કસ્ટમર કેમ ગુમાવવા – નિફ્ટી ફિફ્ટી અનુભવ

* મુર્તઝા પટેલ નેટવેપાર નામનો એક સરસ બ્લોગ ચલાવે છે અને આપણને બિઝનેસ મેનેજમેન્ટના સરસ ફંડા શીખવાડે છે. કસ્ટમર કેમ ગુમાવવા તેના સરસ ઉદાહરણો તેમણે આપેલા છે. તો અહીં હાજર છે મારો તાજેતરનો અનુભવ.

મારે પેલો નિફ્ટી-ફિફ્ટી લેન્સ લેવાનો હતો. તો તેના માટે હું દાદર ગયો અને રીનીત ઓફિસથી સીધો ત્યાં સ્ટેશન પર મળ્યો. અમને બન્નેને દુકાન ખબર નહોતી. પણ, અમારે જે.જે. મહેતામાં જવાનું હતું જે કેમેરા-લેન્સ વગેરે માટે બહુ જાણીતી દુકાન છે. હવે તે મળી ગઈ અને બે દુકાનો બાજુ-બાજુમાં હતી અને અમને એમ કે બન્ને એક જ દુકાન છે. અમે લેન્સ દેખ્યો અને ભાવ પૂછ્યો. સામાન્ય રીતે હું ડેબિટ કાર્ડ પર ખરીદી કરું છું. કાર્ડ ચાલશે કે કેમ તે મેં પૂછ્યું, તો તેમણે કહ્યું કે ૧૦૦ રુપિયા વધારે લાગશે એટલે અમે એ.ટી.એમ. બાજુમાં હોવાથી ત્યાં ગયા અને પાછા ફરતાં નજર પડી કે આતો કોઈ બીજી દુકાન છે. જે.જે. મહેતા તો બાજુમાં છે! તો પછી ત્યાં ગયા, લેન્સ માટે પૂછ્યું, કાર્ડ માટે પૂછ્યું, કોઈ વધારાનો ચાર્જ નહી. ૧૦૦ રુપિયા માટે બાજુ વાળી દુકાને પાંચ હજાર રુપિયા અને કદાચ તેથી વધુ તો બે કસ્ટમર ગુમાવ્યા.

જો તમારે કેમેરા, લેન્સ વગેરે લેવું હોય તો, જે.જે. મહેતાના ભાવ યોગ્ય હોય છે, પણ ધ્યાન રાખજો કે બાજુવાળી દુકાનમાં ન જાવ🙂

One thought on “કસ્ટમર કેમ ગુમાવવા – નિફ્ટી ફિફ્ટી અનુભવ

  1. કાર્તિકભાઈ, પ્રથમ તો…બ્લોગ મૂલ્યાંકન કરવા બદલ ખૂબ આભાર. પછી એ જાણીને થોડી વધારે ખુશી થઇ કે…જે ખરેખર ‘જાણ’કાર છે એ આ રીતે સાચી કોમેન્ટ દ્વારા અનુભવોનું ભાથું પોતાની સાથે સાથે બીજા માટે પણ બાંધતા રહે છે. Truly Appreciated.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s