કાંકરિયા મુલાકાત

* ગઈસાલની જેમ આ વખતે અમારે પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝુ અને ટ્રેન સવારી ચૂકી નહોતી જવી એટલે બપોરની ઊંઘને બાય-બાય કહી કાંકરિયાની મુલાકાત લીધી.

કવિનને જોકે ઝુ કરતાં જમ્પ મારવામાં વધારે રસ હતો. જેમ-તેમ પ્રાણીઓ જોયા અને સૌથી મજા જળબિલાડી, હિપ્પો અને મગરને જોવાની આવી. જળબિલાડીને નખાતી માછલીઓ કાગડાઓ કેચ કરીને લઈ જતા હતા તે જોવાની મજા અલગ જ હતી. પછી, વાંદરા વિભાગ આગળ આવ્યા ને કવિને કકળાટ શરુ કર્યો. પેલું પ્રસિધ્ધિ પામેલ જીરાફ ક્યાંય દેખાયું નહી. આવતી વખતે તેની વાત છે. પછી થોડો નાસ્તો કરીને ટ્રેન સવારી માટે ગયા તો લાંબી લાઈન હતી. બે ટ્રેન પછી અમારો વારો આવ્યો અને મજા આવી ગઈ. કવિનને પછી જમ્પ મરાવ્યા અને અમદાવાદ આઈ – બલૂન આગળ ગયા પણ કવિનની કમાન પાછી છટકી એટલે બધા કાર્યક્રમ પડતા મૂકાયા. બી.આર.ટી.એસ. પકડી શિવરંજની આવી, થોડી પેન્ડિંગ ખરીદી પતાવી અને ઘર ભેગા. થોડાક નોંધ પાત્ર મુદ્દાઓ –

૧. ઝુમાં શાહુડીઓ, કાચબાઓ, શિયાળો અને હરણોનો ભરમાર છે. અલ્યા બીજા પ્રાણીઓ લાવો. એટલિસ્ટ માણસો પણ રાખી શકાય.
૨. બીજી ટ્રેન કેમ ચાલતી નથી?
૩. બી.આર.ટી.એસ. એવી જ ફાસ્ટ છે. ગુડ જોબ. ફીકવન્સી સારી એવી છે, હજીય મોટી-લાંબી બસ મૂકે તો મજા આવે.
૪. બી.આર.ટી.એસ.ને એક વર્ષ ઉપર થયું હોવા છતાંય ક્યાંથી ઉતરવું અને ક્યાંથી ચડવું અને પહેલાં લોકોને ઉતરવા દેવાય એવી સેન્સ હજી અમદાવાદીઓમાં આવી નથી.
૫. ઝુ અને બીજા બધાં દર એકદમ વ્યાજબી છે. હોબાળો મચાવતા લોકોને બીજા રાજ્યોમાં કેમેરા વગેરેના દર જોવા વિનંતી.

ફરી ક્યારેક, અમદાવાદ આઈ, કીડ્સ સીટી અને માછલી ઘરનો વારો.

Advertisements

4 thoughts on “કાંકરિયા મુલાકાત

  1. હમણા જ બી.આર.ટી.એસ ની સફર કરી છે. અંજલી પાસે તો એટલી ભીડ થઇ ગઈ હતી કે બસ ના ડ્રાઈવરને દરવાજો બંધ કરતા ૫ મિનીટ લાગી, લોકો દરવાજા માંથી ખસતા જ નહોતા.

   Like

 1. બી.આર.ટી.એસ ની યાદગાર સફર.
  બી.આર.ટી.એસ ની બસ માં શિવરંજની બસ સ્ટેન્ડ પર ડ્રાઇવરભાઈ એ શોર્ટ બ્રેક મારતા બસની ઉપરથી એક મોટો સ્ક્રૂ એક ભાઈ ના માથા ઉપર પડ્યો અને લોકો એ ડ્રાઇવર ની જોડે જગડો કર્યો – ૧૦ થી ૧૫ મિનિટ. કંટાળીને ડ્રાઇવર એ બસ ચાલવાની ના પાડી દીધી પછી એ જ લોકો એ બીજી ૧૦ મિનિટ એ જ ડ્રાઇવરને મનાયો.
  કોઈ જ અગત્યના કારણ વગર ડ્રાઇવરનો અને મારા જેવા લોકોનો અડધો કલાક બગડ્યો.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.