ક્રિકેટ

* એમ તો હું ૧૯૯૯ની પેલી ભારત-ઝીમ્બાબવે વાળી મેચ પછી ક્રિકેટ ખાસ જોતો નથી (ક્યારેક જોવું પડે એ વાત અલગ છે, કારણ કે જાપાનીઝ કાર્ટૂન, રોવાવાળી સીરીયલો અને ડબિંગ હોલીવુડ મુવી કરતાં વધારે રોમાંચ એમાં હોય છે). આજે જે મેચ છે, એ બિચારા ભારતના ક્રિકેટ ચાહકો માટે અત્યંત મહત્વની છે. ભારત જીતે તો ઠીક છે, પણ હારે તોય આપણને ફાયદો છે. કેમ?

૧. લોકો ક્રિકેટ જોવા ન જાય અને તેમના પૈસા બચે.
૨. ભારતના ક્રિકેટરોને રાજકારણીઓ-સરકાર (આપણા પૈસાથી) લ્હાણી ન કરે અને સરવાળે દેશને ફાયદો થાય.
૩. ભારત કેમ હાર્યુ એ ચર્ચા સમાચારપત્રોમાં ચાલે, અને કોલમ લેખકો અને ઈન્ડિયા ટીવી વગેરેને એક સારો મુદ્દો મળે.

સોરી. ભારત હારે તો મને દોષ ન આપતા. જે રીતે આપણી ટીમ ફિઆસ્કો માટે જાણીતી છે, બહુ આશા ન રાખવી અને હિંમતથી કામ લેવું.

3 thoughts on “ક્રિકેટ

 1. કાર્તિકભાઈ,
  આથો બરાબર આવ્યો હતો અને ઢોકળાં પણ સારાં બન્યાં.
  જો હાર્યા હોત તો મિડિયા પાસે રીપોર્ટ તૈયાર જ હતા કે: આ બધા ક્રિકેટરો પૈસા કમાઈને ફદકી ગયા છે!
  એક ચેનલવાળાએ યુવરાજના પપ્પાનો સંપર્ક કર્યો તો એમણે ખૂબ જ ઠંડકથી એ મતલબનો જવાબ આપ્યો કે: હું તો ભાઈ ઊંઘી ગયો હતો…. વળી આજે વાહ વાહ કરનારા તમે લોકો હજી થોડા દિવસો પહેલાં જુદું જ કહેતા હતા. .. હા,આ લોકો વર્લ્ડકપ લઈને આવશે તો જરૂર હરખ કરીશ.
  ચેનલવાળાએ લતાજીનો સંપર્ક કર્યો અને એકાદ હીત ગાવા માટે આગ્રહ કર્યો તો એમણે કહ્યું કે: ભાઈ, હું તો મેચ જોઈને ખાવા બેઠી છું. અત્યારે ગાવાનું નહીં બને.
  અલબત્ત, મજો આયો! યુવી યું હી ખેલતા રહે!:)

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.