દ્રુપલ 7 રીલીઝ પાર્ટી અને વધુ અપડેટ્સ

* દ્રુપલ 7 રીલીઝ પાર્ટીમાં જઈ આવ્યો. સિજનેક્સ ખાતે સરસ એવું આયોજન હતું. દુર્ભાગ્યે, મારું આયોજન કંઈક ખોટું હતું, ગ્રુપ ફોટો અને કેક ચૂકી જવાઈ અને 9 વાગ્યાની ટ્રેન લગભગ ચૂકી જવાય તેવી સ્થિતિ સર્જાઈ 🙂 એક વચન કે મારું વર્ષો જુનું દ્રુપલ.ઓર્ગ ખાતું ચાલુ કરીશ અને ગુજરાતી ભાષાંતર પર કામ કરીશ. બરોબર?

પાર્ટી અને મને ગેસ્ટ ઓફ ઓનર બનાવવા માટે સિજનેક્સ, ગૌરવ અને અન્ય લોકોનો આભાર. જો તમને દ્રુપલમાં રસ હોય તો, ગુજરાત દ્રુપલ યુઝર ગ્રુપમાં જોડાઈ શકો છો.

* થોડા દિવસ સંપૂર્ણ આરામ. વિગતે પોસ્ટ આવતા અઠવાડિયે.

* આજે કદાચ IITB જવાનો કાર્યક્રમ છે. જોઈએ છીએ હવે. અને તમે જો ડેબિયન વપરાશકર્તા હોવ તો – આ મેઈલિંગ લિસ્ટ તમારા માટે છે – ડેબિયન યુઝર ગ્રુપ – ઈન્ડિયા.

2 thoughts on “દ્રુપલ 7 રીલીઝ પાર્ટી અને વધુ અપડેટ્સ

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.