મોબાઈલ મન્ડે – એપ્રિલ ૨૦૧૧

* એમ તો મોબાઈલ મન્ડેમાં જવાની કોઈ ઈચ્છા નહોતી, પણ આ વખતે ટેબ્લેટ પર સેશન હતાં એટલે થયું કે ચાલો થોડા ટેબ્લેટ્સ પર હાથ અજમાવવા મળશે. સચિન જોડે વાત કરી તો એ પણ આવવાનો હતો, એટલે કંપની રહેશે. સાડા છ વાગે IIM પહોંચી ગયો. ત્યાં, CIIE બિલ્ડિંગમાં મોબાઈલ મન્ડેની દિશા સૂચવતા બોર્ડ મારેલા હતા એટલે સારુ હતું, નહિતર ખોવાઈ જવાય એવી જગ્યા છે. ત્યાં હું તો કોઈને ઓળખતો નહોતો. અશોક ઓર્ગેનાઈઝર એટલે તેમની જોડે એકાદ-બે જણની ઓળખાણ થઈ અને એક સરસ ટી-શર્ટનો ફોટો મળ્યો.

એક-બે જણને પૂછ્યું કે તમને શેમાં રસ છે. જવાબ હતો – વિન્ડોઝ ૭. મુઆઆઆઆ.

બે સેશન હતા. શરુઆત થઈ burrp.com ના પરિચય વડે. સરસ રજૂઆત પણ મને એ ખબર ના પડી કે ટેબ્લેટ મેનિઆ ના સેશનમાં આ ક્યાંથી ઘૂસાડી દેવામાં આવ્યું? જે હોય તે. તેમણે બહુ લાંબો સમય લીધો. બીજું સેશન હતું, stealthflash.com ના મોબાઈલ ડિવાઈસના ભવિષ્ય અંગેનું. આ લોકોએ પોતાનું NUI એન્ડ્રોઈડની ઉપર બનાવ્યું છે અને હવે પોતાનાં હાર્ડવેર સાથે ટેબ્લેટ બહાર પાડવાના છે. જોકે મને આ બધા અપકમિંગ ટેબ્લેટ્સ ઉપર થોડી શંકા જાય છે. સારી વાત અહીં એ છે કે, NUI રસપ્રદ વિષય છે. stealthflash અને burrp બન્ને લોકો સારા ડેવલોપર્સ શોધી રહ્યા છે. કોઈને રસ હોય તો તેમનો સંપ્રક કરવો.

મારે ૮.૩૦ વાગે મિટિંગ હોવાથી ૮.૧૫ જેવા અમે ઘરે જવા માટે નીકળી ગયા.

નોંધ – મોબાઈલ મન્ડેનાં વધુ ફોટાઓ અહીં જોવા મળશે.

Advertisements

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s