નવા વર્ષ – સંકલ્પો, ઈચ્છાઓ અને યોજનાઓ..

૧. આવાં સંકલ્પો ન કરવા કારણ કે, એ તમને તમે ક્યાં છો એ બીજા સામે બતાવી દે છે.

૨. ઈચ્છાધારી નાગિનનાં મુવીઝ ન જોવા.

૩. નવો ફોન ન લેવો.

૪. જમવાનું બનાવવાનું શીખવું. એટલિસ્ટ, ખીચડી, દાળ-ભાત, મેગી અને પાસ્તા (છેલ્લી બે વસ્તુઓ અમને બૌ ભાવે).

૫. સ્વાભાવિક રીતે – ડેબિયન, વિકિપીડિયા અને બીજા ઓપનસોર્સ પ્રોજેક્ટમાં પૂરતું યોગદાન આપવું.

૬. અમદાવાદમાં જેમ બને તેમ વધુ જગ્યાઓએ ફરવું. કદાચ આવતી સાલ અમે અહીં ન પણ હોઈએ 😀

૭. ફેસબુક, ટ્વિટરમાં સમય ઓછો પસાર કરવો.

૮. કોમ્પ્યુટર સામે ઓછો પણ પ્રોડક્ટિવ સમય ગુજારવો.

૯. બજેટ ઉર્ફે ફાયનાન્સિઅલ પ્લાનિંગ જેવી કંઈ વસ્તુ છે તે સમજવી.

૧૦. વધુ સંકલ્પો ન કરવા.

8 thoughts on “નવા વર્ષ – સંકલ્પો, ઈચ્છાઓ અને યોજનાઓ..

  1. તમારા સંકલ્પો પર મારી ટિપ્પણી :

    3. નવો ફોન કેમ ના લેવો એ ના સમજાયું?
    4. થોડું ઘણું જમવાનું બનાવતા શીખી લેવું એ આપણા ફાયદામાં જ છે. હું હવે પછીના બે અઠવાડિયામાં થોડું શિખવાનો છું કારણ કે એના પછી ત્રણ અઠવાડિયા મારે એકલા રહેવાનું છે.
    6. અમદાવાદમાં ગાંધી આશ્રમ જોઇ લેજો. હું અમદાવાદી છું અને ગાંધી આશ્રમથી એટલો દૂર પણ રહેતો નથી તો પણ હજી સુધી ગાંધી આશ્રમ નથી જોયો. બીજું તો અમદાવાદમાં ખાસ કશું જોવા જેવું નથી.
    બાકી મોલમાં ફરવું એ હવે નવી વાત નથી રહી.
    7. આમ જોવા જઇએ તો સાચી વાત છે ફેસબુક અને ટ્વીટર સારો એવો ટાઇમ લઇ લે છે. પણ હું મોટા ભાગે ફોન પર પતાવી દઉ છું એટલે આવતા જતા સમયનો સદ્દઉપયોગ કરી લઉ છું.
    8. આ વાત એકદમ 100% સાચી છે. ઘણી વખત એમ થાય કે કોમપ્યુટર સામે કેમ બેઠો છું એ જ ખબર ના હોય તો પણ ખાલી ટાઇમ પાસ કરતા કરતા રાત અડધી નીકળી જાય. આ વિશે હું પણ સુધરવાનું વિચારુ છું. ખપ પૂરતો જ કોમપ્યુટરનો ઉપયોગ કરવો અને સમય છે તો કોમપ્યુટરનો ઉપયોગ કરીએ એવું ના કરવું.
    9. જીંદગી આપણને અમુક વસ્તુઓનો અહેસાસ બહુ ખરાબ રીતે કરાવે છે. મને પણ આવો જ કોઇક અનૂભવ થયો હતો અને હું થોડો સુધરી ગયો હવે તમે પણ સંભાળી લો. 🙂

    મારી બીજી પણ એક ઇચ્છા છે કે મારે મારા માટે સમય કાઢવો. એવો સમય જેમાં હું મારી સાથે એકલો જ હોઉ અને બીજી કોઇ દખલગીરી ના હોય. લગ્ન થયા પછી આવો સમય સ્વપ્ન સમાન છે પણ જ્યારે હું સિંગાપોરમાં એકલો હોઉ છું ત્યારે આવો સમય હું કાઢી લઉ છું.

    અંતે, નવા વર્ષમાં તમારો સંકલ્પોની પૂર્તિ થાય એ માટે શુભેચ્છાઓ.

    Like

  2. -ફેસબુક, ટ્વિટરમાં સમય ઓછો પસાર કરવો.

    આ બહુ મહત્વની વાત છે. લોકો અમથા કલાકો ને કલાકો બગાડી દે છે. અને આનું રિયલાઈઝેશન થશે, લોકો ઉબઈ જશે, ત્યારે આ બબલ્સ ફૂટવાના છે.

    -કોમ્પ્યુટર સામે ઓછો પણ પ્રોડક્ટિવ સમય ગુજારવો.

    બહુ જ યોગ્ય વાત. મને પણ આવું જ રિયલાઈઝેશન થઈ રહ્યું છે.

    Like

  3. ફેસબુક, ટ્વિટરમાં સમય ઓછો પસાર કરવો.

    અહિયાં ખબર નથી પડતી કે આપનો સમય ક્યાં પસાર થઇ જાય છે..

    નવા વર્ષ માં ખુબ પ્રગતિ કરો એવી મારી શુભેચ્છાઓ !! 🙂

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.