DocTypeHTML5.in

* મોડો-મોડો અહેવાલ.

DocTypeHTML5 એ મજાની ઈવેન્ટ બની રહી. ખાસ કરીને અમદાવાદમાં (અને આજુ-બાજુ) રહેતાં ટેકી મિત્રોને મળવાનો સારો એવો અવસર ગણી શકાય. સચીન, વિશાલ, સમય, નિખીલ, સમ્યક, અનિલ, જીજ્ઞેશ અને છેલ્લે કિરણ (Jace) તો ખરાં જ. Jace જોડે બેંગ્લોરમાં ૪ મહિનાઓ જેવું કામ કરેલું – તે જીવનનો યાદગાર પ્રસંગ રહેશે. જૂની કંપનીઓનાં મિત્રો-સહકાર્યકરોનો પણ ભેટો થયો એટલે જૂની યાદો-ગમો પણ તાજાં પણ થયાં 😉

મેં અને જયેશભાઈ (એ.એમ.ટી.એસ.ઈન્ફો.ઈન વાળા!!)એ નક્કી કર્યું કે સાથે કોન્ફરન્સમાં જઈશું. તો સવારે થોડું મોડું થયું. ૭૨/૩ પર પહોંચ્યો, ત્યાંથી જગ્યા શોધતા વાર લાગી, પણ ત્યાં ગયા ત્યારે પબ્લિક હજી લાઈન લગાવી રજીસ્ટ્રેશન માટે બહાર જ હતી. રજીસ્ટ્રેશન સરસ રીતે હતું. તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હોય, તેનું લિસ્ટ હોય અને એક બટન પર ક્લિક કરવાનું, એટલે તમને ફૂડ કૂપન, સ્ટિકર વગેરે મળે અને અંદર જવા મળે. આ રીતનો હેતુ શું હતો એ પછી કિરણે સરસ રીતે સમજાવ્યું.

સૌપ્રથમ જી.સી.સી.આઈ.ના પરિચયનું સેશન હતું, જે બોરિંગ હતું, પણ જેમણે જગ્યા આપી, તેમનું તો કંઈ સાંભળવું પડેને? આ પછી કિરણે HTML5 નો પરિચય આપ્યો અને પોસ્ટેલના નિયમની વાત કરી. નીચે ફોટામાં તે આપેલ છે. લગભગ કોઈને આ નિયમ વિશે ખબર નહોતી.

https://secure.wikimedia.org/wikipedia/en/wiki/Robustness_principle

રાહુલ (ગોન્ઝાલ્વિસ)નું સેશન CSS3 પર હતું. જે મારો વિષય ન હતો, છતાંય મજા આવી. માઈક્રોસોફ્ટના આ.ઈ. ૯ વિશેના સેશનમાં હું છેલ્લે બેઠો હતો અને ઘરેથી આવેલ મિસકોલનો જવાબ આપતો હતો, છતાંય સેશન બેકાર અને વિન્ડોઝની વાહ, વાહ કરતું હતું. પણ, માઈક્રોસોફ્ટ સ્પોન્સર એટલે હુરિયો ન બોલાવાય. વિન્ડોઝ ૭ કંઈક અંશે સારું છે, એ તો સાચી વાત છે જ.

વચ્ચે કિરણે કોન્ફરન્સના રજીસ્ટ્રેશનનું સ્ટેટિસ્ટિક્સ બતાવ્યું. જે મુજબ ૬૦ ટકા લોકો ફાયરફોક્સ વાપરીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. લિનક્સ વાપરવા વાળા લોકો ૧૭ ટકા હતા, જ્યારે મેક વાપરવા વાળા પણ હતા. ક્રોમ અને ઓપેરા વાળી પબ્લિક પણ હતી. કોઈકે સીમન્કી બ્રાઉઝર પણ વાપર્યું હતું, પણ કોણ હતું એ મળ્યું નહી 🙂

ક્વિઝ પણ હતી, જેમાં મને એકપણ પ્રશ્નનો જવાબ ન આવડ્યો. લંચ પછી, સંજય (pad.ma સાઈટ જોવા જેવી છે!) અને ધવલનાં સેશન પણ સરસ રહ્યા. લંચ ઓકે-ઓકે હતું. કોફી બ્રેક પછી, એક્સિસિબિલીટી પર રાહુલનું સેશન એકદમ સરસ રહ્યું. માનસિક કે શારિરીક રીતે અસક્ષમ લોકો કોમ્પ્યુટરનો ઉપયોગ (કે તમારી વેબસાઈટનો) કરી શકે એ માટે શો ખ્યાલ રાખવો તેની સરસ માહિતી મળી.

ત્યારબાદ સ્પિકર પેનલ ચર્ચા હતી. જેમાં તમે ગમે તે પ્રશ્નો પૂછી શકો, પણ લોકો એવા નીકળ્યા કે SEO અને Payment Integration વિશેના પ્રશ્નો પૂછ્યાં. ઓ તારી. સુજ્ઞજનો, ખ્યાલ રાખજો – હવે પછી અમદાવાદની સોફ્ટવેર કંપનીઓની ઈજ્જત તમારા હાથમાં છે 🙂

કોન્ફરન્સની સ્લાઈડ્સ વગેરે તેની વેબસાઈટ પર મળી શકશે.

Advertisements

5 thoughts on “DocTypeHTML5.in

  1. /DocTypeHTML5 એ newbie માટે સારી ઇવેન્ટ ગણી શકાય અને તે પણ ફ્રી માં. ગુજરાતમાં પણ હવે લીનક્ષ વાપરવાવાળા લોકો વધી રહ્યા છે. (વિન્ડોજ વાપરવા વાળા અર્ધ પાગલ અને મેક વાપરવા વાળા પુરા પાગલ છે લીનક્ષ વાપરવા વાળાને ગુજરાતી કહી શકાય) કદાસ એટલેજ માઈક્રોસોફ્ટ વાળાએ આ ઇવેન્ટ સ્પોન્સર કરી હશે! જોકે તે લોકોએ i e 9 વિષે વ્યાખ્યાન આપીને વસુલી પણ કરી લીધી. GCCI એ તેનું ભાષણ ઈન્ટરનેટ જગતમાં ગુજરાતીઓ માટે શું તક છે અને તેને માટે તે લોકોએ શું પગલા લીધા તેના વિષે આપવાની જરૂર હતી નહિ કે તમે ૨૦૦૦ રૂપિયા આપીન કેવા-કેવા સાહેબો સાથે હાથ મિલાવી શકો. i e 9 ના ભાષણમાં હુરીયો તો નહતો બોલ્યો પણ એક મિત્રનો સવાલ લગભગ હુરીયા જેવો જ હતો. થેન્ક્સ કે તમે HTML5 માટે અગાવથી માહિતગર કરિયા.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.