ફિલમ: તીસ માર ખાઁ

* આજની બોરિંગ સવારે વિચાર આવ્યો કે શીલા કી જવાની ગીત મોટા પડદે જોવું જોઈએ એટલે અમે આજે પહેલી વાર પીવીઆરની ટીકીટ(સ) લઈને તીસ માર ખાઁ જોવા ગયા. પીવીઆરનું ઓનલાઈન બુકિંગ બીગ સિનેમા કરતાં સારું છે. (બીગ સિનેમા ઘરની સામે છે, છતાંય એક વખત ઓનલાઈન બુકિંગનો કુપ્રયત્ન કરેલો, પણ..). કવિન હવે ૩ વર્ષનો થયો છે, એટલે એક ટીકીટ વધુ લેવી પડે છે, પણ તે તેની જગ્યાએ તો હોતો જ નથી 🙂 એની વે, મુવી રીવ્યુ આગળ વાંચો.

પીવીઆર સરસ સિનેમા છે અને બહુ ભીડ પણ નહોતી. સ્ક્રિન પહેલા દિવસે માંડ ભરાયો એટલે ધ્રાસકો પડ્યો કે ફિલમ વાટ લગાવશે. અને, દુર્ભાગ્યે આ ડર સાચો પડ્યો. ફિલમની શરુઆત જ ઓકે ઓકે છે. અક્ષયકુમાર નામીચો ચોર છે (અને કેટરિના તેની ગર્લફ્રેન્ડ અને ચીપ ફિલમોમાં કામ કરે છે, શીલા કી જવાની તેનો જ ભાગ બતાવ્યુ છે). આ બાજુ ભારતનો મોટો ખજાનો દિલ્હી ટ્રેન વડે પહોંચાડવાનો છે અને તેના માટે પોલીસ બંદોબસ્ત કરે છે. તેને ચોરી શકે એવો ચોર તીસ માર ખાઁ પકડાઈને પેરિસથી વિમાનમાં અહીં લાવવામાં આવે છે, તેનું આખું દ્રશ્ય હસવાની જગ્યાએ કંઈક વિચિત્ર ફિલિંગ કરાવે છે. અક્ષયકુમારને સિયામી ટ્વિન્સ એવા જોહરી બ્રધર્સ આ ખજાનો લૂંટવાનું સોંપે છે અને અક્ષય કંઈક વિચિત્ર પ્લાન બનાવે છે કે ફિલમની શૂંટિગ દરમિયાન ટ્રેન લૂંટાઈ જાય. અક્ષય ખન્ના ઓસ્કાર ઘેલો હીરો છે તેનો અને ગામવાસીઓનો અક્ષય પોતાના પ્લાનમાં ઉપયોગ કરે છે. કેટરિના જબરજસ્ત વેડફાઈ છે. એ તો પ્રેમ-બ્રેમના સિન વગેરેમાં નથી. તેનું હિન્દી નબળું છે એ દેખાઈ જાય છે.

ટૂંકમાં, મોઝર બેયરની ૩૦ રુપિયાની સીડી પર જ જોવાય એવી ફિલમ. ડાઉનલોડ પણ ન કરતાં. શીલા કી જવાની ટીવી પર જોવું વધારે હિતાવહ છે. કવિને પાછો રંગ બતાવ્યો અને મસ્તી કાઢી. પોપકોર્ન ટબની ટોપી બનાવી તેનો ફોટો લેવાનો રહી ગયો 😦

Advertisements

7 thoughts on “ફિલમ: તીસ માર ખાઁ

 1. લાગે છે બોક્સ ઓફીસ પર શીલા બહુ જલ્દી વિધવા થવાની…

  ફન સિનેમા<બીગ સિનેમા<પીવીઆર.

  પીવીઆર માં શુક્ર શનિ રવિ ફિલ્મ જોવી ટાળવી, એક ટીકીટ ના ૨૦૦ થી ૨૫૦ રૂપિયા ચાર્જ હોય છે અને મીનીમમ ચાર્જ ૧૭૫ રૂપિયા ની આસપાસ હોય છે

  Like

 2. કાર્તિક અને કૃણાલ તમે બંન્ને “ભયાનક” સહનશક્તિ વાળા કહેવાવ કે આવા નામની “ફિલ્મુ” જોવાની હિંમત દાખવી શકો છો!

  એના કરતા અજય દેવગન વાળુ પેલુ “ટુનપુર કા સુપર હિરો” જોયુ હોય તો છોકરા દુવા તો દયે! 😉

  કૃણાલ, રૂહી “બોલીવુડ” ની આવી ઇમેજ લઈને જશે?! LoL

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.