જ્યારે અમે નાના હતાં – ૧૨

* T.Y.B.Sc. પૂરુ થયું એટલે નક્કી નહોતું કે આગળ શું કરવું? ત્રણ જ વિકલ્પ હતાં – M.Sc., M.B.A., M.C.A. અને આ એમ.સી.એ.માં મને ખરેખર નહોતો ખ્યાલ કે શું ભણવાનું આવે છે. મારો ધ્યેય તો એમ.એસસી. કરીને વૈજ્ઞાનિક બનવાનો હતો. પણ, વેકેશનમાં એરિથમેટિક અને લોજીકલ રીઝનિંગ ઉપર બહુ મહેનત કરી. બે-ત્રણ પરીક્ષાઓ આપી. પણ, પરિણામ આવવાની ઘણી વાર હતીને કોઈ આશા નહોતી કે એડમિશન મળશે અને મળશે તો પેમેન્ટ સીટ પર મળશે તો ના જ પાડવાની હતી. છેવટે, વિદ્યાનગરનાં ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝીક્સમાં અમે એડમિશન લીધું. પહેલાં અમે ગુરુકુળમાં રહેવાનું નક્કી કર્યું, પણ ૫ વાગે ઉઠવાની વાત સાંભળી એટલે કોલેજની જરી-પુરાણી હોસ્ટેલમાં જતા રહ્યા. કોઈ નિયમ નહી, રેક્ટર મહિને એકાદ વખત આંટો મારે છે તેવું સાંભળ્યું હતું.

વિદ્યાનગર લગભગ એક મહિનો રહ્યો. કોલેજ સરસ રીતે ચાલી રહી હતી ને સમાચાર મળ્યા કે બીજા દિવસે એમ.બી.એ અને એમ.સી.એનું પરિણામ છે, રીનીતે રીઝલ્ટ જોઈ કહ્યું કે તું બન્નેમાં પાસ થઈ ગયો છે. મેં નક્કી કર્યું કે પહેલા એમ.બી.એ.માં પ્રયત્ન કરવો. સારી કોલેજ મળે તો ઠીક છે. એડમિશન માટે ગયા તો ખબર પડી કે છેલ્લી કોલેજનું એન.ઓ.સી (નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ) જોઈએ જ. અને, એ પણ અત્યારે જ. હવે પાલનપુર કેવી રીતે જવાય? જય ગુ.યુ. બધો પ્લાન પડતો મૂક્યો. પાછો વિદ્યાનગર ગયો અને ભણવામાં ધ્યાન આપ્યું. વિદ્યાનગર જીજ્ઞેશ હતો એટલે થોડો સમય ફર્યો. હોસ્ટેલની ફીની લાઈનમાં ઉભો હતો ત્યારે દર્શનની ઓળખાણ થઈ અને હજી સુધી અમારી મિત્રતા ચાલુ છે. ફરી પાછો એમ.સી.એ. માટે આવ્યો. સદ્ભાગ્યે, ફ્રી સીટ પર એલ.ડી.માં એડમિશન મળ્યું. ફી માત્ર ૫૦૦ રુપિયા પર સેમિસ્ટર (છોકરીઓને તો એનાથીય ઓછી).

વિદ્યાનગરથી પોટલાં સંકેલી અમદાવાદ આવ્યો. થોડા સમયની વાર હતી અને છેલ્લાં અઢી મહિનાથી ઘરે ગયો નહોતો એટલે પાલનપુર ખૂબ રખડ્યો અને પછી, કોમર્સ છ રસ્તા પર આવેલી મેવાડા હોસ્ટેલમાં અમારા ધામા થયા. હોસ્ટેલની લાઈફ અદ્ભૂત હતી. એમાંય મેવાડા હોસ્ટેલની વાતો જ ન્યારી છે. એ માટે આગલી પોસ્ટની રાહ જોવી પડશે.

5 thoughts on “જ્યારે અમે નાના હતાં – ૧૨

  1. મારે પણ આવું જ હતું .. BSC કર્યું Electronics માં પછી MSC કરવાનો ઈરાદો હતો .. કોઈક એ કીધું MCA સારું છે …ખબર નહોતી એમાં શું કરવાનું હોય છે .. વાંચ્યા વગર exam આપી અને result પણ જોવા નહોતો ગયો .. એક ફ્રેન્ડ એ કીધું કે તું પાસ થયો છે અને પછી MCA કર્યું ..

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.