ACMA IT પ્રદર્શન

* ગઈકાલે સાંજે અત્યંત કંટાળો આવતાં, અહીં AES મેદાન ખાતે આવેલ ACMA IT પ્રદર્શન (એટલે કે એક્સપો)માં જઈ આવ્યો. પહેલાં તો તેને એક્મા હાર્ડવેર પ્રદર્શન કહેવું જોઈએ. પણ, દર વખત કરતાં આ વખતે વધુ સ્ટોલ (અને કદાચ વધુ સારી કંપનીઓ) મેદાનમાં હતા. અમદાવાદમાં આઈટીનો વિકાસ ચોક્કસ વધ્યો છે, પણ હજી એ આઈટી જાયન્ટ કંપનીઓ એક્સપોમાં આવે તે દિવસો નથી આવ્યા. જો તમારે સસ્તી પેન ડ્રાઈવ, સીડી, માઉસપેડ (હું એક સરસ માઉસપેડ લાવ્યો), સ્પાઈકગાર્ડ (જેની જોડે જેમ્સ બોન્ડની બે ઓરીજીનલ ડીવીડી ફ્રી આવી) વગેરે લેવું હોય તો ઉત્તમ સ્થળ છે. પબ્લિક પણ સારી એવી હતી. કદાચ શનિ-રવિ વધુ ભીડ હોઈ શકે છે. એસી વાળું પેવેલિયન જોકે ખાલી-ખાલી લાગ્યું (કદાચ એ કોર્પોરેટ જગત અને મોટી કંપનીઓ માટે હતું).

સ્થળ: AES મેદાન, હેલ્મેટ સર્કલ પાસે.
તારીખ: ૧૭-૧૮-૧૯-૨૦ ડિસેમ્બર, ૨૦૧૦.

19 thoughts on “ACMA IT પ્રદર્શન

    1. તમે પરથી તું. જરાય તમીઝ નથી? નંબર એટલા માટે પુછતો હતો કે કદાચ કાલે કે સોમવારે જવાનું થાય. બાકી, તમને મળવામાં મને જરાય રસ કે ઈચ્છા નથી. હા, દૂરથી જોવામાં રસ ખરો કે તમે કેવા દેખાઓ છો..

      Like

    1. એક્માની શોપિંગ? મજા નહી આવે. માઉસપેડ અને સ્પાઈક ગાર્ડ.

      હા. આજની શોપિંગ મારી નથી. મારી વાઈફની છે. જેનાં ફોટા અપલોડ કરવાની પરવાનગી મને નથી 😀 હા. નવાં જૂતાં મસ્ત નાઈકીનાં સ્પેશિઅલ છે. ક્યારેક બહાર ફરવા જઈએ ત્યારના ફોટા જોઈ લેજો.

      Like

    1. હા. લેપટોપ પર લાંબો સમય મને ટ્રેકપેડથી નથી ફાવતું (અને, લેપટોપનું કી-બોર્ડ પણ). આ માઉસપેડ પામ-રેસ્ટ વાળું છે, એટલે સારુ રહે છે..

      Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.