કેબલ

* કેબલ ઉર્ફે ચેનલ એ જીવનનો અંતરંગ ભાગ છે. મને તો ચાલે, પણ ઘરવાળાઓ (ie કવિન, કોકી) બૂમો પાડે છે એટલે નવા ઘરમાં કેબલ વાળાની શોધ ચાલુ છે. નવી જગ્યાએ નવો કેબલ વાળો એટલે ફરી પાછી નોન-રીફન્ડેબલ ડિપોઝીટ અને ભાવમાં પચાસનો વધારો. ગઈકાલે કેબલ વાળો અચાનક મળી ગયો અને તેને આજે બોલાવવામાં આવ્યો હોવા છતાં આવ્યો નથી, એટલે હું પેલા ટાટા સ્કાય કે પછી એરટેલનો વિકલ્પ વિચારું છું (ના, હકલા શાહરુખનું ડિશટીવી નહી, કારણકે એ પોતે ટાટા સ્કાય વાપરે છે એવા ફોટા-લેખ નેટ પર ફરે છે..).

તો આમાંથી કયુ સારું. મને ખબર છે કે બન્ને કસ્ટમર લૂંટ પ્રેમી છે. છતાંય, બે શેતાનો માંથી કયો સારો? આપનો કિંમતી અને પવિત્ર મત આપવા વિનંતી.

23 thoughts on “કેબલ

  1. હું એરટેલ વાપરુ છુ એક વર્ષથી… ભાડું પણ આપણને મધ્યમ વર્ગને પરવડે એવુ છે..
    પણ જો તમારે વાઇડ એલ.સી.ડી ટીવી હશે તો કદાચ તમારે તેના માટે એરટેલ એચ.ડી લેવુ પડે…

    Like

  2. kartik sir, I’m against TV connection because it decrease the human value. U can feel it better while U wanna talk to the person n the person is busy with her/his tv show(or vice-versa). So I download good TV shows in HD Quality n my family members watch them whenever they have a time(Not when the show is telecast). “Colors” web-casts its all episodes on Youtube. It might be painful at starting but after 15 days,all of you will be used to it. I hope U can convince ur family members 🙂

    Like

  3. હું ટાટા સ્કાય વાપરું છુ, કારણકે એની આફ્ટર સેલ્સ સર્વિસ સારી છે, તુરંત જ જવાબ અને તકલીફ (બહુ ઓછી પડી છે) નો નિકાલ આવે છે, પાછુ તમે એને વેબ પરથી રીચાર્જ કરી શકો છો. એરટેલનો ફોન અને એની કસ્ટમર સર્વિસ સારી ના હોવા ના કારણે મને એરટેલ નથી ગમતું. ભલે ગમે તેટલા ઊંચા દાવા હોય.
    ટેકનીકલ રીતે બંને મોટે ભાગે સરખા જ છે. જો ઇકોનોમિક દ્રષ્ટિએ જુવો તો બંને ના પેકેજ સરખાવી લેવા. અને કયી ચેનલ નથી જોવાની એ રીતે નક્કી કરી શકાય.

    Like

    1. I do agree with that… હું પણ ટાટા સ્કાય વાપરું છુ,એની આફ્ટર સેલ્સ સર્વિસ ખરેખર સારી છે,ટાટા સ્કાય પણ નેટબેન્કીગથી ઓનલાઈન રિચાર્જ કરાવી શકશો

      Like

  4. એરટેલ સારું, નેટબેન્કીગથી ઓનલાઈન રિચાર્જ કરાવી શકશો(દરેક રિચાર્જનો ૧૧ રૂપિયા ચાર્જ ઓનલાઈન કરાવો તો). એક વર્ષનું સામટું લેશો તો બે મહિના મફત મળશે. તમારો ફોન એરટેલનો હોય તો કસ્ટમર કેર સાથે વાતચીત મફત(અન્ય ફોનના કિસ્સામાં શું એ તપાસ કરી લેજો. ટોલફ્રીનો બહુ ફાયદો છે કારણકે પોસ્ટ સેલ સર્વિસનું બધું કામ ફોન દ્વારા થાય છે.) બેઝીક પેકેજ ૧૪૦ની આસપાસ પર મન્થ પડશે, પણ જો ૧૬૫ વાળા પેકેજમાં જાઓ તો બધીજ મહત્વની ચેનલો મળશે. હા પોગો, કાર્ટૂન નેટવર્ક માટે મહિનાના ૨૫ રૂપિયા એકસ્ટ્રા, જો કવિનની ડિમાન્ડ હોય તો. નજીકના સારા ડિલર પાસેથી લેશો તો એરટેલ અને તમારી વચ્ચે ડિલરનું માધ્યમ પણ રહેશે જે મદદરૂપ થશે.

    Like

  5. હું TataSky વાપરું છુ. હજુ સુધી કોઈ તકલીફ નથી પડી. Customer Care પણ સારી service આપે છે. online recharge ની પણ સુવિધા છે.

    – ભાવિક

    Like

  6. ભાઈ …મારે તો બીગ ટીવી છે અને નેટ પર રિચાર્જ પણ ફ્રી માં જ થાય છે. આમ જોઈએ તો બધી કંપનીઓ એક સરખી જ છે….છતાં , તાતા સ્કાય કે બીગ ટીવી સારું….પેકેજ જોઈ લેવું…..બીગ ટીવી વાળા એમની વોરંટી પૂરી થયા પછી, સર્વિસ આપવાના ૧૬૦-૧૭૦ રૂપિયા લે છે. ટૂંકમાં, કોઈ કંપની પ્રત્યે “સદભાવ” રાખ્યા વગર,પોતાનો ફાયદો જોઈ લેવો….કઈ ચેનલ ..કેટલામાં …મળે છે….? જોઈ લેવું.

    Like

  7. + 1 TATASky I have been using it for 2 years now, online recharge hoy ke customer care TATA nu naam chhe… but my mobile exp with TATA was not good, that went good for TATA broadband.

    I keep all the services with different provider, TV (Tatasky after dishtv) , Broadband (Airtel – After shifting TATA BB was not available in my area ) , Mobile (vodafone after TATA – Reliance & idea), Landline (BSNL & Airtel).

    Like

  8. હું ૩ વર્ષથી કોઈ કનેક્શન વગર TV વાપરું છું (કોરિયા TV જે બતાવે તે, ફાયદો એ કે કોરિયન ભાષા સુધરે..) joke apart, ઘરની વ્યક્તિ માટે જરૂરી હોય તો લેવું જ જોઈએ, કોઈ પણ લુંટારૂ કંપની ચાલે

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.