ગુજરાતની નંબર ૧ વેબસાઈટ…

… ગુજરાતીમાં ભયંકર ભૂલો કરે છે.

… સોફ્ટ સેમી-પોર્ન જેવા ફોટાઓ અને લેખો પહેલાં પાનાં પર કોઈજ વિચાર વગર મૂકે.

… જે એકદમ સરળ વસ્તુ, RSS feed સીધી રીતે (રહી રહીને ફીડ હવે માત્ર શીર્ષક માટે જ મળે છે) પૂરી ન પાડે.

છતાંય, નંબર ૧. વાહ!

26 thoughts on “ગુજરાતની નંબર ૧ વેબસાઈટ…

 1. બેંગ ઓન ટાર્ગેટ ! ગુજરાતી ભાષાના લગભગ દરેક સમાચાર પત્રો ની વેબ સાઈટો વિષે કહીપણ કેહવા જેવું નથી પણ દિવ્ય ભાસ્કર ની સાઈટ તો બીજા બધા ને પણ સારી કહેવડાવે તેવી છે ! ઘણીવાર તો લેખના શિર્ષક ને લેખ વચ્ચે શું સંબધ હશે તેપણ ખબર પડતી નથી !

  Like

  1. લેખકો તો સમજ્યા કે લડા
   વી લડાવીને વાત લંબાવે .. પણ આ છાપાંવાળા તો બળાત્કારના સમાચાર પણ બહેકાવી બહેકાવીને છાપે. જેમ કે…
   ચાંદની રાત હતી… મંદ મંદ પવન વાતો હતો.. તે ઘરની બહાર એકલી સૂતી હતી… તેનું જોબનિયું…
   ભોગ બનનાર આવા સમાચાર બાબત વાંધો ઉઠાવવા જેવી હેસિયત ન ધરાવતી હોય એટલે ચાલ્યું જાય!
   પત્રકારો લેખક બનવા તરફ દોડે ત્યારે મતલબ વગરના શીર્ષકો છાપે…

   Like

 2. Become no.1 website by publishing half-porn, sex, etc. and boasting for it is shameless act. It is like nation’s number one call girl showing the world how rich she is.

  સલમાનની ભાભીએ પોતાના સ્તન બતાવ્યા, અને યુવતી કોન્ડોમ ગળી ગઈ જેવા અશ્લીલ સમાચારો અને ફોટોગ્રાફ પબ્લીશ કરીને નંબર વનની જાહેરાતો કરવામાં શરમ પણ નથી આવતી. આ તો એવું છે કે દેશની નંબર વન કોલગર્લ દુનિયા સમક્ષ જાહેર કરે કે પોતે કેટલી ધનવાન છે.

  Like

  1. આપણા દેશમાં આંદોલન જેવા રસ્તાઓ નથી? વિદેશમાંતો વૉચડોગ્સ અને ઓમ્બ્ડ્સમેન તથા સ્વતંત્ર એજન્સીઓ (જેમકે યુ.કે.માં ઓફકોમ, વિગેરે) હોય છે જે લોકોની ફરિયાદો પર ધ્યાન આપે. આપણે પણ યોગ્ય ચેનલ શોધીને દિવ્યભાસ્કરની આવી નાગાઈ સામે વિરોધ નોંધાવવો જ જોઈએ. મેં પણ મારા બ્લૉગમાં થોડા વખત પહેલા આ વિષય પર બળાપો કાઢ્યો હતો, આવું કરે કોઈ ફાયદો લાગતો નથી. જ્યાં શિધી આપણે તેની સામે બાંયો નહી ચઢાવીએ ત્યાં સુધી આ લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવામાંથી પાછા હટવાના નથી.

   Like

  2. આ વેબસાઈટ જે અહી લખાયું છે તદ્દન ઉચિત છે.દિવ્યભાસ્કર તદ્દન ફાલતું સમાચાર મીઠું મરચું ભભરાવી છાપે છે.તદ્દન હલકી કક્ષા ના સમાચાર જેને જાણવા માં કોઈ ને રસ ના હોઈ એવા સમાચાર મુખપૃષ્ઠ પર છાપે.છતાં મારે એ પણ કેહવું પડશે કે ઘણા સમાચાર સારા પણ હોય છે.જો એ લોકો ઉપર મુજબ તમે જણાવ્યા મુજબ ના સમાચાર ઓછા કરી નાંખે તો એ નંબર વન બની શકે એમ છે.સંદેશ પણ આવા જ સમાચાર છાપી જ નાખે છે.પ્રમાણ ઓછું છે એટલું જ.

