* ગુજરાતી બ્લોગર તરીકે તમને નીચેનાં વાક્યો કેવા લાગે?
ગુજરાતીઓને ખાસ વિનંતી કે ઇન્ટરનેટ પર કંઈક પામવું હોય કે વિશ્વમાં તમારી ઓળખ વધારવી હોય તો મહેરબાની કરીને ગુજરાતી વાપરવાની પ્રેક્ટીસ ના પાડતા, પરંતુ રોજીંદા પ્રયાસો દ્વારા અંગ્રેજીમાં લખતા થાવ તમને બ્લોગ પર સ્પેલીંગ ચેક અને વ્યાકરણ ચેક જેવી સવલતો આપવામાં આવે છે. નવરાત્રિ કે દશેરા વિશે તમે ગુજરાતીમાં લખશો તો તેને કોઈ નહીં વાંચે પણ અંગ્રેજીમાં લખશો તો વિશ્વભરમાંથી દશ વાચકો તો ચોક્કસ મળશે. દરેક ગુજરાતીએ બ્લોગ લખવાની પ્રેક્ટીસ પાડવાની જરૂર છે. બ્લોગ લખવાને એક હોબી બનાવવાની જરૂર છે. ઘણાંને ગુજરાતી ભાષામાં વળગણ હોય છે પરંતુ વૈશ્વિક સ્ટેજ પર જવું હોય તો બાંધછોડ અનિવાર્ય છે.
આ શબ્દો છે આજનાં ગુ.સ.માં આવતી કોલમ ટોકિંગ પોઈન્ટ નાં લેખક સુદર્શન ઉપાધ્યાયના.
૧. ગુજરાતી વાપરવાની પ્રેક્ટિસ ન પાડતા. અરર.
૨. સ્પેલચેકર, વ્યાકરણ – ગુજરાતીમાં પણ પ્રાપ્ત છે.
૩. દશ શું અહીં સો વાચકો દરરોજ મળે છે.
૪. શું કરવા વૈશ્વિક સ્ટેજ પર જવું જોઈએ? જરુરી છે?
તો, શરુઆત આપણે મિ. સુદર્શનને જ કરવાનું કહીએ તો? ગુ.સ. છોડીને ટા.ઓ.ઈ.માં જોડાઈ જાવને..
અને હા, આ લેખ તરફ ધ્યાન દોરવા માટે અમરનો આભાર.
Like this:
Like Loading...