સુખ-સુખમાં ફરક છે..

* શિશિરભાઈ લખે છે કે,

પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીએ જાર, ત્રીજું સુખ તે કહ્યાગરી નાર અને ચોથું સુખ તે ભોજનમાં કંસાર.

* ગઈકાલના (રવિવારના) દિ.ભા.માં, સમુદ્ર મંથન લેખમાળામાં વિદ્યુત જોષી લખે છે,

પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘરે દીકરા, ત્રીજું સુખ તે કુળવંતી નાર અને ચોથું સુખ તે કોઠીએ જાર.

*જ્યારે ગુજરાતીલેક્સિકોન પર (પહેલી વ્યાખ્યા સિવાય),

પહેલું સુખ તે જાતે નરો, બીજું સુખ જે ઘરમાં વરો, ત્રીજું સુખ જે પડોશી ચાર, ચોથું સુખ જે ગુણવંતી નાર

તો કયુ સુખ સાચું? 😉

મને યાદ છે ત્યાં સુધી આવી રીતે દુ:ખની કહેવત પણ હતી,

પહેલું દુ:ખ તે આંગણે તાડ, બીજુ દુ:ખ તે પડોશી લબાડ, ત્રીજુ દુ:ખ તે વાંસામાં ચાંદુ, ચોથું દુ:ખ તે બૈરું માંદુ.

જ્યારે ગુજરાતી લેક્સિકોન પ્રમાણે,

પહેલું દુખ જે બારણે તાર, બીજું દુખ જે પડોશી ચાર, ત્રીજું દુખ જે પૂંઠે ચાંદું, ચોથું દુખ જે બૈરું માંદું

પહેલી કહેવત એક વખત બધા ભેગા થયેલા ત્યારે કોઈ બોલેલું (કદાચ મારા સસરા?). પડોશી ચાર હોય એ સુખ પણ હોય અને દુ:ખ પણ? અને હા, સગવડ અને તમારા નસીબ પ્રમાણે તમે ઉપરની વ્યાખ્યા આગળ-પાછળ કરી શકો છો 🙂

નોંધ – દુર્ભાગ્યે, દિ.ભા. નો આ લેખ હજી વેબસાઈટ પર પ્રકાશિત કરાયો નથી. જ્યારે ગુજરાતીલેક્સિકોનમાં શોધ પરિણામ કડી તરીકે મોકલી શકાતું નથી (એટલે કે પહેલાં આ સગવડ હતી, પણ..)

આજની કડીઓ..

.. એટલે કે લિંક્સ.

એમ તો આ લેખો મારા ગુગલ રીડર વડે વહેંચેલા જ છે, છતાંય..

૧. તમારો હોબાળો એ ઘોંઘાટ જ છે. આપણા ગુજરાતી બ્લોગ-જગતને સરસ રીતે લાગુ પડે છે. અને હા, Seth Godin નો બ્લોગ તમારી યાદીમાં ઉમેરી દેજો.

૨. ઘમાસાન – ગુજરાતી શબ્દ છે?

૩. મુંબઈમાં યુવા ત્રિપુટીની બિલ્ડરો સામે નો ડીલ ઝુંબેશ – આપણે આવું જ કરવું જોઈએ. બિલ્ડરો અને તેમને લોન આપવા વાળી કંપનીઓ ભેગા મળીને ઘર લેવું એ સ્વપ્ન નહી પણ દુસ્વપ્ન બનાવી રહ્યા છે..

અપડેટ્સ

.. એટલે કે આજ-કાલ શું ચાલે છે?

– ગુરુ અને શુક્રવારે રજા હતી. મંગળવારે જ ખબર પડી કે અમેરિકામાં થેન્ક્સ ગિવિંગ ડે અને ડે આફ્ટર થેન્ક્સ ગિવિંગ ડે જેવી રજાઓ હોય છે. જોકે આપણે તો રાબેતા મુજબ કોમ્પ્યુટરને છોડી શકીએ? પાંચ દિવસમાં પહેલી વાર બહાર નીકળવાનો મોકો છેક શુક્રવારે આવ્યો, એ પણ બેંકની ડફોળાઈને કારણે.

