મુંબઇમાં..

* હવે, થોડા દિવસ કવિનના વેકેશનને ન્યાય આપવા માટે અને અમદાવાદની ગરમીથી રાહત માટે મુંબઇ ખાતે. કાર્યક્રમો તો કંઈ ખાસ નથી. કેમેરા માટે એક બેગ લેવાની છે. જો મેળ પડે તો પેલો નિફ્ટી ફિફ્ટી પ૦ મીમી લેન્સ લેવાનો છે અને એલિફન્ટા, જે.જે. આર્ટ્સ કોલેજની (કદાચ), મહાલક્ષ્મી મંદિરની મુલાકાત લેવાની છે અને થોડી બીજી રખડપટ્ટી. મિત્રોને મળવાનું છે અને લિનક્સ યુઝર ગ્રુપ, મુંબઇની મિટિંગમાં એક ટોક આપવાની છે. બસ, આટલું જ.

અને, પાછી ઓફિસ તો ચાલુ જ છે.

આજની કડીઓ

* સત્ય સાંઈબાબા – દેશને કેટલું નુકશાન?

* હવે ગિટોરીઅસ પર ગુજરાતી રિસોર્સિસ નામનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં ગુજરાતી વર્ડલિસ્ટ અને એસ્પેલ સ્પેલચેકર (જે મારો કદાચ પ્રથમ ઓપનસોર્સ પ્રોજેક્ટ છે. છેક, ૨૦૦૫થી) નો સમાવેશ થાય છે. આ ઓપનસોર્સ પ્રોજેક્ટ્સ છે એટલે તમે તમારું યોગદાન ડર્યા વગર આપી શકો છો. ગિટ એ વર્ઝન કંટ્રોલ સિસ્ટમ છે, અને લિનક્સ જગતમાં બહુ લોકપ્રિય છે. તેના વિશે વધુ શીખવું હોય તો, Pro Git પુસ્તક અને આ સાઈટ સરસ છે.

સોમવારે રજા..

.. એટલે મજા. આવતીકાલે અમારી પ્રોડક્ટ – નેક્સેન્ટાસ્ટોરનો જન્મદિવસ છે, એટલે રજા છે. રજા અને પાછો સોમવાર એટલે આરામ હી આરામ. પણ, પેલું ઘર. અરર. ઘણો બધો સામાન શિફ્ટ થઈ ગયો છે. હવે, મોટી-મોટી વસ્તુઓ બાકી છે. મજાની વાત છે કે, નવું સરનામું એ જૂનાં સરનામાં જોડે અદ્ભૂત સામ્ય ધરાવે છે. એ વાત પછી ક્યારેક પઝલ સ્વરૂપે.

મોટ્ટી બર્થ ડે ગિફ્ટ

* આજે બપોરે,

હું: તારા માટે બર્થ ડે ગિફ્ટ શું લાવવાની છે?

કવિન: છેક… મુંબઇ સુધીની ટ્રેન અને ગોળ-ગોળ ઓઈલનો ટ્રેનનો ડબ્બો.

(આ માટે મારે રેલમંત્રી કે એવું કંઈક બનવું પડે એમ લાગે છે.)

ઘર બદલવાની સાથે-સાથે..

* એમ તો અમે ઘર નહી, મકાન પણ બદલવાના છીએ. નવું ઘર ઉર્ફે મકાન મળી ગયું છે. નજીકમાં જ છે, એટલે શાંતિ છે. ઇન્ટરનેટ પણ લગભગ થઈ જશે (જય એરટેલ. આજે છેલ્લી પરિસ્થિતિનો ખ્યાલ આવશે). પણ, આ ઢગલાબંધ ઝીણી-ઝીણી વસ્તુઓ લઈ જવી અને ગોઠવવી એ ભારે છે. એક બુકશેલ્ફ વગેરે લેવું પડશે નહિતર મારા પુસ્તકો કવિનને લીટા કરવા માટે કામમાં આવશે એ નક્કી છે.

નીચેની બે વસ્તુઓ ખોવાઈ છે, જે ક્યાંકથી મળે એવી આશા છે.

૧. કવિનનાં ગોગલ્સ

૨. મારો સ્ક્રૂ-ડ્રાઈવર (અપડેટ – મળી ગયું)

થોડા દિવસ કદાચ ઇન્ટરનેટ બંધ રહેશે. કારણ કે, તેને પહેલા શીફ્ટ કરી અમારે છેલ્લા દિવસે નવાં ઘરમાં મૂહર્ત પ્રમાણે જવાનું છે 😦

અપડેટ્સ

* એમ તો છેલ્લા અપડેટ્સ હજી તાજા-તાજા જ છે, પણ હવે આ અઠવાડિયું જ એવું ગયું કે અપડેટ્સ આપવા જ પડે. હવે, થોડા દિવસમાં નવાં ઘરમાં (સ્વાભાવિક રીતે પોતાનું નહી) રહેવા જવાનું છે એટલે સ્વાભાવિક રીતે દોડમ-દોડી અને મગજની નસો ખેંચાવાની છે. બે વિકલ્પો છે, બન્નેમાંથી કયું વધારે સારું એ આજે નક્કી કરી લેવું પડશે અને પછી પેકિંગ જેવી મસ-મોટી જફા. સૌથી દર્દનાક વસ્તુઓ છે – ગેસ, ઇન્ટરનેટ અને મારી ચોપડીઓ ક્યાં મુકવી તે. બાકી બધુ મેનેજ કરી લેવામાં આવશે.

અને, હા – કવિન તેના મિત્રો ગુમાવશે, પણ બહુ દૂર નથી જવાનું.

