અમદાવાદ-પાલનપુર-અમદાવાદ વાયા મેળોજ, વેસા

* ના. આ કોઈ નવી બસ નથી, પણ છે અમારી નાનકડી બે દિવસની નાનકડી ટ્રીપ. શનિવારે સવારે અમે પાલનપુર જવા માટે નીકળ્યા અને થોડીવાર પછી બસ મળી અને બસ ડ્રાઈવર ખબર નહી શું ખાઈને આવ્યો હતો, તેણે ત્રણ કલાકની મુસાફરી ચાર કલાકમાં પૂરી કરી. જે પ્રસંગમાં જવાનું હતું તે પૂરો થઈ ગયો હતો 😀 પણ બીજા દિવસે મુખ્ય પ્રસંગ હતો એટલે વાંધો ન આવ્યો. પાલનપુરની હાલત ખરાબ હતી. લગભગ દરેક જગ્યાએ કશાક માટે ખાડા ખોદેલા હતા અને તેના પર ફરીથી રોડ કરવાની જગ્યાએ દર વખતની જેમ પથ્થરના થીગડાં મારી દેવામાં આવ્યા હતા. શનિવાર હતો એટલે મને એમ કે કોઈ મિત્રની મુલાકાત થશે પણ બધા સાંજ સુધી બીઝી હતા. સદ્ભાગ્યે, ભાવેશ અમને દિલ્હીગેટ મળી ગયો અને ઘણાં વખતે મળ્યા એટલે બન્નેની પાસે આપવા-કહેવા જેવા ઘણાં સમાચારો હતા. એ પહેલા પથ્થરસડક પર જઈને જનતાની મેન્ડેટરી કચોરી ખાધી. આટલી મોંધવારી હોવા છતાં તેની કચોરી અમે જ્યારે ખાતા હતા ત્યારે ત્રણ રુપિયામાં મળતી હતી અને આજે આઠ રુપિયામાં મળે છે. સ્વાદ એવો જ છે, જોકે.

રાત્રે આરામ કર્યો. રાસ-ગરબા હતા પણ પાઉંભાજી એ પેટમાં રાસ રમ્યો એ બહુ જ હતો. બીજા દિવસે અમારે જાનમાં જવાનું હતું. દરેક જાનની જેમ આ જાન પણ એક કલાક લેટ પડી પણ છેવટે પહોંચી ખરી. અમે પહોંચ્યા સિધ્ધપુર નજીકના મેળોજ ગામે.

મેળોજ ગ્રામ પંચાયત - સિધ્ધપુર કે સિધ્ધપુ

ભયંકર ગરમી અને લગ્ન અને ભોજન સહન કરી અમે વળતી જાનમાં છાપી ઉતરી ગયા અને ત્યાં કોકીના પપ્પા ઉર્ફે સસરાજી લેવા આવ્યા હતા. ત્યાંથી જીપડામાં પહોંચ્યા વેસા. થોડો આરામ કરીને વેસાની ફોટોવોક લેવા નીકળ્યા પણ મોડું થઈ ગયું હોવાથી કંઈ ખાસ ફોટા ન આવ્યા. પછી, મસ્ત ખીચડી-છાસ ખાઈને ગપ્પા માર્યા. કવિનને ધૂળમાં રમવાની મજા આવી અને પછી તેણે હિંચકામાં બે વાર માથું ફોડ્યું. સવારે ઉઠ્યા તો વાંદરાઓ અમને જોતા હતાં અને અમે વાંદરાઓને. ફટાફટ તૈયાર થઈને નીકળ્યા. ત્યાંથી છાપી ગામ, ત્યાંથી છાપી હાઈવે અને ત્યાંથી બસ ન મળવાથી સિધ્ધપુરને ત્યાંથી અમદાવાદ. બસની મુસાફરી ભયંકર હોય છે એ ફરી સાબિત થયું. આપણેને તો લાલુજીની (સોરી, મમતાદીદીની) રેલ ગમે.

અને, સવારે જે માટે દોડાદોડી કરી નીકળ્યા એ મારી મિટિંગ તો કેન્સલ થઈ છે એવો ઈમેલ ઘરે આવ્યા ત્યારે રાહ જોતો હતો…

Advertisements

3 thoughts on “અમદાવાદ-પાલનપુર-અમદાવાદ વાયા મેળોજ, વેસા

 1. થોડા સમય પહેલા હું પણ નિયમિત ડીસા જતો હતો ( જતો નહતો, જવું પડતું હતું, કેમ કે ટીઆ ડીસા રહેતી હતી.) ત્યારે રસ્તા માં પાલનપુર આવે. મેં મારી જિંદગી માં લગન પછી ST બસ માં બેસવાનું ચાલુ કર્યું. જીવન નું સત્ય નાની નાની મુસાફરીઓ માં જ સમજી ગયું હતું. બહુ ખબર ન પડે એટલે કોઈ વાર હાઈવે વળી બસ ન બદલે પાલનપુર સીટી માં જાય એવી બસ માં બેસી જતો :). એ સમયે સીટી નો પુલ બન્યો હશે નવો નવો. હું તો એવા ગોથા ખાતો બસ માં. કમર ની પથારી ફરી જતી.

  આજે પણ ૪ વરસ પછી પાલનપુર માં પરિસ્થિતિ એજ છે. કોઈ ને કોઈ સરકારીવિભાગ રસ્તા ની માં ફાડી ને મુકવા ની જવાબદારી ઉપાડી જ લેતા હોય છે. 😀

  Like

 2. Hello kartik,
  me tamra blog ma ghanu vanchyu aaje….hu pan aam juo to palanpur ni kahevau….pan tame lakhyu ke tame chhapi utarya hata…..mara parents atayre chhapi ma jjj rahe chhe….joke hu ghana varsho thi gayi nathi…pan tamra blog ma e vishe vanchi ne annand thayo….
  tame koyi topic par discussion pan rakho chho khara…??

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s