ડેબિયનનું ખાસ્સુ એવું કામ બાકી હતું તે પૂરુ કર્યું.

– ઠંંડી પડે છે એટલે હવે સ્વેટર, મોજાં વગેરે લાવવાના છે. પેલું તિબેટીઅન માર્કેટ આવ્યું હોય તો જણાવવા વિનંતી.

– કવિનની વાતો અને મસ્તી દિવસે દિવસે વધતાં જાય છે. મારા ડાયલોગ્સ હવે તે નકલ કરે છે, એટલે તેની સામે સંભાળીને બોલવું પડે છે. હવે બહાર રમવા જાય છે, એટલે અમદાવાદી ભાષા અને લોકોની અસર આવી રહી છે.

ચાલો ત્યારે ન્હાવાનું બાકી છે, અને ન્હાવા બેસ એવી બૂમો પડી રહી છે..

આજની કડી

* એટલે કે લિંક…

તહેલકાનો આ લેખ.

ઠંડી

* આટલી ઠંડી પડે એટલે કંઈ બ્લોગ પોસ્ટ લખી શકાય? અત્યારે તો શાલ ઓઢીને બેઠો છું, ઠંડી ઓછી થતાં ફરી મળીશું.

ત્યાં સુધી નવાં-નવાં સ્કેમ ઉર્ફે કૌભાંડોની મજા માણો.

વિકિપીડિયા મીટઅપ અમદાવાદ – ૧ – રીપોર્ટ

* તો હાજર છે, વિકિપીડિયા મીટઅપ અમદાવાદ – ૧ નો રીપોર્ટ ઉર્ફે અહેવાલ.

લગભગ ૨.૫૦ જેવો સેપ્ટ પહોંચ્યો અને દરવાજા આગળ જ અનિરુધ્ધ મને વિકિમીટઅપનાં પોસ્ટર લગાવતાં મળી ગયા. એકાદ સેલોટેપ મારી મેં પણ મારું યોગદાન આપ્યું. મીટિંગ અમે સેપ્ટની ફેમસ નોર્થ લોનમાં રાખેલી. ઉભા-ઉભા જ એકબીજાનો પરિચય લીધો અને પછી થાક લાગતાં બધાં લોનમાં બેસી ગયા. અનિરુધ્ધે વિકિપીડિયા શું છે અને તેનો નાનકડો ઈતિહાસ રજૂ કર્યો. આ હજી ચાલતું હતું ને ડી.એન.એ.માંથી ફોટોગ્રાફર આવ્યો અને બધાંને અસ્ત-વ્યસ્ત કરી દીધાં. અને પછી, નોર્થ લોનની જગ્યાએ અંદર જગ્યા મળી. સમય, સામ્યક, જયદીપભાઈ, અમિત પંચાલ અને બીજાં અનેક ઓળખીતા લોકો મળ્યાં. અત્યાર સુધી ફોન-નેટ પર મળેલ અરવિંદ પટનાયક અને આશિષસિંહ ભાટીયા (લેક્ચરર, ચૌધરી ટેકનિકલ, ગાંધીનગર) ને પ્રથમ વખત રુબરુ મળ્યો.

અનિરુધ્ધે લોકોનાં પ્રશ્નોનાં એકદમ વ્યવસ્થિત જવાબ આપ્યા. ખાસ કરીને શા માટે વિકિપીડિયા પર પ્રમોશન અને એડ્વર્ટાઇઝ્મેન્ટ લાગે તેવા લેખો સ્વીકારાતાં નથી અને કેવા પ્રકારનાં લેખ લખવાં જોઈએ તેની વિગતે ચર્ચા થઈ.

કોલ્ડ ડ્રિન્ક હતું પણ અમારો વધુ રસ લોકો જોડે વાતો કરવામાં અને કઈ રીતે અમદાવાદમાં વધુ યોગદાન આપતાં લોકો મેળવી શકાય તેના પર હતું. અમદાવાદનું મેઈલિંગ લિસ્ટ શરુ કરવાનું છે. બીજાં શું કાર્યક્રમો કરી શકાય તેના પર પણ ચર્ચા થઈ પણ અહીં ખાટલે મોટી એ ખોડ છે કે મોટાભાગનાં લોકોએ વિકિપીડિયામાં ક્યારેક કંઈ ફેરફાર કર્યો નથી (મારો પણ સમાવેશ કરવો, કારણ કે મારું યોગદાન નગણ્ય જ છે). કદાચ આવી વધુ મીટિંગ પછી આપણે થોડાં લોકો મેળવી શકીશું.

