મોડરેટ મુસ્લિમોને માર્કેટિંગની જરુર?

* સલમાન ખાનનાં ગઈ-કાલના ફાલતુ નિવેદન અને તેનાથીય વધુ ફાલતુ ફોલોઅપ્સ (મ.ન.સ – wtf?) પર ધ્યાન ન આપીએ તો આ એક લેખ –
Moderate Muslims need a better PR Agency વાંચવા જેવો છે. પ્રશ્ન ખરેખર થાય છે કે મુસ્લિમોએ ખરેખર માંડ ૧ ટકા લોકોએ બનાવેલી છબીમાંથી બહાર નીકળવાનો સક્રિય પ્રયત્ન કરવો જોઈએ.

ગઈકાલની જ વાત કરું તો અમે હિમાલય મોલમાં ગયેલા ત્યાં ઈદની ખુશીમાં કેટલાય લોકો આવેલા હતા. તમે ચોખ્ખું જોઈ શકો તો ચોક્કસ લોકો બીજાને રીતસરનાં હેરાન કરતાં હતાં અને ગેમ્સ વગેરેને કારણ વગરનું નુકશાન કરી રહ્યા હતા. હવે, આવા વખતે મારી નજરમાં દ્રશ્ય શું ઉપશે? શ્રીનગરમાં લોકો પાકિસ્તાનનો ધ્વજ લહેરાવી, ભારતનો ધ્વજ બાળે. નો રિકેક્શન? નોંધ લેજો કે ધર્મ અને રાજકરાણનાં કોમ્બો પેકનો હું પહેલેથી જ વિરોધી છું જ.

માર્કેટિંગ મહત્વનું છે. હવે તો હિંદુ-કેસરી એટલે ત્રાસવાદ – એવું માર્કેટિંગ સફળ થઈ રહ્યું છે.

હે રામ. બીજું શું?

Advertisements

16 thoughts on “મોડરેટ મુસ્લિમોને માર્કેટિંગની જરુર?

   1. ખરેખર તો ધર્મોએ માણસની માનસિકતાને ગંધવી મૂકી છે.કોઈ નવૂ વિચારવા તૈયાર જ નથી. માણસ ‘જો અને તો’ ના ચક્કરમાં પોતાની સાથે જ છેતરપિંડી કરે છે.

    Like

 1. વાત તો બરાબર છે…
  બે દિવસ પહેલા એક ન્યુઝ-પેપરમાં(કદાચ દિવ્યભાસ્કરમાં જ) કાશ્મિરમાં કેટલાક લોકો(કયા લોકો એ સમજી લેવું..!!) ભારતના રાષ્ટ્રધ્વજ પર પગ રાખીને ઉભા રહ્યા હતા…
  .
  .
  .
  એ તો ઠીક…કાલે લાલ-દરવાજા ગયો હતો ત્યાં પણ જોરદાર કીસ્સો બન્યો…ત્યાં હરાજી ચાલતી હોય છે કદાચ તમે જોયુ હોય તો…અને એમાં એક ટેબલફેન-ડીઝીટલ અને મિક્ષર(બધાની કિંમત ભેગી થઇ ૧૨૦૦૦-૧૩૦૦૦ થતી હશે)એ વસ્તુ આપણને ૨૦૦૦ માં પધરાવે છે.(જો આપણે બોલી બોલીએ તો…).અને પાછુ ચાલે કે ના ચાલે એની કંઇ ગેરંટી નહિં…એ ૧૦ જણામાં ૮ તો એમના અને એમના જ માણસો હોય છે અને જો ભુલથી પણ આપણે કંઇક રકમ બોલી ગયા તો પરાણે આપણને પધરાવે…અને પૈસા આપવા પડે…આવુ કરનારા કયા લોકો હશે તે આપ સમજી ગયા હશો…કેમ આવું? ત્યાં એમની વસ્તી વધારે છે એટલા માટૅ???અરે આવી સરેઆમ લૂંટ?
  ત્યાં એ લોકો આપણને જે ભાવ કહે અને તમે એ વસ્તુ લેવાની ના પાડો તો એના અડધા ભાવે એ લોકો એ વસ્તુ આપવા રાજી થાય…

  Like

  1. ના. મારો આશય એ છે – આવા લોકોનો કોઈ (ખાસ કરીને આગળ પડતાં – મોડરેટ મુસ્લિમો) વિરોધ નથી કરતાં. લાલ-દરવાજા જેવો અનુભવ મુંબઈના ચોર-બજારમાં કે પછી જુહુ-ચોપાટી પર પણ થાય છે – એમાં ચોક્કસ કોમને વાંક ન આપી શકાય.

