* તો પરમદિવસ સાંજનો હું કોલેજ ઓફ એન્જિનિયરીંગ, પુને (COEP) ખાતે લેબમાં જ રહું છું – એમ કહી શકાય.
અમે જ્યારે કોન્ફરન્સની શરુઆત કરી ત્યારે ૧૫૦ જેટલા સ્ટુડન્ટ (ઉર્ફે વિદ્યાર્થીઓ) જોઈને અમે આનંદિત થઈ ગયા હતા. પહેલા દિવસે હોલ અને લેબ બન્ને પૂરા ભરાઈ ગયા જ્યારે બીજા દિવસે અમે હોલને તાળું મારી લેબમાં જ બધાં લેકચર્સ અને પ્રેક્ટિકલ લેવાની શરુઆત કરી – એક રીતે સારું થયું – જેટલાં લોકો ખરેખર રસ ધરાવતા હતા – તેઓ જ અહીં આવ્યા. અત્યારે પ્રવિણ પેકેજીંગ પર પ્રેક્ટિકલ લઈ રહ્યો છે. પ્રવિણ આજે જ ડેબિયન મેન્ટેનર (DM) બન્યો છે.
ગઈકાલે રાત્રે અમે અમારી પ્રિય વસ્તુ એવી – બિયર – ને ન્યાય આપ્યો, રામકી અને કુશાલ – બન્ને જોડે વાતો કરવાની મજા આવી. કુશાલે કવિનને કંઈક વિચિત્ર રમકડું લઈ આપ્યું છે – આમેય બન્ને વિચિત્ર છે એટલે બરોબર છે 🙂
અને, અમદાવાદમાં તો બારેય મેઘ આવીને ૧૨ ઈંચ વરસાદ વરસાવી ગયા છે. બહાર કા મૌસમ ખરાબ હૈ કહીને પ્લેન ચક્કર ન માર્યા કરે તો સારી વાત છે – હવાઈ મુસાફરીમાં સૌથી બોરિંગ વસ્તુઓમાંની એક આ છે (બીજી બોરિંગ વસ્તુ છે – C અને D સીટ પર નંબર આવવો). આજે સમય મળશે તો હિરેન અને વિનયભાઈને મળવાનું પ્લાનિંગ છે – પણ, લાગે છે કે રાત લેબમાં જ વીતશે.
* કડીઓ:
પવિત્રનનાં સંબંધિત બ્લોગ-પોસ્ટ્સ
ટ્વીટર અને આઈડેન્ટિ.કા હેશ ટેગ: #MiniDebConfIndia
મારાં પ્રેઝન્ટેશન્સ
Hi,
ડી અને ઈ સીટ or B and E seat.
Always enjoy what you write!
Kind Regards,
Pinal
LikeLike
ઓહ. સી અને ડી. કારણ કે, બન્ને સીટ પર આવતાં-જતાં લોકો આપણને ઘસાઈને ચાલતા હોય છે (અમુક લોકો એર-હોસ્ટેસને કારણે આ સીટ પસંદ કરે છે – તે વાત અલગ છે). છેલ્લી સીટ પર હોય ત્યારે બાજુનાં બે સીટ વાળા પીપી કરવા ઉભા થાય ત્યારે આપણે ઉભા થવું પડે છે.
LikeLike
Ha ha!!!
I agree with you. I do not like B and E because they are usually middle seats and has worst of both the world. No window and no isle.
Good point!
LikeLike
I only like emergency exit seat, rest all are too cramped to sit.
Even S.T. buses offer more legroom then our budget airlines.
LikeLike