   Like

 3. ગુજરાતની આ નંબર-૧ વેબસાઈટમાં એડિટરોના બ્લોગ પર(ગમે ત્યાં.મે ટ્રાઈ નથી કરી) કોમેન્ટ સ્વરૂપે એકદમ તૂચ્છ કક્ષાના અપશબ્દો લખી શકો છો.અને તે સહહર્ષ આવકાર્ય પણ છે.બધૂ જ ખરાબ નથી,પણ ખરાબ તો છે જ.

  Like

  1. એક્ચુલી એ લોકો હમેશા બધી કોમેન્ટ સેન્સર કરે છે.એલોકો ગમે એ છાપી શકે પણ આપને કશું એવું લખી ના શકીએ.એવી કોમેન્ટો ના જોઈતી હોઈ તો એલોકો એ પહેલ કરવી જોઈએ ને દિવ્યભાસ્કર ને સંસ્કારી બનાવવા પ્રયત્ન કરવો જોઈએ.

   Like

 4. Your Blog is always No.1
  wordpressની top 10 site માટે શું criteria છે એ જ ખબર નથી પડ્તી. ક્યારેક કોઈ postને views પણ સારા મળ્યા હોય છે અને comments પણ મળી હોય છે. છતાં rankingમાં પાછળ હોય છે. ક્યારેક એથી વિરૂધ્દ્દ પરીસ્થિતિમાં blog આગળ હોય છે

  Like

  1. આ વાત આજનાં એ જ સમાચાર પત્ર માટે છે જે સમગ્ર ગુજરાતની નં ૧ સાઈટ હોવાનો દાવો કરે છે. વર્ડપ્રેસનાં બ્લોગ્સ ગણીને ૧૫૦-૨૦૦ છે. જેનો ઉતાર-ચઢાવ યોગ્ય રીતે નક્કી થાય છે અને એ દેખીતું છે.

   છેલ્લે કેટલાય સમયથી મેં ટોપ ટેન બ્લોગ્સની યાદી જોવાનું બંધ કરી દીધું છે.

   Like

 5. વર્ડપ્રેસની ટોપ ૧૦ની ફોર્મ્યુલા સાદીને સરળ છે. ક્લિક્સ અને કૉમેન્ટ્સ. આપનો બ્લોગ ટોપ પર જોવો છે? અડધા કલાક પછી જુઓ!

  વર્ડપ્રેસની યાદીમાં ટોપ પર આવવાનો કંઈ અર્થ નથી, કેમકે ઘણા બધા બ્લોગ વર્ડપ્રેસ પર નથી, પોતાના ડોમેઈન પર કે અન્ય બ્લોગ સાઈટ પર છે!

  Like

 6. કાર્તિકભાઈ સાચી વાત છે….અશ્લીલતાની બાબતમાં તો દિવ્યભાસ્કરે માઝા મૂકી છે એ તદ્દન ફાલતું છે અને સજાને પાત્ર છે….પણ એમાં જે સમાચાર અને તંત્રી લેખ કે બીજા લેખકોના વિચારાત્મક લેખ અને તાજા સમાચાર આવે છે એના પર ધ્યાન જવું પણ જરૂરી છે,તમે અમદાવાદમાં છો એટલે આટલી સરળતાથી કહી શકો,પરંતુ ભારતીય નાગરિકો જે વિદેશમાં વસે છે,તેમણે તો ગુજરાત અને ભારત સાથે જોડતી કડી કહેવાય…..નંબર ૧ હોય કે ૧૦૦૦ શું ફરક પડે છે????? સમાચાર તો સાચા આપે છે ને!!!! અને હા એક આડવાત જો sex ના સમાચાર વાંચવાની કોઈકને તો મજા આવતી જ હોવી જોઇએ અને એના પર સૌથી વધારે ક્લિક થતી હોવી જોઈએ, નહિ તો કોઈ પણ વેબસાઈટ એ પણ ગુજરાતી વેબસાઈટ આવી હલકી સામગ્રીનો પ્રચાર ના કરે…..

