સુંદરકાંડ

* ખરેખર, કાર્તિક અને સુંદરકાંડ? હા. ગઈકાલે રાત્રે અમારા બ્લોકમાં સુંદરકાંડનો પાઠ હતો. કવિન તો ઓલરેડી ઉપર ધાબા પર ધમાલ કરતો જ હતો. થોડીવાર પછી જમીને અમે પણ થોડો લાભ લેવા ગયા. થોડીવારમાં જ કવિનની મસ્તી વધી ગઈ એટલે કોકી-કવિન પાછાં ઘરે ગયા અને જીવનમાં પહેલીવાર હું સુંદરકાંડને સમજવા બેઠો. કમનસીબે, કવિન પાછો આવ્યો અને મારે તેને પકડવા જવું પડ્યું. (ધાબાની પાળી બહુ નાની છે. અમદાવાદનાં ૨૦-૨૫ વર્ષ જુનાં ફ્લેટ્સની ખાસિયત) અને આમ, મારા પ્રથમ સુંદરકાંડ શ્રવણનો અસુંદર અંત આવ્યો..

7 thoughts on “સુંદરકાંડ

  1. આખું રામાયણ ગાઈને ફેમસ બાપુઓ બહુ રૂપિયા કમાય છે.એટલે થોડા ઘણા લોકોને આખું નહિ પણ એક સુંદરકાંડ ગાઈને રૂપિયા કમાઈ લેવા હોય છે.હવે એક સુંદરકાંડ થી પતતું હોય તો આખું શીદને ગાવું?બહુ આયોજન પણ ના જોઈએ.વડોદરાના ગરબા ગાયક અતુલ પુરોહિત નવરાત્રી સિવાય સુંદરકાંડ ગાઈને પૈસા કમાય છે.હવે તો સુંદરકાંડ ગવાવાલાઓનો રાફડો ફાટ્યો છે.

    Like

  2. ફરી ક્યારેક સુંદરકાંડ સાંભળજો/વાંચજો. ગુજરાતીમાં પણ અર્થ ઘણી પુસ્તિકા/પુસ્તકોમાં આપેલા હોય છે.

    Like

  3. Bhupendrasinh Raol
    આપને રામાયણ અને સુંદરકાંડ વચ્ચે નો તફાવત કદાચ ખબર નથી

    સુંદરકાંડ એ રામાયણ નો એક અંશ છે. જો કે રામાયણ એ શ્રી રામ અને તેમના કુટુંબ પર આધારિત છે, અને સુંદરકાંડ એ મહદઅંશે લંકામાં હનુમાનજીના પરાક્રમો પર આધારિત છે. એ બંને ના પઠન માં ખાસ્સો ફર્ક છે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s