પાલનપુરની મુલાકાત..

* ગઈકાલે ઘણાં સમય પછી પાલનપુર જઈ આવ્યો. દુર્ભાગ્યે, જવું પડ્યું એ પ્રસંગ સારો નહોતો. (અ)મારા ખાસ મિત્ર મનીષનાં પિતાજીનું અવસાન થયું. તારાચંદ કાકા એટલે એકદમ મજાકી, હસમુખા માણસ. હજીય માની શકતો કે આમ બની શકે છે.

દરેક મધ્યમ કદનાં શહેરની જેમ પાલનપુર પર ઘણું બદલાઈ ગયેલ છે. યુ.એસ. પીઝા દેખાયા અને મિત્રોની નવી દુકાનો બની ગઈ છે. માથામાં ધોળા વાળ દેખાય છે, અને દરેક મિત્રને એકાદ-બે ટેણિયાં છે. બધા મોટાભાગે સેટ થઈ ગયા છે. હવે દર ૧૦૦ મીટરે એક ઓળખીતું મળતું નથી. અને, મળે તો ઓળખાતું નથી.

અને, આ જ તો જીવન છે.

 

Advertisements

7 thoughts on “પાલનપુરની મુલાકાત..

 1. મરીઝદાદાની એક પંક્તિ યાદ આવી ગઈ…

  “જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
  મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.”

  Like

 2. “હવે દર ૧૦૦ મીટરે એક ઓળખીતું મળતું નથી. અને, મળે તો ઓળખાતું નથી.” – well said! fitting comment by Sakshar too!

  કદાચ મારો આ શેર પણ લાગુ પાડી શકાય કે
  “મળ્યા કરશું તો યાદ રહેશું પરસ્પર, નહિતર ફરી ક્યાંક મળીશું અજાણ્યાં”
  http://sites.google.com/site/shabdsathe/gazal/ajanya

  Like

 3. તો આ છે ,આધુનિક જીવન ની સચ્ચાઈ….!! વિકાસ માટે આગળ વધ્યા તો, પોતાના ઘણા પાછળ છૂટી ગયા…!! કોમ્પ્યુટર ના કી-પેડ વાપરવામાં, જૂની ઓળખાણો “ડીલીટ” થઇ ગઈ….

  Like

 4. “હવે દર ૧૦૦ મીટરે એક ઓળખીતું મળતું નથી. અને, મળે તો ઓળખાતું નથી.”

  વર્ષો પછી જૂની કોલેજમાં ગયો ત્યારે આ જ અનુભવ હતો. એક સમયે કોલેજમાં દર થોડા ડગલે હાથ ઉંચો કરનારા, ને શું ચાલે છે જેપી પૂછનારા બધા ક્યાં ગયા? વિદ્યાર્થીઓ તો બધા બદલાઈ ગયા, પ્રોફેસરો અને પ્રિન્સિપાલ પણ બદલાઈ ગયા. અહીં તો જે દિવાલો પર મારું નામ લખાતું હતું એ દિવાલો પણ મને ભૂલી ગઈ હોય એવું લાગ્યું. બધું નિત્ય હોય છે અને બધું અનિત્ય હોય છે.

  Like

 5. મારા પોતાના શહેરમાં જઈને આવ્યો,
  જાણ્યું પણ એકદમ અજાણ્યું લાગ્યું..
  મારા પોતાના વતનમાં જઈ ચઢ્યો ,
  ફીરન્ગીઓની જેમ બીજી વસાહતમાં જી ચઢ્યો.
  વતનમાં ઘણા સમયે જઈએ ત્યારે એકદમ નવું જ લાગે છે.

  Like

 6. hello kartikbhai I know you by your site Ihave a friend manish thakker at ddit nadiad is he one you are talking about let me know thanks dr rajnikant patel

  Like

 7. હું ઘણા વખતથી મારે ગામ નથી ગયો. પણ સમાચાર મળતા રહે છે કે: હવે બધું બદલાઈ ગયું છે.
  જઈશ ત્યારે જરૂર જોવા મળશે કે ન બદલાવા જેવું પણ બદલાઈ ગયું છે!

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s