સુખ-સુખમાં ફરક છે..

* શિશિરભાઈ લખે છે કે,

પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીએ જાર, ત્રીજું સુખ તે કહ્યાગરી નાર અને ચોથું સુખ તે ભોજનમાં કંસાર.

* ગઈકાલના (રવિવારના) દિ.ભા.માં, સમુદ્ર મંથન લેખમાળામાં વિદ્યુત જોષી લખે છે,

પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘરે દીકરા, ત્રીજું સુખ તે કુળવંતી નાર અને ચોથું સુખ તે કોઠીએ જાર.

*જ્યારે ગુજરાતીલેક્સિકોન પર (પહેલી વ્યાખ્યા સિવાય),

પહેલું સુખ તે જાતે નરો, બીજું સુખ જે ઘરમાં વરો, ત્રીજું સુખ જે પડોશી ચાર, ચોથું સુખ જે ગુણવંતી નાર

તો કયુ સુખ સાચું? 😉

મને યાદ છે ત્યાં સુધી આવી રીતે દુ:ખની કહેવત પણ હતી,

પહેલું દુ:ખ તે આંગણે તાડ, બીજુ દુ:ખ તે પડોશી લબાડ, ત્રીજુ દુ:ખ તે વાંસામાં ચાંદુ, ચોથું દુ:ખ તે બૈરું માંદુ.

જ્યારે ગુજરાતી લેક્સિકોન પ્રમાણે,

પહેલું દુખ જે બારણે તાર, બીજું દુખ જે પડોશી ચાર, ત્રીજું દુખ જે પૂંઠે ચાંદું, ચોથું દુખ જે બૈરું માંદું

પહેલી કહેવત એક વખત બધા ભેગા થયેલા ત્યારે કોઈ બોલેલું (કદાચ મારા સસરા?). પડોશી ચાર હોય એ સુખ પણ હોય અને દુ:ખ પણ? અને હા, સગવડ અને તમારા નસીબ પ્રમાણે તમે ઉપરની વ્યાખ્યા આગળ-પાછળ કરી શકો છો 🙂

નોંધ – દુર્ભાગ્યે, દિ.ભા. નો આ લેખ હજી વેબસાઈટ પર પ્રકાશિત કરાયો નથી. જ્યારે ગુજરાતીલેક્સિકોનમાં શોધ પરિણામ કડી તરીકે મોકલી શકાતું નથી (એટલે કે પહેલાં આ સગવડ હતી, પણ..)

Advertisements

7 thoughts on “સુખ-સુખમાં ફરક છે..

 1. ભાઈ…સુખ અને દુઃખ તો મન ના કારણ છે….બાકી સ્થિતિ તો સરખી જ હોય છે…
  “જો મનમાં રાખો ગોકુળિયું અને મથુરા, તો સુખ દુઃખ માત્ર રસ્તા ના પથરા…!!!”

  Like

 2. પહેલું દુખ જે બારણે તાર, બીજું દુખ જે પડોશી ચાર, ત્રીજું દુખ જે પૂંઠે ચાંદું, ચોથું દુખ જે બૈરું માંદું

  AA jordar chhe.

  3rd and 4th bahu j gudh chhe. hamajnaar j hamje.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s