આજની વાનગી: ભ્રષ્ટ આચાર

* ફેસબુક વગેરે પર તમે આ વાનગીની રેસિપી જોઈ હશે એટલે વિગતો આપતો નથી, પણ આ વાનગી વગર આપણને ભોજન હજમ થતું નથી એ સત્ય છે. અરે, આના વગરતો જમવાનું બનાવવું શક્ય જ નથી. ટ્વિટર પણ હમણાં ચર્ચા ચાલતી હતી કે લોકો સ્ટાર્ટ-અપ કેમ શરુ કરતાં નથી – જો સર્વેક્ષણ કરાય તો તારણ નીકળે કે મોટાભાગનાં લોકો રિસ્ક લેવાનું પસંદ કરતાં નથી અને ૨૫-૩૦ વર્ષના થઈ ગયા (અને લગ્ન થઈ જાય તો) મોટી જવાબદારી પોતાનું ઘર લેવાની (હું કહું છું કે જવાબદારી નહી, પણ ઘર વાળા તરફથી પ્રેશર) હોય છે. હવે ઘર લેવાનું, જોબ કરવાની કે પછી ભ્રષ્ટાચારી નેતાઓ વિરુધ્ધ આંદોલન ચલાવવા જઈએ? આંદોલન ચલાવતા પહેલાં આપણે નક્કી કરવું પડે કે આપણે આ આચારમાં કેટલો ફાળો આપીએ છીએ?

મારા મતે ક્રાંતિ બે જ સંજોગોમાં શક્ય છે – ૧. જ્યાં પુષ્કળ ગરીબી હોય, ૨. જ્યાં અમીરોનું હિત હોય (એટલે કે એક સરકારને કાઢી બીજી લાવવાની હોય). ઈતિહાસ સાક્ષી છે કે આવી કાંતિઓથી પ્રજાનું કંઈ સરવાળે ભલુ થયું નથી. હેલો, ઈજીપ્ત. હેલો, ક્યુબા. હેલો, બાંગ્લાદેશ.

ટૂંકમાં, આપણે – મધ્યમ વર્ગ. જેણે બન્ને બાજુથી ગુમાવવાનું છે, એ ચૂપ રહેવામાં જ માને છે. પણ, છતાંય – શરુઆત આપણે આપણાથી કરી શકીએ. એટલિસ્ટ, બ્લોગ પર બૂમો પાડી શકીએ. ઓછાં ભ્રષ્ટાચારી નેતાઓને વોટ આપી શકીએ અને સ્ટુપિડ આઈ.પી.એલ.ની જગ્યાએ સારા પુસ્તકો તો વાંચી શકીએ.

3 thoughts on “આજની વાનગી: ભ્રષ્ટ આચાર

  1. સત્ય વચન……!! કોઈ પણ ક્રાંતિ એમ ને એમ થતી નથી…..પ્રજા એ પ્રથમ પોતાના મનમાં ક્રાંતિ….બદલાવ ને ઉછેરવો પડે છે…..અને સ્વયમ જાગવું પડે છે….વર્તવું પડે છે….! અન્ના હજારે નું આ અભિયાન – બાળ અવસાન સ્વરૂપે ન અટકી જાય ,એ જોવાની ફરજ આપણી પણ છે…ભ્રષ્ટાચાર સો એ સો ટકા તો દુર ન થઇ શકે પણ , અટકાવી તો શકાય જ….ભારત ને આવતી કાલ ના ઈજીપ્ત..ક્યુબા ..બનતું અટકાવવા આ જરૂરી છે..

    Like

  2. તમે થાપ ખાવ છો કાર્તિકભાઈ, તમે આપેલાં બંનેમાંથી એક પણ કારણ ક્રાંતિ પાછળ નથી હોતું, ક્રાંતિ ફક્ત બે કે ત્રણ જ સંજોગોમાં શક્ય છે, જે છે,

    ૧. એમાં અમેરિકાનું ભલું હોય
    ૨. એમાં બ્રિટનનું ભલું હોય
    ૩. એમાં અમેરિકા અને બ્રિટનનું ભલું હોય…

    જેના માટે તમે કહી શકો.. હેલ્લો ઇરાન, હેલ્લો નાઇજેરિયા, હેલ્લો લિબ્યા…

    Like

  3. મિત્ર,
    નાની ઉમરે પણ ઘણી સમજ કેળવી છે. હજારેજી માટે કોઈને પણ શંકા ન હોઈ શકે.
    દેશ આઝાદ થયા પછી પણ લોકો રસ્તા પર આવી ચૂક્યાં છે. યુવાનોએ ભણતર છોડીને ગોળીઓ ખાધી છે.સરકારોના મૃત્યુઘંટ વાગ્યા છે. નવી સરકારો આવી છે અને તમે કહો છો તેમ ભ્રષ્ટ આચાર વગર ભોજન હજમ થતું નથી.
    આંદોલન ચલાવતા પહેલાં આપણે નક્કી કરવું પડે કે આપણે આ આચારમાં કેટલો ફાળો આપીએ છીએ?.. આ વાત સમજે તેને જ ખબર પડે કે: ક્રાંતિ કેટલી અઘરી છે.
    ઓહ! સૉરી, મને એમ કે: હું મારા બ્લોગ પર પોસ્ટ લખું છું. અટકું?

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s