સેમિનાર @ બી. એસ. પટેલ પોલિટેકનિક, ખેરવા

… એટલે કે લિનક્સ સેમિનાર, બી. એસ. પટેલ પોલિટેકનિક, ખેરવા.

મારી અને પ્રતિક મેવાડાની મુલાકાત થઈ, ફેસબુક પર. ઓળખાણ તો થઈ, પણ સરસ વસ્તુ એ બની કે પ્રતિકભાઈ બી. એસ. પટેલ પોલિટેકનિકમાં કોમ્પ્યુટર એન્જિનિયરીંગમાં લેક્ચરર. અમારી ફેસબુક પર જ વાતો ચાલતી હતી કે કોલેજમાં કંઈક સેમિનાર રાખીએ જેથી વિદ્યાર્થીઓને લિનક્સ અંગે કંઈક માહિતી મળે.

છેવટે, ૦૯-૧૦-૧૦ તારીખ નક્કી થઈ. પણ, રાબેતા મુજબ સ્લાઈડ્સ વગેરે મેં આગલી રાતે જાગીને જ બનાવ્યું. સ્લાઈડ્સ ટૂંક સમયમાં મારા જીટહબ – ટોક – પાનાં પર મૂકવામાં આવશે (સુધારા, વધારા સાથે). નક્કી કરેલા સમય ૫.૪૫એ બસ સ્ટેન્ડ પર પહોંચ્યો (કેવી રીતે પહોંચ્યો, એ અલગ વાર્તા છે). ૭.૩૦ જેવાં કોલેજ પહોંચ્યા, બધા જોડે પરિચય કર્યો અને ઇન્ટરનેટની સગવડ તપાસી. ચાલતુ હતું પણ પ્રોક્સીની મગજમારી. ભારતની કોલેજમાં મેનેજમેન્ટ એમ જ છે કે ઇન્ટરનેટ મર્યાદિત જ આપવું જોઈએ નહિતર છોકરાંઓ સમયનો બગાડ કરે. પ્રોક્સી એવું વિચિત્ર નીકળ્યું કે હું apt-get નો જાદુ ન બતાવી શક્યો.

ચા-નાસ્તા પછી લગભાગ ૯.૧૫ જેવો સેમિનાર ચાલુ થયો. બૂકે આપીને મારુ સ્વાગત કરવામાં આવ્યું જેનાથી મને બહુ ફોર્મલ લાગણીઓ થઈ (કફ, કફ). મારું પહેલું પ્રેઝન્ટેશન બોરિગ હતું, બોરિંગ એટલા માટે કે એમાં લિનક્સ શું છે અને તેનો ઈતિહાસ તેમજ ફ્રી સોફ્ટવેરની વાતો વધારે હતી. કેટલાય લોકોને મેં બગાસા ખાતા જોયા. એ પહેલાં શરુઆત જોકે Truth Happens મુવીથી કરી એટલે થોડોક રસ પડ્યો હોય એમ લાગ્યુ.

બીજું સેશન મોટાભાગે લિનક્સનાં કાર્યક્રમો વિશેનો હતો અને એમાં મેં સ્લાઈડ્સની જગ્યાએ પ્રેક્ટિકલ ઉદાહરણો પર વધારે ભાર મૂક્યો. પ્રોજેક્ટ મેનેજમેન્ટ (એટલે કે વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ કેવી રીતે બનાવે છે અને કેવી રીતે એકબીજાની આવૃત્તિમાં ફેરફાર કરે છે) એ ઉદાહરણમાં બધાંને મજા આવી હોય તેમ લાગ્યું. અને સૌથી વધુ મજા gource ના લાઈવ ડેમોમાં આવી.

મેં ગ્રેસ હોપરથી માંડીને ગીટ સુધીની વાર્તાઓ કહી. સેશન પૂરી થયા પછી તાળીઓ બહુ પડી, મને જલ્દી જવાનું કહ્યું કે પછી બધાને બહુ મજા આવી એ વાત મને અત્યારે ખબર પડી. કારણ કે, બે વિદ્યાર્થીઓનાં ઈમેલ આવ્યા કે સેશન સારુ હતું. થોડાક સૂચનો પણ મળ્યાં.

આવતી વખતે,
૧. એક કે બે દિવસનો વર્કશોપ.
૨. ખેરવા લિનક્સ યુઝર ગ્રુપની સ્થાપના?
૩. બરોબર તૈયારી 🙂

સોરી. નો પિક્ચર્સ અત્યારે. અનિલભાઈ (ફેકલ્ટી) મને ઈમેલ કરે ત્યારે આ પોસ્ટ ફરી અપડેટ કરીશ.

આખરે, ચિત્રો હાજર છે. અનિલભાઈનો આભાર.

અને છેલ્લે, મેન્ડેટરી સેલ્ફ પિક્ચર તો ખરું જ…

Advertisements

One thought on “સેમિનાર @ બી. એસ. પટેલ પોલિટેકનિક, ખેરવા

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.