એલિફન્ટા મુલાકાત

* પાંચ વર્ષ મુંબઇમાં રહેવા છતાંય એલિફન્ટા ગુફાઓની મુલાકાત ન લેવાઈ એટલે છેવટે આ વખતે નક્કી કર્યું કે જવું જ. એલિફન્ટાનો વિકિપીડિઆ લેખ એકદમ સરસ છે. સવારે તે વાંચીને નીકળ્યો એટલે થોડી વધારે મજા આવી. નક્કી કરેલું કે ૭.૩૦ એ ઘરેથી નીકળી જઈશું પણ, મોડું થયું અને અમે લગભગ ૮.૪૦ જેવા કાંદિવલી સ્ટેશને પહોંચ્યા. ટ્રેન ખાલી હતી (રવિવાર ને પાછી ૧લી મે). ટ્રેનમાં થોડા ફોટા પાડ્યા અને ચર્ચગેટ પહોંચ્યા.

લોકલમાં લટકતી હાથકડી..

ત્યાં ગેટ-વે આગળ બહુ ભીડ અને કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો એટલે પછી ફટાફટ ટીકીટ લઈને આગળ વધ્યા. તરત જ હોડીમાં બેસવા મળ્યું ને સરસ મજાની ૧ કલાક જેવી મુસાફરી. કવિને આ શિપ કેમ નાનું છે ને પેલું શિપ કેમ મોટું છે એવા અઢળક સવાલો એના દાદાને પૂછ્યા. થોડીવાર એ સૂઇ ગયો અને અમે ફોટા પાડવામાંથી ઊંચા ન આવ્યા.

જહાજો

એલિફન્ટા પહોંચ્યા ત્યારે તડકો સરસ મજાનો આવી ગયો હતો. ત્યાં ટોપી વેચવા વાળાઓની ઢગલાબંધ રોડ-સાઈડ દુકાનો હતી, પણ અમને એક-પણ પસંદ ન આવી. હા, કાપેલી કાચી કેરીઓ, શિંગ અને વેફર્સ ઉપાડવામાં આવી. ત્યાં એક મીની-ટ્રેન છે જેમાં લોકલ જેવી ભીડ સહન કરી પર્વત પર જવાના રસ્તા સુધી પહોંચ્યા.

કવિન શિંગ

આખાય રસ્તા પર જાત-જાતની દુકાનો છે. ત્યાંથી અમે બે નાનકડાં હાથીઓ અને મુંબઈનું સરસ મજાનું ફ્રીજ મેગ્નેટ ઉપાડ્યું.

મુંબઇ ફ્રીજ મેગ્નેટ..

ગુફાઓ સરસ છે. એટલિસ્ટ ૧ અને ૨ નંબરની ગુફાઓ સરસ છે. થોડા વધુ ફોટાઓ પછી ક્યારેક પિકાસા-ફ્લિકર પર મુકીશ. પણ, અત્યારે પોસ્ટની પૂંછડી લાંબી ન થાય એટલા માટે માત્ર એક જ મુકી રહ્યો છું.

મૂર્તિ. દુર્ભાગ્યે, ખંડિત..

ત્યાં વાંદરાઓ પણ બહુ હતા અને લોકોનો નાસ્તો ઝૂંટવતા જોવા મળ્યા. નાસ્તો, જમવાની સગવડ હતી એટલે સારુ હતું, પણ અમારે વહેલા નીકળી જવાનું હતું એટલે વળતી હોડી પકડી પાછા આવ્યા. ત્યાંથી પાછું મારે અંધેરી લિનક્સ યુઝર ગ્રુપની મિટિંગમાં જવાનું હતું એટલે હું ત્યાં ગયો. તે માટે અલગ પોસ્ટ કાલે 🙂

Advertisements

3 thoughts on “એલિફન્ટા મુલાકાત

  1. ઘણાં વર્ષો પહેલાં શાળામાંથી મુંબઈના પ્રવાસે ગયેલા ત્યારે એલિફન્ટા ગયેલા તે યાદ કરાવી આવી ગયું.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s