ACMA IT પ્રદર્શન

* ગઈકાલે સાંજે અત્યંત કંટાળો આવતાં, અહીં AES મેદાન ખાતે આવેલ ACMA IT પ્રદર્શન (એટલે કે એક્સપો)માં જઈ આવ્યો. પહેલાં તો તેને એક્મા હાર્ડવેર પ્રદર્શન કહેવું જોઈએ. પણ, દર વખત કરતાં આ વખતે વધુ સ્ટોલ (અને કદાચ વધુ સારી કંપનીઓ) મેદાનમાં હતા. અમદાવાદમાં આઈટીનો વિકાસ ચોક્કસ વધ્યો છે, પણ હજી એ આઈટી જાયન્ટ કંપનીઓ એક્સપોમાં આવે તે દિવસો નથી આવ્યા. જો તમારે સસ્તી પેન ડ્રાઈવ, સીડી, માઉસપેડ (હું એક સરસ માઉસપેડ લાવ્યો), સ્પાઈકગાર્ડ (જેની જોડે જેમ્સ બોન્ડની બે ઓરીજીનલ ડીવીડી ફ્રી આવી) વગેરે લેવું હોય તો ઉત્તમ સ્થળ છે. પબ્લિક પણ સારી એવી હતી. કદાચ શનિ-રવિ વધુ ભીડ હોઈ શકે છે. એસી વાળું પેવેલિયન જોકે ખાલી-ખાલી લાગ્યું (કદાચ એ કોર્પોરેટ જગત અને મોટી કંપનીઓ માટે હતું).

સ્થળ: AES મેદાન, હેલ્મેટ સર્કલ પાસે.
તારીખ: ૧૭-૧૮-૧૯-૨૦ ડિસેમ્બર, ૨૦૧૦.

19 thoughts on “ACMA IT પ્રદર્શન

    1. સોરી. તમારો સ્ટોલ તમને મુબારક.

      તમે તો અત્યારે ઘરાક શોધો, ભગવાનની વાત પછી કરજો..

      Like

    1. તમે પરથી તું. જરાય તમીઝ નથી? નંબર એટલા માટે પુછતો હતો કે કદાચ કાલે કે સોમવારે જવાનું થાય. બાકી, તમને મળવામાં મને જરાય રસ કે ઈચ્છા નથી. હા, દૂરથી જોવામાં રસ ખરો કે તમે કેવા દેખાઓ છો..

      Like

          1. દુકાનમાં ધ્યાન આપો. સ્ટોલના પૈસા (જો હોય તો) ભરવાના ફાંફા પડશે.

            હા, હવે આ વિષય પર કોમેન્ટની જરુર નથી.

            આભાર.

            Like

            1. કાર્તિકભાઇ , ‘માનવ’તા માંથી દાનવતા એ આને કહેવાય😉

              Like

    1. એક્માની શોપિંગ? મજા નહી આવે. માઉસપેડ અને સ્પાઈક ગાર્ડ.

      હા. આજની શોપિંગ મારી નથી. મારી વાઈફની છે. જેનાં ફોટા અપલોડ કરવાની પરવાનગી મને નથી😀 હા. નવાં જૂતાં મસ્ત નાઈકીનાં સ્પેશિઅલ છે. ક્યારેક બહાર ફરવા જઈએ ત્યારના ફોટા જોઈ લેજો.

      Like

    1. હા. લેપટોપ પર લાંબો સમય મને ટ્રેકપેડથી નથી ફાવતું (અને, લેપટોપનું કી-બોર્ડ પણ). આ માઉસપેડ પામ-રેસ્ટ વાળું છે, એટલે સારુ રહે છે..

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s