થોડા દિવસ બ્લોગ વગેરેમાંથી ફરજીયાત આરામ લેવો પડશે એવું લાગે છે. ત્યાં સુધી આવજો 🙂

PS: હજી લોકોને એમ કે ભાડૂઆતનાં માથે શિંગડા હોય છે.

બુકપોર્ન

* પોર્ન એટલે સામાન્ય રીતે ફેન્ટસી. ફેન્ટસી બધાને હોય (હોય ને?) પણ ચોપડીઓ ઉર્ફે પુસ્તક પ્રેમીઓની ફેન્ટસી એટલે એક મસ્ત બુકશેલ્ફ. આવી જ એક સરસ સાઈટ – bookshelfporn.com મળી છે. જોવા જેવી છે અને માણવા જેવી છે.

સ્ત્રોત: શંકરસનનો બ્લોગ આ પોસ્ટ.

અને, પાછા, પુસ્તક પ્રેમી પથારીમાં ક્યારેય એકલા હોતા નથી 🙂

અપડેટ્સ

* આજનો વાંચવાલાયક બ્લોગ પોસ્ટ – એરટેલનું બ્રોડ ચિટિંગ – https://cyfanfor.wordpress.com/2011/04/12/bandwidth-fraud/ જો તમને FUP નો અનુભવ હશે તો તરત ખબર પડશે કે FUP= ‘Fuck User’ Policy.

મારો અનુભવ – http://www.speedtest.net/result/1250085546.png

* કવિનને આજે નવાં આવેલાં એ.સી. ના બોક્સમાં રમવાની એટલી મજા આવી કે તે તેના મિત્રો જોડે રમવા ન ગયો. થોડા ફોટાઓ પછી પિકાસા પર મૂકીશ. હવે, જોઈએ છીએ ક્યાં સુધી અમે બિલ અને ગરમીનું બેલેન્સ કરી શકીએ છીએ 🙂

* કવિનની પાસે સુથારીકામનાં સાધનોનો સરસ મજાનો પ્લાસ્ટિકનો સેટ છે. હવે, બે ખીલ્લી મારતા ન આવડતી હોવાનો ગર્વ મારા જેવા માટે સારો ન કહેવાય. એટલે, ડ્રીલ મશીન અને નેઈલ ગન વિશલિસ્ટમાં ઉમેરવામાં આવી છે. નેઈલ ગન અહીંયા બહુ લોકપ્રિય નથી, પણ મને બહુ ગમે છે. ક્યારથી ગમે છે? પેલી Doom Classic ગેમમાં નેઈલ ગન વપરાય છે.

* આઈપોડ લેટેસ્ટ ૪.૩.૧ પર અપડેટ કરવામાં આવ્યુ અને જેલબ્રેક પણ. કંઈ ખાસ ફરક લાગતો નથી. હવે મેકબુકને અપડેટ કરવાનો પ્લાન છે. દુર્ભાગ્યે, સીડી-રોમ ખરાબ હોવાથી કંઈક માથાકૂટ કરીને ઉકેલ લાવવો પડશે.

હેપ્પીવાલા બર્થ ડે

ખાસ નોંધ: સુરતમાં કોઈની અટક હેપ્પીવાલા હોઈ શકે છે. પાઘડી ન પહેરવી.

તો ગઈકાલે કોકીનો હેપ્પી બર્થ ડે હતો. રવિવારની રજા એટલે મજા અને ઉપરથી પાછો ચકુડી કોકીનો બર્થ ડે એટલે ડબલ મજા. સવારે આરામથી ઉઠ્યો અને લગભગ બપોર સુધી કંઈ કામ ન કર્યુ અને ટેબલ થોડું વ્યવસ્થિત કર્યું. બપોરે મસ્ત મજાની નિદ્રા લીધી અને તૈયાર થઈ અમે થોડી શોપિંગ (બર્થ ડે ગિફ્ટ તો આપવી પડેને..) કરવા ગયા. શનિવારે પણ ભરપૂર શોપિંગ કરવામાં આવી. આર્ટિફિશઅલ ફૂલો પણ લાવવામાં આવ્યા હતા. એમ તો પહેલા પતંગમાં ડિનર માટે જવાનું નક્કી કર્યું, પણ દુર્ભાગ્યે પતંગ પેક હતી. એટલે, અમારી માનીતી જગ્યા – ગ્રીન હાઉસ, લાલ દરવાજા જવામાં નક્કી થયું.

થોડા ફોટાઓ અહીં મૂક્યા છે. બાકી મજા આવી. ખાધુ, પીધુ અને આરામ કર્યો 🙂

અપડેટ્સ

* કવિન અને ડોક્ટરને સારુ બનતું લાગે છે. છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી બન્નેની મુલાકાત થાય છે.

* પંખો હવે ૨ નંબરથી ૩ નંબરની ઝડપે ચલાવવો પડે છે. ઓહ, ગરમી. ઓફિસનું ઠંડુગાર વાતાવરણ મિસ થાય છે, સાથેસાથે શાંતિ છે કે બપોરે ૧૨ વાગે એ.એમ.ટી.એસ.ની સફર કરવી પડતી નથી.

* કેમેરો સારો ચાલે છે. ફોટા વીક-એન્ડ પર અપલોડ કરીશ. થોડા નવી ખાસિયતો જાણવા મળી છે. સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીમાં એક કહેવત છે: When everything fails, read the manual 🙂

*પ્રશ્ન – દરેક મોબાઈલ કંપનીઓ બિલ ભરવાની છેલ્લી તારીખનાં એક અઠવાડિયાં પહેલાં કેમ ઊંચી-નીચી થાય છે? અને, બપોરે ભર ઊંઘમાં હોય ત્યારે જ કેમ ફોન કરે છે?

* (કવિનના) વેકેશનનું પ્લાનિંગ થઈ ગયું છે..