એક idea

* એક વખત ગવર્મેન્ટને એક idea આવ્યો કે ચાલો દેશમાં બધા જ મોબાઈલ ધારકોનાં ડોક્યુમેન્ટ્સ ફરી મંગાવીએ. અને, પછી ચાલુ થયો મારો એસ.એમ.એસ અને કોલનો. આજે સવારે આવા જ એક એસ.એમ.એસ.નો ભોગ બનીને મેં આપેલ નંબર પર (૫૧૨૩૫) કસ્ટમર કેરમાં ફોન કર્યો અને જ્યાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે ત્યાંનું સરનામું માંગ્યુ. મળ્યું પણ ખરા, પણ ત્યાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે એ તો માત્ર ડ્રોપબોક્સ જ છે. ફરી પ૧૨૩૫ પર ફોન કર્યો તો કહે અમે માત્ર માહિતી આપીએ, સરનામું નહી. ઓહ. પહેલાં જખ મારવા આપેલું? ફરી કસ્ટમર કેર (૧૨૩૪૫) પર ફોન કર્યો ત્યારે એ ભાઈએ કહ્યું અહીં તો ડોક્યુમેન્ટ ન અપાય. બુલશીટ. મને પણ ખબર છે. મેં તેમને કહ્યું તો ઓકે, મેમનગર નજીકનું સરનામું આપો. સરનામું મળ્યું – મણિનગર નજીકનું.

એક idea ખરેખર તમારું જીવન બદલી શકે છે.

@ideacellular વાળાને મારા ટ્વિટર સંદેશાઓ..

જીવન તો નહી, ફોન નંબર જરુરથી બદલાવાનો છે.. ક્સટમર કેર નો કાળો કેર છે.

Advertisements

9 thoughts on “એક idea

 1. ડોક્યુમેન્ટ્સ માટે મને પણ ખુબ પરેશાની થયેલ છે. ૯૮૨૫૦ ની સેલફોર્સ ની સીરીઝનો નંબર મારી પાસે છે. એ સમયે કંપનીનું નામ…. (અત્યારે તો વોડાફોન, એ પહેલા હચ
  મે પણ અત્યાર સુધીમાં ૧૨ વાર ડોક્યુમેન્ટ્સ આપેલા છે.

  Like

 2. ભારત મા , કંપનીઓ છે..એ પણ મોટી મોટી પણ સૌથી “મોટી” વાત એ છે કે ,એમને કસ્ટમર કેર એટલે શું? ખબર જ નથી!!!!મારી પાસે બીએસએનએલ અને એરટેલ બંને છે…પણ એમની સર્વિસ એટલી ફાલતું છે કે , ક્યારેક બધા સીમ ,સાબરમતીમાં વહાવી દેવાનું મન થાય છે…!!પણ કાગડા બધે કાળા છે,અને આપણી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી…હું બીએસએનએલ ને માત્ર એટલા માટે પસંદ કરું છું કે…એ લોકો પોતે જ સ્વીકારે છે કે ,એમની સર્વિસ ઢંગ ધાડા વગર ની છે…!! છેવટે એમની એ “પ્રમાણિકતા” ની કદર તો થવી જ જોઈએ ને…!!

  Like

 3. બાર વખત જ નહી બારસો વાર પણ ડૉક્યુમેન્ટસ આપવા પડે !

  ના ભાઈ ના, હું કઈ એમનો પક્ષ નથી લેતો પણ આ સાલ્લા આપણા પાસે પહેલા જ એવા લખાણ ઉપર સહી લઈ લ્યે છે કે જેમાં લખેલ હશે કે સલામતી (એની તો….) ન કારણો સર (એને)ગમે ત્યારે પૂરાવા/ડૉક્યુમેન્ટસ માંગી શકે છે!

  Like

 4. શ્રી રાજભાઇએ કહ્યું તેમ BSNL સર્વિસ બાબતે તો ’પ્રમાણિક’ છે જ ! એક વખત તેના કસ્ટમર કેરમાંથી ઉત્તર મળેલો કે ’તમારી મરજી હોય તો સેવા લો નહીં તો રદ કરી નાખો, બહુ અપેક્ષા રાખશો નહીં !!’ જો કે છેલ્લે આભાર, ધન્યવાદ વગેરે શબ્દો બોલવા જેટલો ’સુધારો’ તેઓમાં આવ્યો છે ખરો ! બાકી વાત સાવ સાચી, કાગડા બધે જ કાળા.
  (હું idea લેવાનું વિચારતો હતો, પણ હવે એ રદ.. મેલ કરવત…)
  આભાર.

  Like

 5. i was having 3 hutch cards some time ago… 1 was used by me, 1 was by my mother and 1 was kept at home…
  hutch wala mane call kari ne kahe tame evu shu kam karo chho ke tamare 3 sim cards rakhva pade ?

  ala hu 3 rakhu ke 300 ena baap ne kem pet ma chunk aave ? badha na pura paisa aapela chhe. ema ene shu jovanu.

  mari to hati gai, me just ek j vaat kidhi. tamne na gamtu hoy ke hu 3 cards rakhu to kahi do… airtel vala aapva betha chhe.

  pela e muki j didhu

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.