અને છેલ્લે પેલું વોલ-પોસ્ટર.

પછી, સામ્યક જોડે ઘરે આવ્યો. ચા-પાણી કરતાં વધુ રસપ્રદ ચર્ચાઓ થઈ અને બીબીસી માઈક્રોની યાદગીરીઓ તાજી થઈ ગઈ.

ટૂંકમાં, રવિવાર રસપ્રદ રહ્યો!!

થેન્ક્સ..

* થેન્ક્સ ટુ ગુજરાત હાઈકોર્ટ!!

.. અને પાર્કિંગ વગરનાં બિલ્ડિંગમાં સપડાયેલી દુકાનોને અંગૂઠો.

વિકિપીડિયા મીટઅપ અમદાવાદ -૧

* છેવટે, આ ૨૧મીએ બધું પાર પડે તો, તમે અમદાવાદની પ્રથમ વિકિપીડિયા મીટઅપમાં આવી શકો છો. થેન્ક્સ ટુ નેત્રા અને અનિરુધ્ધ.

જુઓ – https://secure.wikimedia.org/wikipedia/en/wiki/Wikipedia:Meetup/Ahmedabad/Ahmedabad1

તો, ત્યાં મળીએ. જોકે, જગ્યા હજુ નક્કી કરવાની બાકી છે. કદાચ સૌથી મોટી મુશ્કેલી એ છે..

અપડેટ: શુભ સ્થળ – CEPT, યુનિવર્સિટી રોડ – રાખેલ છે.

દિવાળીની બક્ષિસ

* દિવાળી ગઈને ઘરમાં પડેલું ચવાણું-મિઠાઇ પણ વાસી થઈ ગયાં હશે (જો બચ્યાં હશે તો..). પણ, હજી બક્ષિસ માગવાનો દોર વાસી થયો નથી. આજે એક પોસ્ટ આવી અને એ કાકાએ બક્ષિસ માંગી. મેં કહ્યું, હમણાં પરમ દિવસે જ એક જણને આપી. તેણે કહ્યું એ તો સ્પિડ પોસ્ટ હતી, આ પોસ્ટ છે. તમારે આપવું હોય તો આપો, આ તો તમને પાછળથી તકલીફ ન પડે એટલે…

એટલે હજી અલગ-અલગ કંપનીઓનાં કુરિયર્સ માટે અલગ બજેટ ફાળવવું પડશે.

અને, તે પોસ્ટ ફાલતુ એડ્વર્ટાઇઝ્મેન્ટ નીકળી 😀

અપડેટ: હજી આ પોસ્ટ લખીને, FedEx વાળો The Linux Programming Interface લઈને આવ્યો. No Starch એ રીવ્યુ કોપી મોકલી છે. પંદરસો પાનાંનું દળદાર પુસ્તક. એકાદ-બે મહિના સુધી પુસ્તકની શાંતિ, પછી મોટ્ટી પોસ્ટ પાકી.

૭૦

* ના. મને ૭૦ વર્ષો નથી થયા કે ૭૦ કરોડની લોટરી નથી લાગી. પણ, જીવનમાં પ્રથમવાર વજન ૭૦ અપ પહોંચ્યુ છે. થેન્ક્સ ટુ દિવાળીની કાજુ-કતરીઓ અને ચોકલેટ્સ. થેન્કસ ટુ મુંબઈ જ્યાં અમારે કવિનનો કકળાટ ઓછો સહન કરવાનો આવ્યો. કવિનના દાદા-દાદીનું વજન ઓછું થયું જ હશે.

કાર્તિક. અલ્યા, દોડ હવે. પેલું દોડવાનું શરુ કરેલ તેનું શું થયું??