પંચવાર્ષિક (પોસ્ટ) અહેવાલ

* આ પોસ્ટ એ આ વર્ષની છેલ્લી પોસ્ટ છે. તો થઈ જાય વર્ષ વાર પોસ્ટનું સરવૈયું.

વર્ષ – પોસ્ટની સંખ્યા
૨૦૦૬ – ૬૯
૨૦૦૭ – ૧૦૪
૨૦૦૮ – ૨૩૯ (બે ગણો ઉછાળો!)
૨૦૦૯ – ૨૧૨
૨૦૧૦ – ૨૩૨ (આ પોસ્ટની સાથે)

* નોંધપાત્ર ઘટનાઓ:

+ અત્યાર સુધી માત્ર બે જ વખત મહિનાઓના દિવસો કરતાં પોસ્ટની સંખ્યા વધુ થઈ – એપ્રિલ ૨૦૦૯ અને ફેબ્રુઆરી ૨૦૧૦.
+ સૌથી ઓછી પોસ્ટ – નવેમ્બર ૨૦૦૬ અને સપ્ટેમ્બર ૨૦૦૭.
+ ખબર નહી પણ ૨૨ જાન્યુઆરી, ૨૦૦૯ ના દિવસે સૌથી વધુ વાચકો મળ્યા!!
+ સૌથી વધુ વાચકો – ઓક્ટોબર ૨૦૧૦માં, સ્વાભાવિક રીતે ૨૦૧૦માં ગુજરાતી બ્લોગવાચકોનો રાફડો.. અને વાંદરાઓ દ્રારા બ્લોગાલેખન પણ..🙂
+ વાચકોની સંખ્યાના ઉતરતા ક્રમ પ્રમાણે: ઓક્ટોબર ૨૦૧૦, માર્ચ ૨૦૧૦, ડિસેમ્બર ૨૦૧૦, ફેબ્રુઆરી ૨૦૧૦, જુલાઈ ૨૦૧૦.
+ સૌથી ઓછા વાચકો – ફેબ્રુઆરી ૨૦૦૬માં – શૂન્ય. કારણ કે એ વખતે બ્લોગ હતો જ નહી. માત્ર હેલ્લો વર્લ્ડ હતુ. કદાચ એક અંગ્રેજી પોસ્ટ લખી હતી જે પછી કાઢી નાખી હતી.
+ સ્પામની વાત કરીએ તો વર્ડપ્રેસની એન્ટિસ્પામ સેવા (અકિસ્મેત) દિવસે દિવસે સરસ થાય છે. લગભગ ૯૯ ટકા ચોકસાઈ. જોકે સપ્ટેમ્બર, ઓક્ટોબર ૨૦૦૮ દરમિયાન સ્પામ આક્રમણ થયેલું અને કુલ સ્પામના ૩૦ ટકા એ બે મહિનાઓમાં હતા. અત્યારે શાંતિ છે🙂

૨૦૦૬માં જ્યારે (ગુજરાતી) બ્લોગિંગ ચાલુ કરેલ ત્યારે મહિને ત્રણ-ચાર વખત પોસ્ટિંગ થતું હતું. કદાચ કૉમ્પ્યુટર ૨૪ કલાક જોડે ન હોવાથી એવું બનતું. ૨૦૦૮ પછી હવે ગુજરાતી બ્લોગ-જગત ઘણું વ્યાપ બન્યું છે. સરળ રીતે ગુજરાતીમાં લખી શકવાનું, સસ્તાં ઈન્ટરનેટ અને કૉમ્પ્યુટરની લોકો સુધી પહોંચના કારણે જ આ શક્ય બન્યું છે. આમાં તો આપણે – થેન્ક્સ ટુ ટેક્નોલૉજી, યુનિકોડ અને વર્ડપ્રેસ – જ કહેવું પડે.

તો, નવાં વર્ષમાં મળીશું..

4 thoughts on “પંચવાર્ષિક (પોસ્ટ) અહેવાલ

    1. થેન્કસ હર્ષદ-માધવજી. પણ, મહેરબાની કરી દરેક કોમેન્ટમાં તમારા બ્લોગનું યુઆરએલ ન મૂકો. એ માટે અલગથી ફિલ્ડ હોય છે જ.

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s