  Like

  1. જો તમે મારા દિવ્ય ભાસ્કર ટેગ વાળાં લેખો વાંચશો તો ખ્યાલ આવશે કે જ્યારે પણ સારી વસ્તુ આવી છે, મેં પ્રયત્ન કર્યો છે. પણ, દિ.ભા.ના છેક તંત્રી સુધી લોકોએ જોડણી અને ફાલતુ સમાચારોની વાતો પહોંચાડી છે.

   લોકોને ગલગલિયાં થાય એટલે ગમે તેવા સમાચારો છાપવાના અને મૂકવાના. ક્લિક મેળવવી હોય તો પોર્ન-ભાસ્કર કે સેક્સ-ભાસ્કર ચાલુ કરે એમાં વાંધો નથી. પણ, આ દિવ્ય નામ થોડું વધારે પડતું લાગે છે.

   Like

   1. તમારી વાત સાથે ૧૦૦% સંમત છું.આજે જ ઝવેરચંદ મેઘાણીની એક વાત વાંચવામાં આવી એ અહીં આવશ્યક જણાશે.મેઘાણીસાહેબ કહે છે કે,” ગુજરાતી વાચકો અને આપણી મોટા ભાગની પ્રજા ગાય જેવી છે, જે લીલું ઘાસ ખાતાં ખાતાં કચરો પણ ચાવી જાય છે.અને સમય જતાં ફક્ત કચરો જ ખાતી રહી જાય છે.”

    Like

    1. મિત્રો, હું યુએસએમાં રહુ છું અને દિવ્ય ભાસ્કર વેબસાઈટનો રેગ્યુલર વાચક છું. મારું માનવું છે કે દિવ્ય ભાસ્કર વેબસાઈટ પ્રત્યે સેક્સ સંબંધિત સમાચારની ફરિયાદ બિલકુલ સાચી છે. જો કે તમે સતત વેબસાઈટ જોતા હસો તો માલુમ પડશે કે વેબસાઈટ પર આવા સમાચારોનું પ્રમાણ છેલ્લાં કેટલાક મહિનાઓથી ઓછું થઈ ગયું છે. અને રહી વાત જોડણીની તો દિવ્ય ભાસ્કર વેબસાઈટ ન્યૂઝ પેપરમાં આવતા સમાચારોને ટીટીએફ ફોન્ટમાંથી એક કન્વર્ટર દ્વારા યુનિફોર્ડ ફોન્ટમાં ફેરવે છે. આ કન્વર્ટરમાં થોડીક ખામી હોવાથી આપણને અમુક ફોન્ટ વાંચવામાં તકલિફ પડે છે.

     અને રહી વાત નંબર વનની તો બીજી કોઈ પણ ગુજરાતી વેબસાઈટની ડેઈલી હિટ્સ દિવ્ય ભાસ્કર કરતાં અડધી પણ નથી. જો દિવ્ય ભાસ્કર જે ગતિએ આગળ વધી રહ્યું છે તે જ ગતિએ ચાલુ રહેશે તો દેશની સ્થાનિક ભાષાની નંબર વન વેબસાઈટ બની જશે. અમારા એનઆરઆઈ લોકો માટે વતન સાથે જોડતી આ એક માત્ર સંપૂર્ણ કડી છે.

     દિવ્ય ભાસ્કર પર આપણને કેટલું મફતમાં વાંચવા મળે છે તે જ બહુ મહત્વનું છે. સ્પોર્ટ્સ, મનોરંજન, બિઝનેસ, સ્થાનિક સમાચાર, દેશ-વિદેશ વગેરે વગેરે પ્રકારના સમાચારો વાંચવા મળે છે.

     અને બીજી વાત આ બધુ અપલોડ કરવા માટે વેબસાઈટને પણ કર્મચારીઓ રાખવા પડતાં હોય છે. તેના પગાર, કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ ખર્ચ, ઓફિસ, સર્વરનો ખર્ચ જે ખૂબ જ ઉંચો આવે છે. માટે તેને પણ મજબૂરીથી વધુ હિટ્સ મેળવવા સેક્સ સંબંધિત સમાચાર આપવા પડતાં હોય તેવું લાગી રહ્યું છે.

     મિત્રો આપણે તો ફક્ત વેબસાઈટ પર કટાક્ષ કરીને રોષ ઠાલવીએ છીએ. પણ સામેની સાઈટથી પણ વિચારવું જોઈએ.