   Like

   1. હા પણ કાર્તિકભાઇ એમની બહુમતીને લિધે જ એ લોકો આપણને પરાણે વસ્તુ આપવાની હિંમત કરે છે,સાહસ એમનુ એ વખતે વધી જાય છે.જો એવું ના હોય તોઆપણી સોસાયટીમાં શાક વેચવા આવતા કાજીભાઇ(કે ગમે તે વેચવા આવતો એ કોમનો માણસ) કેમ અતિ-આગ્રહ નથી કરતા?

    Like

 2. સવાલ એમ ઉભો થાય છે કે, આવા કહેવાતા “ફક્ત એક ટકા લોકો” તો લગભગ દરેક દેશ, કોમ, જાતિ, સમુદાયમાં હોય જ છે, જે તેને બદનામ કરતા કરતાં હોય છે, પરંતુ સાર્વત્રિક રીતે ફક્ત મુસ્લિમો તરફ જ આવી ઘૃણા આપણા સમાજમાં કેમ જોવા મળે છે? પેલું કહે છે ને કે, બળ્યા વગર ધુમાડો ના ઉડે. ઉપર જણાવેલા અનુભવો દરેકને કોઈકને કોઈક તબક્કે થયાં જ હશે. પણ એમ નથી લાગતું કે આપણે હજું પણ અહીં બ્લૉગ પરનાં પ્રતિભાવોમાં “કેટલાક લોકો”, “અમુક ચોક્કસ કોમ”, વિગેરે શબ્દોનો પ્રયોગ કરીને શું એ જ રાજકારણમાં ભાગ લઈ રહ્યાં છીએ? કેમ આપણને “મુસ્લિમ” શબ્દ વાપરતાં બીક લાગે છે? જ્યાં સુધી આપણે જાતે આવી માનસિકતામાંથી બહાર નહી આવીએ ત્યાં સુધી એ લોકોને એમના મોડરેટ મુસ્લિમનાં માર્કેટિંગની કોઈ જરૂર નહી પડે.

  Like

 3. Muslims will need at least another 500 years to come out of the bad cover it is using now.People who think they are helping them are in wrong direction too (Just like thinking to help SC/ST) I am making this statement from exp. of same people of relative community (so, pl. no one take pain to bombard me unnecessarily)

  Like

 4. ભારત થી ભાગલા વખતે પાકિસ્તાન ગયેલા મુસ્લિમો ને પાકિસ્તાન નાં પંજાબી મુસ્લિમો મુસલમાન માનતા જ નથી.એમને મારે જ છે,પણ ભારતીય મુસ્લિમો ને ગળે ઉતરતું નથી.મુહાજીર કોમી મુવ્મેન્ટ ચાલેજ છે.અરબ મુસ્લિમો જ પોતે સાચા મુસ્લિમો છે તેવુ માનતા હોય છે.ભારત ના મુસ્લિમો પાકિસ્તાન મા જઇ શકવાના નથી.જશે તો માર જ ખાવાના છે.છતા એ લોકો ને ભારત માટે પ્રેમ કે વફાદારી ના હોય તે અજુગતુ લગે તેવી વાત છે.બીજુ ભારત નો કોઇ મુસ્લિમ મક્કા કે મદિના થી આવ્યો નથી.બધા હીન્દુ હતા.હજારો વર્ષો થી અહી રહ્યા છતા એમના મોઢા પાક કે અરબદેશો તરફ મડાંયેલા રહે છે.વડૉદરા મા છાસ્વારે પાક ક્રિકેટ જીતે ત્યારે એના ધ્વજ ફરકાવાતા.ભારતની હીન્દુ પ્રજા એક્દમ કોઇને હેટ કરે તેવી નથી.આમા સારા મુસ્લિમો ની હિમ્મત આ બદમાશ મુસ્લિમોનો વિરોધ કરવાની ચાલે નહી.આપણે સારા મુસ્લિમો નો આદર કરીયે અને ધ્વજ બાળતા હોય તેમને પાકિસ્તાન મા ખદેડી મુકવા જોઇએ.

  Like

  1. પાકિસ્તાન ક્રિકેટ મેચ જીતે ત્યારે ફટાકડા ફૂટવા એ દરેક શહેરમાં સામાન્ય છે. એ વખતે સાલા છાપાં-ટીવી વાળાઓ ક્યાં જાય છે – એ સમજાતું નથી..

