વ્હોટ એન આઇડ્યા, સરજી..

* સાંભળવા, દેખવામાં મસ્ત લાગે છે આ. વ્હોટ એન આઇડ્યા, સરજી. પેલા અભિષેકભાઈ, જાત-જાતનાં આઈડ્યા આપતો જાય છે અને લોકો વિના વિચારે આઇડ્યાનું સીમ લેતા જાય અને પછી તેમનો જ આ આઇડ્યા ભારે પડે છે.

થોડા વખત પહેલાં મેં આઇડ્યાના નિર્દેશ પ્રમાણે બહુ મહેનત પછી ફરીથી જરુરી ડોક્યુમેન્ટ તેમને આપ્યા. અને વળી, કોકીનો મોબાઈલ પણ એરટેલથી આઇડ્યા પર શિફ્ટ કર્યો. થોડો સમય તો શાંતિ રહી પણ પછી, કોકીના મોબાઈલ પર દરરોજ બે-ત્રણ પ્રિરેકોર્ડેડ કોલ અને ત્રણ-ચાર એસ.એમ.એસ. આવે. કંટાળીને ડુ નોટ ડિસ્ટર્બ માં રજીસ્ટર કરાવ્યું, તો ખબર પડી કે ૯૦ દિવસ પછી તેનો અમલ થાય (અને કદાચ એસ.એમ.એસ. તેમાં ન આવે).

વળી પાછો થોડા દિવસ પહેલાં મને એસ.એમ.એસ. આવ્યો કે કોઈક કારણસર અમે તમારા ડોક્યુમેન્ટ ડેમેજ કર્યા છે, તો ફરીથી ડોક્યુમેન્ટ આપી જાવ. આપણા પાછાં નવરાં એટલે ત્રણ દિવસ પહેલાં ડોક્યુમેન્ટ આપ્યા અને પૂછ્યું કે તમે બધાં ડોક્યુમેન્ટની ડીજીટલ કોપી નથી રાખતા? જવાબ મળ્યો – ના. લો, ત્યારે – વ્હોટ એન આઇડ્યા, સરજી. જાણવા મળ્યું કે કોઈક ગોડાઉનમાં આગ લાગવાથી બધા ડોક્યુમેન્ટ સળગી ગયા. પણ, છ મહિના સુધી એ લોકોએ ડોક્યુમેન્ટ ચકાસ્યા નહી હોય? નિરવે મને તેમનો કસ્ટમર કેર ફરિયાદ ખાતાંનો નંબર આપેલો જે હજી ક્યારેય લાગ્યો નથી. એમનાં ઓફિસર હંમેશા બીઝી જ હોય છે. (હોય જ ને. મારા જેવાં કેટલાંય હશે..)

અને, હજી મને આજે ફરી એસ.એમ.એસ. આવ્યો કે, ડોક્યુમેન્ટ આપી જાવ.

આ દેશને ભગવાન જ બચાવે (અને ચલાવે છે).

13 thoughts on “વ્હોટ એન આઇડ્યા, સરજી..

  1. નવાઈની વાત છે કે – મારા ફોન પર કોઈ કોલ, એસ.એમ.એસ. નથી આવતા. માત્ર કોકી (મારી પત્નિ)ના મોબાઈલ પર જ બધો કચરો આવે છે, અને વળી દર વખતે અલગ નંબર જ હોય.

   Like

 1. Yaar, Big surprise,

  As you know, I had shifted my number from Tata Docomo to Airtel. But before switch over, I had redirected all my Docomo’s (XXYY984241) call to Airtel’s number – 99984 ZZZZZ.

  Daily, I am getting one calls from Tata Docomo’s pre-recorded call on my airtel number 🙂 Recharge with XYZ RS and you will get ABC talk time…

  Like

 2. મારે આવો જ કોઇ અનુભવ યુનિનોર જોડે થયેલો છે. બધી મોબાઇલ કંપનિઓ માટે ગ્રાહક તેમના દરવાજા સુધી આવે ત્યાં સુધી જ મહાન હોય છે, પછી તો તેને મૂંડવાનો જ હોય છે.

  Like

 3. Same Problem I also Facing, converted my wife’s AirTel No Idea on feb 25 after a month I still resiving Msgs From Airtel. DND not workin at all. Exmtution is P2P Messages, Just refill ur a/c with x amount on any mobile service & u will get 500 msgs free daily, this can’t cover in DND.

  Like

 4. મોબાઈલની પરેશાનીઓથી રાહત મેળવવા માટે શ્રી બામદેવ મહારાજની શિબિરમાં ભાગ લો.
  માથા પર ઠંડી પેપ્સીની બોટલ મૂકો.
  આસપાસની હવા ખલાસ થઈ જાય તેટલા ઊંડા શ્વાસ લો.
  જૂનો જમાનો યાદ કરો કે: એક ટપાલી દૂર દૂરથી ટપાલ વહેંચતો…વહેંચતો… થાક ખાતો… ખાતો… ચાપાણી પીતો… પીતો ………………..આપની તરફ આઅવે રહ્યો છે!

  Like

 5. મને પણ વોડાફોને પાછા દસ્તાવેજ જમા કરવાનું કીધું અને પાછા મારા દસ્તાવેજ એ લોકોએ ખોઈ નાખ્યા. મજા ની વાત એ છે કે આ બનાવ ના લીધે મેં idea પર number પોર્ટ કરી લીધો. લોલ

  Like

  1. આજે આઇડ્યા વાળાને ફોન કર્યો – તો કહે કે અમને ડોક્યુમેન્ટ મળ્યા નથી. તો તમે જ્યાં જમા કરાવ્યા ત્યાં તપાસ કરો. અન્યથા તમારો ફોન બંધ થઈ શકે છે…

   શું કહેવું, આ લોકોને?

   Like

 6. તમારા બધાની વ્યથા સાંભળ્યા પછી મારી મોબાઈલ કંપની બીએસએન ઉપર મને ગર્વ થાય છે. નેટવર્ક ન પકડાય એટલો જ વાંધો. બાકી બીજી કોઈ ઝંઝટ તો નહી.

  Like

 7. કાર્તિક ભાઈ વાંચો આ ……જોવો તમે એકલાં નથી ઘર માં પણ ડખ્ખા જ છે “”આઈડિયા સેલફોન સર્વિસના અસંતુષ્ટ રિટેલરોએ આજે નવરંગપુરા વિસ્તારમાં આવેલી આઈડિયાની ઓફિસે બહાર દેખાવો કર્યા હતા”””” …આજ ની ખબર …

  http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-opposite-of-idea-cellular-in-ahmedabad-by-retailers-2012952.html?HF=

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.