આઈ.ટી. એક્સપર્ટ..

* મેં જ્યારે એમ.સી.એ. માં એડમિશન લીધું ત્યારે લાગતું હતું સાલું મજા આવી જશે. આઈ.ટી.માં આમેય છે શું? ચપટી વગાડતાંમાં આવડી જશે. દિવસો અને સેમીસ્ટર વીત્યા ત્યારે ખબર પડી કે સિલેબસ તો વર્ષો જૂનો છે. માંડ-માંડ એમ.સી.એ. પૂરું થયું ત્યારે ખબર પડી કે જગતમાં તો બીજું જ કંઈ ચાલે છે. જોબ માટે એપ્લાય કર્યું ત્યારે તો ખબર પડી કે વાસ્તિવક જગત તો વળી સાવ અલગ છે. થોડા વર્ષો વીત્યા – ૭ વર્ષ વીત્યા – ત્યારે હજીય લાગે છે કે મને કંઈ આવડતું નથી.

ગઈ કાલે મારા બોસ (૨૫ વર્ષોનો અનુભવ, બે મોટી એમ.એન.સી.માં ટોચની પોઝિશન પર રહી ચૂક્યા છે, ઓપનસોર્સમાં બે પ્રોજક્ટ લીડર. સી ગુરુ અને કર્નલ હેકર) કહે છે કે આપણે જે જાણીએ છીએ તે સમુદ્રમાં પાણીનાં ટીપાં બરાબર છે. રાત્રે પોણા બે વાગે મિટિંગ પૂરી થઈ ત્યારે આ બધું વિચારતો હતો કે મારું સ્થાન ક્યાં?

ટૂંકમાં – જો કોઈ પોતાને આઈ.ટી. એકસપર્ટ ગણાવતા બણગાં ફૂંકે તો પહેલાં એક ટપલી મારવી, પછી વાત કરવી.

Advertisements

14 thoughts on “આઈ.ટી. એક્સપર્ટ..

  1. સાચી વાત તમારી.
    આ આઇ.ટી. માં તો રોજ નવુ નવુ નિકળ્યા કરે.
    બસ ફક્ત સમાચાર ની જેમ માહિતી રાખી શકાય; એક્સપર્ટ તો ના બની શકાય.

    Like

  2. સાચી વાત છે.

    હાર્ડડિસ્ક, મધરબોર્ડ, પાવરસપ્લાય જોડી, પાયરેટેડ વિન્ડોઝ ‘નેક્ષટ’, ‘નેક્ષટ’… ‘ફિનિશ’! કરી ઈન્સ્ટોલ કરવાનું સીખી લેવાથી IT Expert બની જવાતું નથી!

    Like

  3. આપના સાથે હું પણ સંપૂર્ણપણે સહમત છું. આવા વિચારો મને પણ આવેલા અને કડવા અનુભવ પણ થયેલા. ૭-૮ વર્ષનો અનુભવ થયો આઇ.ટી.ના ફીલ્ડમાં, પણ રોજ એક નવા અનુભવ સાથે.

    Like

  4. બિલકુલ સાચી વાત…

    હું ASP .NET શીખ્યો કોણ જાણે કયું વર્ઝન હતું, આવડ્યું ત્યાં સુધી તો નવું આવી ગયું હતું.

    PHP શીખ્યો ત્યારે ૪.૧ કે ૪.૨ હતું. જોકે શીખ્યો ત્યારે વર્ઝન હોય એ જ ખબર નતી. થોડી ગ્રીપ આવી ત્યાં તો ૫.૦ આવી ગયું.
    પછી તો ૫.૨ આયુ ને ૫.૩ આયુ ને ઝેમ્તેમ કરી ને કરીએ છીએ. એ બધું સમજ્યો ત્યાં સમાચાર આવ્યા કે ૬.૦ રીલીઝ થવાનું છે.

    કોલ્ડફ્યુઝન (CFM) શીખ્યો ત્યારે MX ૬.૧ હતું. પછી ૭, ૮, ૯ રોજ નવા નવા વર્ઝન આવ્યા કરે…

    ૭ વરસ ના અનુભવ પછી પણ જાણે કશું આવડતું જ નથી.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s