‘ગર્લફ્રેન્ડના ગેરફાયદા’ના ઉપાયો

* માનવે ‘ગર્લફ્રેન્ડના ગેરફાયદા’ લખ્યા પણ હવે, આપણે તેનાં ઉપાયો જોઈએ. પહેલાં મેં કોમેન્ટ તો કરી, પણ આ વસ્તુ મારા બ્લોગના સુજ્ઞ વાચકો સુધી પહોંચવી જોઈએ એવું મને લાગ્યું.

કાર્તિક મિસ્ત્રી કહે છે,

૧. રીલાયન્સનો (કે પછી કોઈપણ) ફોન અપાવી દેવાનો. મફત વાત કરો ગમે તેટલી.
૨. મુવી જોવા ઘરે બોલાવવાની. મુવીની મજા વધુ આવશે. અને મુવી જોવા જાવ તો ૨૦૦ નહી પણ ૧૦૦૦ રુપિયા ગણી લેવાના.
૩. બહાર જમવાની જગ્યાએ પાણીપુરી ખાવાની. સસ્તી પડશે અને ગર્લફ્રેન્ડને વધુ ગમશે.
૪. ગિફ્ટ આપોતો કિમતનું મહત્વ ક્યારેય હોતું નથી. થોડીક ક્રિએટીવ ગિફ્ટ આપો એટલે બસ.

જ્યારે આજે વિનયભાઈ જોડે વાત થઈ તો તેમની કોમેન્ટ્સ નીચે પ્રમાણે છે:

૧. મોબાઈલનો ખર્ચો યોગ્ય પ્લાન/મોબાઈલ ઓપરેટર બદલીને બચાવી શકાય.
૨. પિક્ચર સસ્તા ભાવના મોર્નિંગ શોમાં જોઇ શકાય. અથવા અન્ય ભાષાના પિક્ચર જોવા, એક તો ટિકિટની કિંમત ઓછી અને તરત મળી જાય અને થિયટરમાં ભીડ ન હોય.
૩. રેસ્ટોરન્ટમાં જવાનું ટાળવું અને રોડસાઈડ જોઈન્ટ્સ પર જ જવું. ક્યારેક જવું પડે તો સૂપ/સેલડ/જ્યુસ/આઈસક્રીમ જેવી આઈટમ ક્યારેય ઓર્ડર ન કરવો તેનાથી બીલ વધે છે. આઈસક્રીમ ખાવાનું મન હોય તો આઈસક્રીમ જોઈન્ટ પર જવું. ખિસ્સું ભાર ખમે તેમ ન હોય તો મોડું થઈ ગયું છે કરી આઈસક્રીમનો પ્લાન ફરી કોઈ વાર એમ કહી ટાળી શકાય.
૪. ગિફ્ટ તૈયાર ન લેતાં જાતે બનાવવી એમ કરતાં તમારી ક્રિએટિવિટી ખીલશે અને પૈસા બચશે અને તમારી ગર્લ કે બોયફ્રેંડને ગમશે કેમ કે તે ગિફ્ટ યુનિક હશે!
૫. ફરવાનો ખર્ચ (બાઈક/કાર હોય તો પણ) પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી ઓછો કરી શકાય. અમદાવાદમાં રેપીડ બસ સર્વિસનો ઉત્તમ વિકલ્પ છે. રૂટ એવો લેવાનો કે સમય પસાર થઈ જાય, એકાંત મળે અને ખર્ચો પરવડે તેટલો જ થાય.

સાર: માનવે જે મુદ્દાઓ લખ્યા છે તે કાલ્પનિક છે. એવો કયો ગગો હોય જે ગર્લફ્રેન્ડ ફેરવતો હોય અને મહિને એક જ વખત ફરવા જવાનો નિયમ પાળતો હોય! બાકી તો, પહોંચી ન શકાય તેટલી ઊંચાઈએ લટકતી દ્રાક્ષ હંમેશા ખાટી જ હોય છે એવું પંચતંત્રમાં તમે વાંચ્યું જ હશે!

નોંધ: હું ગર્લફ્રેન્ડ નથી ધરાવતો (હતો – પણ ઘણી વખત આવાં ઉપાયો હજી પણ કરવાં પડે છે). 😉

Advertisements

9 thoughts on “‘ગર્લફ્રેન્ડના ગેરફાયદા’ના ઉપાયો

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s