     તમે દિવ્ય ભાસ્કરનું ન્યૂઝ પેપર જોશો તો તેમાં જગ્યાનો અભાવ હોવાથી લિમિટેડ સમાચારો આવે છે. જ્યારે વેબસાઈટ પર તો ખૂબ બધુ પ્રસિધ્ધ થાય છે. અને મારી જાણીકારી મુજબ દિવ્ય ભાસ્કરના ન્યૂઝ પેપર અને વેબસાઈટ બન્નેના વિભાગો પણ અલગ છે અને અલગ કર્મચારીઓ પણ રાખેલા છે.

     Like

      1. કાર્તિકભાઈ, આપણને બ્લોગ પર મફતમાં સ્પેસ મળે એટલે વાત કરવી સરળ લાગે બાકી તમે દિવ્ય ભાસ્કર વેબસાઈટ જેટલું કન્ટેન્ટ એક વાર પોતાની વેબસાઈટ ખોલી અપલોડ કરી જુઓ ખબર પડે કે તેની કોસ્ટ શું આવે ? ફક્ત તેના નકારાત્મક પાંસાઓ ના જુઓ…..

       Like

       1. ?

        મને દિ.ભા.ની જેમ પાનાંઓ ભરીને જાહેર-ખબર નથી મળતી. દિ.ભા. વેબસાઈટને નં.૧ બનાવવા માટે ગમે તે મૂકે એ કેવું કહેવાય? તેનું સીટી-ભાસ્કરનાં આખું છેલ્લું પાનું અલગ-અલગ વેબસાઈટ્સમાંથી કોપી-પેસ્ટ હોય છે (એ વિશે મેં અલગથી ક્યાંક લખ્યું છે).

        દિ.ભા. બીજા છાપાંઓ કરતાં ચોક્કસ સારું છે, એ ના નહી. પણ, મને આંધળું અનુકરણ પસંદ નથી. જે સાચું છે, તે કહેવામાં કોઈ શરમ ન હોવી જોઈએ.

        Like

        1. તમારી વાત સાચી છે કે સિટી ભાસ્કરનું છેલ્લું પેજ કોપી પેસ્ટ હોય છે પણ આ તો તમે દુનિયાની અલગ અલગ વેબસાઈટ જુઓ એટલે ખબર પડે બાકી બીજા લોકો માટે તો તે નવા જ સમાચાર હોય છે ને ? અને જાહેરાત આપવા વાળા કંઈ ગાડા નથી થઈ ગયા કે સર્ક્યુલેશન કે હિટ્સ વગર જાહેરાત આપે. તમે ફુલછાબ, જયહિંદ, જનસત્તા વગેરે છાપાઓના ઉદાહરણ લઈ શકો છો. જે હવે બંધ થવું થવું છે. આદર્શની વાતો સારી લાગે પણ…!!!!???

         Like

 7. એલિઝા રેન્ક પ્રમાણે સાઈટ તો સર્વોરચ સ્થાને છે જ એમાં શંકા નથી. સમસ્યા સાઈટના કન્ટેન્ટની છે. દિવ્ય પોર્નોગ્રાફીક ફોટા, દિવ્ય ગરબડીવાળી જોડણી (પ્રૂફરીડરનો અભાવ) સંખ્યાબંધ અને એક સરખી દિવ્ય ભૂલો, દા.ત. અડધા ‘ચ’ને બદલે ‘ર’નો ઉપયોગ (તેથી જ સર્વોચ્ચ બની જાય સર્વોરચ!) અને યુઆરએલની જગ્યાએ દિવ્ય ગરબડીયા અક્ષરો!

  Like

 8. દિવ્યભાસ્કર નાં તંત્રી ઉમટ તો પોતાને ખેરખાં સમજતા હોય તેમ લાગે.ઓબામાં એ શું કરવું જોઈએ તે વિષે કાયમ સલાહ આપતા હોય છે.ઓબામાં ને ખબર પણ નહિ હોય કે આવું કોઈ દૈનિક છે.અને એના તંત્રી મહાન છે.ઓબામાં અને અમેરિકા ને છોડી ને પોતાના ઈ-દૈનિક માં લોકો બેફામ ગંદી ગાલીચ ગાળો લખે છે તે રોકી શકતા નથી.મેં બેત્રણ વાર મેલ કરી કે આતો કોઈ પોર્ન સાહિત્ય વાચતા હોઈએ તેવું લાગે છે.પણ મને લાગે છે એમને જ ગાળો ખાવાની મજા આવતી હશે.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.