ફિલમ: સ્ટેન્લી કા ડબ્બા

* છેલ્લે તીસ માર ખાઁ જોયા પછી થિએટરમાં મુવી જોવા જવાની હિંમત ચાલતી નહોતી. પણ, પછી સ્ટેન્લી કા ડબ્બા વિશે ઘણું સાંભળ્યું અને વધુમાં આ મુવી કેનોન 7D ડિજીટલ કેમેરા વડે ઉતરેલું છે (ના, મારી પાસે 7D નથી :D) એટલે વધુ ઇચ્છા થઈ ગઈ. આજે સવારે ટિકિટ લેવા ગયો અને તરત મળી ગઈ. એ પહેલા ઓનલાઈન ટિકિટ બુક કરાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો (અને શા માટે એક ટિકિટના ૨૦ રુપિયા વધુ આપવા?).

૬.૩૦ નો શો હતો અને અમને એમ કે અમે મોડા પડીશું, પણ અમે ગયા ત્યારે થિએટરમાં અમારી સાથે ગણીને પાંચ જણા હતા. મને ડર લાગ્યો કે આ લોકો શો કેન્સલ ના કરી દે, પણ મુવી ચાલુ થતાં સારી એવી પબ્લિક આવી પહોંચી એટલે શાંતિ થઈ.

સ્ટેન્લી એ એક વિદ્યાર્થી છે અને કોઈક હોલી સ્કૂલમાં ભણે છે. દરેક સ્કૂલમાં હોય એમ અમુક ટીચર સારા છે, અમુક ખરાબ અને અમુક ખડ્ડુસ. હિન્દીના ટીચર વર્મા (અમોલ ગુપ્તે) એ ડબ્બાપ્રેમી ઉર્ફે ખડ્ડુસ ટીચર છે અને જ્યાં ત્યાંથી છોકરાઓ અને ટીચર્સનો પણ ડબ્બો ઝાપટી જાય છે. રોઝી મિસ સારા છે જે સ્ટેન્લીની ક્રિએટીવિટીને વખાણે છે, પણ ક્રિસમસ વેકેશન પછી એ પોતાના વેડિંગ વેકેશનમાં જવાના છે અને પાછું ક્રિસમસ પછી ત્રણ લેકચર્સ (ક્લાસ) એકસ્ટ્રા લેવાના હોય છે. સ્ટેન્લી કોઈ કારણોસર ડબ્બો લાવતો નથી, પણ તેના મિત્રો (ખાસ કરીને પૈસાદાર છોકરો અમન) તેના માટે મોટું ટિફિન લઈ આવે છે. ખડ્ડુસની નજર આ ટિફિન પર પડે છે, પણ સ્ટેન્લી અને કંપની ખડ્ડુસને જે રીતે દોડાવે છે તે કદાચ ફિલ્મનો સૌથી સરસ ભાગ છે. પણ, એ લોકો પકડાઈ જાય છે અને તે સ્ટેન્લી જ્યાં સુધી ડબ્બો નહી લાવે ત્યાં સુધી સ્કૂલમાં આવવાની ના પાડે છે. સ્ટેન્લી કોઈ કારણોસર ડબ્બો લાવી શકતો નથી અને સ્કૂલે પણ નથી આવતો. રોઝી મિસ પાછા આવે છે ત્યારે વાર્તામાં થોડો વળાંક આવે છે.. બાકીની વાર્તા માટે જુઓ.. સ્ટેન્લી કા ડબ્બા.

(રિવ્યુ: રોટ્ટન વડાપાઉં માટે લખ્યો અને અહીં જ પ્રકાશિત થયો) 😀

Advertisements

10 thoughts on “ફિલમ: સ્ટેન્લી કા ડબ્બા

 1. આજે સવારે આ સ્ટેનલીનો ડબ્બો જોવાનો પ્લાન હતો પણ મહેમાન આવી ચઢ્યા અને પ્લાનનું સુરસુરીયું થઇ ગયું! હવે આવતા વીક એન્ડ સુધી મેળ નહિં પડે. ત્યાં સુધીમાં તો કદાચ ફિલ્મ થીયેટરમાંથી ઉતરી ગઇ હશે એટલે હવે DVD પર જોવી પડશે એવું લાગે છે. હું કોઈપણ ફિલ્મ સવારનાજ શો માં જોઉં છું. સાંજના શો માટે અઢીસો-ત્રણસો રૂપિયા આપીને જોવા લાયક કોઇ ફિલ્મ હવે બનતીજ નથી.

  Like

 2. આજે સવારે જ આ મૂવી જોયું. ઇન્ટરવલ સુધી માત્ર preface જેવું જ છે, પણ એટલા ભાગે મને મારા શાળા જીવનની યાદ અપાવી. ઈન્ટરવલ પછી વાર્તા શરૂ થઈ અને ગમી. સરળ, સ્વચ્છ અને સુઘડ ચલચિત્ર. ગમ્યું.

  Like

 3. સાંજે જોવાનો ચાન્સ મળી ગયો. Nice little movie. અંત જોઇને થોડા ગમગીન બની જવાયું. પણ સ્ટેનલી દયાનું પાત્ર નથી બનતો. He faces the brutal reality of life and comes out a winner. એના મિત્રો, અને શિક્ષકો એને ચાહે છે. चाचा मेरा थोडीना है! Yes dude! ચાચા તારા નથી પણ દર્શકો ચોક્કસ તારા છે.

  Like

 4. કવીન તમને મુવી જોવા દે છે, સારું કહેવાય.
  અમારે તો હવે કોણ જાણે ક્યારે જઈશું ?

  છેલ્લું મુવી અમે તારે ઝમીન પર જોયું હતું. 😦

  Like

  1. હા. થોડી મસ્તી કરે છે, પણ એનાથી અમારા કરતાં આજુ-બાજુ વાળાને વધારે તકલીફ થાય છે. હવે, મુવી જોવા આવ્યા હોય તો થોડું તો સહન કરવું પડે છે. એટલિસ્ટ, ફિલ્મ કરતાં તો કવિન તરફથી ઓછું સહન કરવાનું આવે છે..

   Like

  1. ટૂંકો જવાબ – ના.

   લાંબો જવાબ – પેલા વિશાલભાઈ સાવલિયાને આટલાં પ્રશ્નો પૂછવાં.

   ૧. બારડોલીમાં કયા થિએટરમાં આ મુવી લાગ્યું હતું.
   ૨. તેઓ પહેલાં તીસ માર ખાં જોવા ગયા હતા?
   ૩. ત્રણ જણાં સાથે જ?
   અને છેલ્લે,
   ૪. એમનાં બ્લોગ પર જ્યાં-ત્યાંથી ઉઠાવેલ કોપી-પેસ્ટ પોસ્ટ જ કેમ હોય છે.

   Like

   1. આ બટુક જાનીનો આઈપી એડ્રેસ આપવા વિનંતી.

    મારે ખાત્રી કરવી છે કે આ બટુક જાની એ તો નથી જેણે ફનએનગ્યાન.કોમની નકલ કરી છે અને પોતે કોપી-પેસ્ટ કરી બ્લોગ ચલાવે છે…

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.