ગુડબાય, ફેસબુક

* લાંબા સમયથી આ વસ્તુ વિચારણા હેઠળ હતી. ફેસબુકમાં એકંદરે સારો એવો સમય જતો હતો (અને મજા પણ આવતી હતી) અને ખાસ કરીને જૂના મિત્રોને આનાં દ્વારા મળી શકાય એ ફાયદો ખરો. પણ, સમય જતાં ફેસબુક આલિયા-માલિયા લોકોનો અડ્ડો બન્યો અને લોકો કોઈ પણ ટીપ્પણી પ્રત્યે અસહિષ્ણુ થતા ગયા. અને, અધૂરામાં પુરું, ફેસબુક આપણી માહિતી પોતાના બાપની જાગીર હોય એમ ગમે ત્યાં વાપરે. મારો ફોટો વળી કોઈ પાપડની જાહેરાતમાં વપરાય એ ચાલે? ના ચાલે.

તો, ગુડબાય ફેસબુક. ફેસબુકનાં વિકલ્પ તરીકે ડાયાસ્પોરા છે. જે હજી આલ્ફા સ્થિતિમાં હોવાથી માત્ર આમંત્રણથી જ મેળવી શકાય છે. તેનો સોર્સ કોડ પણ પ્રાપ્ત છે.

હવે પછી? લિન્ક્ડઈન અને કદાચ ટ્વિટરનો વારો.

નોંધ – હજી મારી પ્રોફાઈલ ૧૪ દિવસ સુધી રહેશે એટલે મને તમે ફેસબુકમાં જોઈ શકશો. એટલે મારી પાસે ૧૪ દિવસ છે – પાછા પાપડ, પડદા કે પછી પોગો પેન્ટની જાહેરાતમાં મોડેલ બનવા માટે.

Advertisements

9 thoughts on “ગુડબાય, ફેસબુક

 1. Kartik, Why you had taken such surprising decision? After talking to you, I had started using facebook. Its helped me in finding my school friends.

  Starting from 2002 – OrangePie, Hi5, ….(few more) Orkut, Facebook, LinkedIn, Twitter…. All sites provide Microblogging, Chat, Messages and mails.. I am also confused about services. You will find same contacts more then 4 times in my pidgin list.. 🙂

  Please send me invitation for ડાયાસ્પોરા

  Like

 2. ફેસબુક હોય કે ગુગલ….આપણી માહિતી ચોરાય જ છે….અને વહેંચાય પણ છે…વેચાય પણ છે…..વચ્ચે છાપાં માં આવ્યું હતું કે વિકીલીક્સ વાળા અસાંજે ભાઈ કહે છે કે – ઈન્ટરનેટ માધ્યમ પોતે જ એક જાસૂસ છે….તો ટૂંકમાં- નેટ પર બહુ “ઉઘાડા” ન થાવું…!!

  Like

  1. મારી પ્રોફાઈલ જો તમે જોઈ હોય તો, સૌથી સુરક્ષિત હતી. મારી વોલ પણ પ્રોટેક્ટેડ હતી. સૌથી મોટો વાંધો એ હતો કે ફેસબુક દર મહિને ટર્મ્સ એન્ડ કંડીશન બદલ્યા કરે.

   https://joaogeraldes.wordpress.com/2010/09/03/this-seven-infographic-explores-facebook%E2%80%99s-growth-and-privacy-over-the-past-six-years/

   આમાં છઠ્ઠો નંબર જોવો.

   Like

 3. ગમે તેટલા લોકો ફેસ બુકના પાછળ લાગેલા હોય પણ મેં આજ સુધી એમાં રજીસ્ટર કર્યું નથી અને કરવાનો પણ નથી.મારી દ્રષ્ટીએ ફેસ બૂક જરા પણ પ્રેક્ટીકલ નથી અને બધાના મગજ ફ્રીઝ કરી દે છે.આ શું નાની નાની વાત જેની સાથે આપણને નહાવાનો કે નિચોવવાનો સમ્બન્ધ હોઈ તેને ત્યાં જણાવવાની.અરે હું કેટલાક લોકોને જાણું છું તેતો કોઈ એમને તેમના મિત્રના લીસ્ટ માં ના ઉમેરે તો એટલે બધા અપસેટ થઇ જાય કે ના પૂછો વાત.ટૂંકમાં એક ઘેટું ખાઈ માં ચાલવા લાગ્યું એની પાછળ બધા જ ઘેટા વગર વિચારીએ ચાલ્યે રાખ્યું ને આખરે બધા ખાઈ માં પડ્યા.બસ આવું જ ફેસ બુકનું થયું છે.બધા લાગી પડ્યા છે.આદુ ખાઈ ને.આ એક વાત સાચી ફેસ બુકનો સ્થાપક પુષ્કળ પૈસાવાળો થઈ ગયો છે હવે.કેમ વિચારો તમે જ.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s