ન ઘટવા જેવી ઘટનાઓ..

* આમ તો હું આજે લાવરી અને તેનાં બચ્ચાંની વાર્તા લખવા માંગતો હતો પણ હવે, તે ડ્રાફ્ટમાં ગઈ છે અને આજે થોડાંક વિચારો આજ-કાલ બની રહેલી ઘટનાઓ પર.

૧. ઈલેકટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈ.વી.એમ. પર રીસર્ચ કરીને તે કેટલું અસલામત છે તે જાહેર કરનાર હરિ પ્રસાદની ધરપકડ.

૨. વિકિલીક્સનાં સ્થાપક પર બળાત્કારનો આરોપ અને ધરપકડ વોરન્ટ. નાટકીય ઘટનામાં ધરપકડનો આદેશ રદ્.

૩. બોરીવલી (પ.)માં બનેલો ફાલતુ સ્કાયવોક.

૪. સાંસદોનો પગાર વધારો (અને તેના માટે તેઓએ મચાવેલી ધમાલ).

આ ચારેય ઘટનામાં ક્યાંય કડી નથી, પણ વધુ વિચાર કરતા જણાશે કે આ ચારેય ઘટનાઓ આપણાં પ્રિય એવા રાજકારણીઓને આભારી છે. તમારો ધન્યવાદ મારા પ્રિય નેતાઓ. મુંબઈમાં મૂકાતાં મોટાં-મોટાં હોર્ડિંગ્સ તો હું નહી મૂકી શકું પણ, આ પોસ્ટ તો છે જ.

Advertisements

5 thoughts on “ન ઘટવા જેવી ઘટનાઓ..

 1. good news or bad??????
  રાજનેતાઓ જ પ્રજાને સાચા રસ્તે લઇ જવાની વાતો કરી ખોટા કામ કરાવે છે……..સંસદના સત્રમાં મોઘવારી અને ભ્રષ્ટાચાર સામે વિરોધ દર્શાવે… અને પોતાના પગાર વધારા સામે મીઠાઈ વહેંચે….આને કહેવાય….double standard નેતા…છે આવી કોઈ ડીગ્રી કોઈની પાસે???

  Like

 2. સંસદમા તમામ સંસદ સભ્યો ખરા અર્થમાં આ દેશના ખરા લૂંટેરા અને ચાંચીયાઓ છે તેવું નગ્ન સ્વરૂપ જોવા મળ્યું ખરેખર દેશને આતંકવાદ નકસલવાદ કે માઓવાદથી બચાવવો જ હોય તો સૌ પ્રથમ આ સાંસદોથી જ દેશને બચાવવાની જરૂરિયાત નથી જણાતી ? આટલા નફ્ફ્ટ નરાધમ નાલાયકોનો શંભુમેળો એટલે સંસદ !!!

  Like

 3. કાર્તિકભાઈ મને તમારો બ્લોગ દરરોજ એક વખત જોઈ જવાનું એટલા માટે ગમે છે કારણકે મને એ કોમન મેનનો બ્લોગ લાગે છે. આર.કે. લક્ષમણના કાર્ટૂન પણ મને આ જ કારણથી ગમે છે. વિદ્વજ્જનો, નિષ્ણાતો પોતપોતાની ઠોકે રાખતા હોય તેવું મારે નાછૂટકે વાંચવું પડે છે, પણ તમારું કોમન મેનનું લખાણ વાંચવાનું નિયમિત રીતે સામેથી મન થઈ આવે છે. એટલે જ તો તમારો બ્લોગ મારા બુકમાર્કના બ્લોગ ફોલ્ડરની ટોચ પર છે. અમિતાભના બ્લોગથી પણ ઉપર.

  આજે તમે વ્યક્ત કરેલો આ વિચાર ‘મોટાં-મોટાં હોર્ડિંગ્સ તો હું નહી મૂકી શકું પણ, આ પોસ્ટ તો છે જ’ તો ટચ કરી ગયો યાર.

  બાકી ઈવીએમનું કૌભાંડ શોધનારને શિરપાવના બદલે એની ધરપકડ, વીકીલીક્સ, અને સાંસદો … આ બધું મનમાં ભયંકર નિરાશા જન્માવે છે. આને એક જ પેજ પર મૂકીને તમે કોમન મેનનું ફ્રસ્ટેશન રજૂ કર્યું છે એ ટચ કરી જાય છે.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.