   Like

 5. હા, તમે સાચા છો…
  ઘણી બધી જગ્યાએ આપે કહ્યું તેવું ચિત્ર અવાર-નવાર ઉપસે છે. મને આશ્ચર્ય એ વાતનું છે કે તેઓ પણ જાણે છે કે પાકિસ્તાન ની સરખામણીએ ભારત બધી જ રીતે ઘણો સારો દેશ છે. તેમને ભારતીય તરીકેના તમામ અધિકારો પણ મળ્યા છે. પાકિસ્તાનમાં રહેતા મુસ્લીમો બિલકુલ સલામત નથી છતાય પાકિસ્તાન તરફી, એ કરતાય ભારત વિરોધી જે ગ્રંથી બંધાયેલ છે તે તોડવા માટે ભણેલા-ગણેલા મુસ્લિમોએ જ પહેલ કરવી રહી. જે દેશમાં એક મુસ્લિમ રાષ્ટ્રપતિ માનપૂર્વક સ્વીકારાય છે તેનો તેઓ વિરોધ કરે છે …!!! શું પાકિસ્તાનમાં આ શક્ય છે કે હિંદુ પ્રમુખ બને???? જેમને ભારતનો વિરોધ છે તેઓ તેમના ગમતા દેશમાં કેમ નથી શીફ્ટ થતા??? જાગો ભાઈ જાગો. જે થાળીમાં ખાવ તેમાં છેદ ન કરો…

  Like

 6. Hi Kartik,

  The incident you mentioned about Himalaya(or whatever it is) mall is just the offspring of ‘ghettos’ in Ahmedabad. Who, When, How and Where created ghettos, I will leave it upto you buddies.

  I don’t consider myself as a ‘moderate’ or ‘extremist’ Muslim, but I am Muslim PERIOD. But yeah, I try my best to think rationally whenever I deal with such writings, if something crosses limits I don’t mind venting out, so then I will be considered ‘extremist’, won’t I? I don’t need to prove how loyal I am to the country, if someone thinks so then, he/she can get a life!

  Everyone here, tell me honestly if you can list 5 good and positive things about Muslims in less than 30 seconds, most of you won’t be able to do this, because whatever those ‘1%’ and media has projected won’t be blown away that easily. But everyone needs to think rationally and judge.

  “You only see what your eyes want to see……you’re frozen!”-Frozen, Madonna

  Like

 7. પહેલા વિચાર્યું કે avoid કરું comment કરવાનું ..પણ પછી વિચાર્યું કે લખવું જોઈએ …

  Muslim ને marketing ની જરૂર છે એ વાત America માટે સાચી છે કેમ કે અહી લોકો એક બીજા સાથે એટલી વાત નથી કરતા જેટલા news જોવે છે અથવા website પર વાંચે છે. તમારો એક તો Muslim friend હશે જેના લીધે તમને ઇસ્લામ નું થોડું જ્ઞાન હશે પણ અહી America માં એવું નથી. લોકો એટલા social નથી હોતા. આજ થી થોડા વર્ષ પહેલા એમને ખબર પણ નહોતી કે India ક્યાં છે. General knowledge માં બહુ poor છે એટલે કદાચ marketing ની જરૂર છે.

  રહી વાત અમદાવાદ માં તમે જે જોયું mall માં એને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી . ધમાલ કરતા લોકો બધા ધર્મ માં હોય છે .

  પાકિસ્તાન જીતે અને ફટાકડા ફોડે એ લોકો દેશ દ્રોહી કહેવાય. એવા અમુક 0.001% લોકો ને કારણે બધા Muslims માટે પૂર્વગ્રહ ના રાખી શકાય.

  સોહામ ભાઈ ની comment વાંચી ને હસવું આવ્યું. સોહામ ભાઈ જે લોકો મળ્યા તમને લાલ દરવાજા એને cheater કે ચોર કહેવાય. એમાં ધર્મ ક્યાંથી આયો. ચોર પણ બધા ધર્મ માં હોય છે.

  kartik ના લેખ કરતા krunal ની comment વધુ
  extremist લાગી. કાર્તિક ખુલા દિલ થી જે વિચારો આવે છે એ લખે છે જે એનો blog વાંચતા હશે એમને ખબર જ હશે. જે આવું સમજે એ extremist કહેવાય.

  Narendra bhai, muslims don’t have to coming out from any kind of bad image. Bad image is not related to religion but it is related to education and poverty. ગરીબ અને ઓછું ભણેલા લોકો બધા ધર્મ માં સરખા જ હોય છે. You will find lot of doctors and engineers in Muslim these days now.

  According to me, only problem Muslims are facing is the word terrorism. 80% is media hype and 20% are doing such activity because of their own interest or political reason. Islam has nothing to do with terror.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s