, નામનો ઉપયોગ કરી કોમેન્ટ કરે છે. હવે, તેમને નાળાં-ભોળા-સ્વાર્થી મિત્રો હોય પણ આપણે તો ખરા મિત્રો હોય ને.. ખબર પડી જાય કે કોમેન્ટ બીજાની જ છે..

          Like

    1. સાચી વાત છે. ગાડીમાં ચાર પૈડા, જરૂરી માળખું અને એન્જિન રાખીને બાકીની નક્કામી વસ્તુઓ (બોડી, દરવાજા, બેઠકો, સ્ટેપની, ડીકી વગેરે) કાઢી નાખવાથી ગાડીની ઝડપ (સ્પીડ) અને કાર્યક્ષમતા (એવરેજ) વધી જશે!

      😉

      Like

  4. જેણે આપને કોમેંટ લખવાની ના પાડી તે આપના બ્લોગ ઉપર કોમેંટ લખેછે કે કેમ ? પરસ્પર એક સરખો વ્યવહાર જળવાઈ રહેવો જરૂરી ગણાય ખરું ને ?

    Like

    1. લખે છે ને. પ્રોક્સી પરથી લખે છે – હું એપ્રૂવ કરતો નથી એ વાત જુદી છે – પણ હું નામ લઈને કોઈને ના નથી પાડતો કે ‘ફલાણા ભાઈએ (એને ભાઈ કહેવો એ સમગ્ર પુરષ જાતિનું અપમાન છે એ વાત જુદી છે) કોમેન્ટ ન કરવી’.

      વધુમાં એ વ્યક્તિ હવે ફરી પાછી ચોતરા બ્લોગની જેમ અંગત આક્રમણ પર ઉતરી આવી છે.. એ ધ્યાનમાં રાખવું..

      Like

  5. આ કૉપીકેટ બ્લોગરોનું કહેવું એમ છે કે એમની કૉપી કરેલી પોસ્ટને એમની મૌલિક રચનાની જેમ સ્વીકરો/પ્રસંશા કરો.

    ચોતરા પર આ બાબતની રજુઆત પણ કરવામાં આવી છે, ગુજરાતી નષ્ટ થઈ રહી છે એવી ઓથમાં!

    દુખે છે પેટ અને કૂટે છે માથું!

    Like

    1. ઘણાં બધાં કારણ હોઈ શકે:

      ૧. ચેક કરો તો તમે લેટેસ્ટ સિક્યુરીટી અપડેટ્સ-સોફ્ટવેર અપડેટ્સ મેળવ્યા છે.
      ૨. જો વધારે પડતો ડેટા હોય તો – બેકઅપ લઈ લો. હાર્ડડિસ્કને ભંડારીયું ન બનાવો. મેકમાં ડિફ્રેગ જેવું કંઈ હોતું નથી – એટલે તેને તેમ ન કરી શકાય.
      ૩. હાર્ડડિસ્કમાં જગ્યા ખાલી કરવા વધારાના પ્રિન્ટર ડ્રાઈવર નીકાળી શકાય.
      ૪. ઓમનીડિસ્ક જેવા કાર્યક્રમનો ઉપયોગ કરી શકાય – જે સિસ્ટમ લેવલ પર ઘણાં બધા સુધારા કરે છે. તેમ છતાં, તે વાપરવાથી કંઈ નુકશાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની રહેશે તેની નોંધ લેવી 🙂

      બાય ધ વે, કયું મોડેલ છે?

      Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.