લિનક્સ યુઝર ગ્રુપ, મુંબઇ – મિટિંગ

* નક્કી હતું તેમ લિનક્સ યુઝર ગ્રુપ, મુંબઇની મિટિંગ ૧લી તારીખે ૪ વાગે રાખેલી હતી. અને હું એલિફન્ટાથી વળતી વખતે અંધેરી ઉતરી ગયો અને DirectI શોધતા જુના નાગરદાસ રોડની જગ્યાએ નવા નાગરદાસ રોડ પર આવી ગયો અને ૧૦ મિનિટ પછી તે મોટ્ટું બિલ્ડિંગ મળ્યું. હું ત્યાં સૌથી પહેલો પહોંચ્યો, પછી ગૌરવ આવ્યો અને ધીમે-ધીમે પબ્લિક આવી. સામાન્ય રીતે લિનક્સ મિટિંગમાં ૧૦-૧૫ જણાં ઘણાં કહેવાય. અનુરાગ, કૃષ્નિકાંત માને (જે અંધ હોવા છતાં, હોશિંયાર પાયથોન પ્રોગ્રામર છે. જેણે પાયથોન વિશે સાંભળ્યું હશે તેને નવાઈ લાગશે કે જ્યાં સ્પેશ અને ટેબની પણ ભૂલ આવતી હોય તેવા પ્રોગામિંગમાં આ માણસ કેવી રીતે કામ કરતો હશે?), મેહુલ, સીજી અને બીજા ઘણાં નવા લોકોની મુલાકાત થઇ. હું લેપટોપ લઇને નહોતો આવ્યો એટલે વગર સ્લાઇડે પહેલી વખત (ડેબિયન વિશે) પ્રેઝન્ટેશન આપ્યું અને સારુ રહ્યું (પ્રેઝન્ટેશન સારું જાય એનો માપદંડ? લોકો સવાલ પૂછે તે!).

કૃષ્નિકાંતે તેના પ્રોજેક્ટ ગ્નુખતા (ટેલી જેવું લિનક્સ માટેનું સોફ્ટવેર) વિશે અપડેટ્સ આપી. પછી, અમે આડા-અવળી ઘણી ચર્ચા કરી. અનુરાગને ઘણાં વખતે મળ્યો. અને, તેના D90ને જોઇને જીવ બાળ્યો🙂

મિટિંગ પછી નાસ્તા-પાણીનો કાર્યક્રમ હતો, પણ અમારે સંકલ્પમાં જવાનું હતું એટલે વહેલો નીકળી ગયો.

થોડા ફોટાઓ અહીં મૂક્યા છે.

ગૌરવ

ગ્નુખતા ટીમ, મેહુલ અને બીજાં લોકો..

અનુરાગ

કાર્તિક - ડેબિયનની ટોકમાં..

One thought on “લિનક્સ યુઝર ગ્રુપ, મુંબઇ – મિટિંગ

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s