ફિલમ: કુંગ ફૂ પાન્ડા – ૨

* આજે સાંજે મને વિચિત્ર અકળામણ થઈ અને નક્કી કર્યું કે કુંગ ફૂ પાન્ડા – ૨ જોવા જઈએ. હવે, તૈયાર થતો હતો ત્યારે મારા ચશ્માનો કાચ નીકળી ગયો અને ૨૦ મિનિટ તેને ઠીક કરવામાં વીતાવ્યા પછી મેં જાહેર કર્યું કે આ મારાથી નહી થાય. રવિવારે, પાછી ગુરુકુળ રોડની મોટાભાગની દુકાનો બંધ. રીક્ષામાં પહેલા ત્યાં ગયા. મારી રેગ્યુલર દુકાન બંધ. આજુ-બાજુની બે-ત્રણ પણ બંધ. એક ટાઈટન આઈ ખૂલ્લી હતી. પણ, મને ખબર હતી તેમ તેમનો ટેકનિશિઅન હાજર હતો નહી. એક બીજી દુકાન વાળા પણ ખાલી ટાઈમપાસ કરવા બેઠા હતા. થોડું ચલ્યા તો એક દુકાન દેખાઈ અને તેણે તરત કાચ ફીટ કરી આપ્યા અને પૈસા પણ ન લીધા. આને કહેવાય ખરો દુકાનદાર. તમે જો દુકાન ચલાવતા હોવ તો, જે વસ્તુ વેચતા હોવ તેનું જ્ઞાન રાખવું.

ખેર, પી.વી.આર.માં ગયા. ૬ વાગ્યાનો શો તો ચાલ્યો ગયો હતો એટલે ૮ વાગ્યાની ટીકીટ લીધી. આમ, તેમ ટાઈમપાસ કર્યો. પણ, એક્રોપોલીસ મોલ હજી પોલીસ ઠાણા જેવો બેજાન છે. કવિનને ગેમ રમવી હતી, એટલે તેને આડા-અવળું કહીને સાચવવો પડ્યો. એડવેન્ચર ઓફ ટીનટીન આવે છે, એ ટ્રેલર દ્વારા જાણવા મળ્યું. આ મુવી પાક્કું.

કુંગ ફૂ પાન્ડા હજી સુધર્યો નથી. અને, આ બાજુ વિલન મોર ચીન પર કબ્જો જમાવવા માંડ્યો છે. કુંગ ફૂ પાન્ડાને તેના ચમચાઓ જોડે લડતાં કંઈક ચિહ્ન દેખાય છે, જે તેને તેનું બાળપણ યાદ કરાવે છે. તે પોતાના પપ્પા (બગલા)ને પૂછે છે કે એ ક્યાંથી આવ્યો. આ વખતે સંવાદો આગલા મુવી જેવા જ સરસ કોમેડી જ છે. તેના પપ્પા તેને સ્ટોરી કહે છે, પણ તેમને પણ ખબર નથી કે તેના મૂળ માતા-પિતા કોણ છે. આ પછી બધાં ડ્રેગન વોરિઅર્સ પેલાં મોરને મારવા ઉપડે છે. મોર મરે છે, પણ એ પહેલાં ઈનર પીસની વાત સરસ રીતે કહેવાઈ છે. ભૂતકાળને ભૂલી તમારો વર્તમાન જ તમને ઈનર પીસ આપે છે, એ સરસ સચોટ રીતે કહેવાયું છે.

ઘરે પાછાં આવ્યા અને કુંગ ફૂ પાન્ડાની જેમ અમે બન્ને એ થોડી લડાઈ કરી. એ હજીયે કુંગ ફૂ પાન્ડાને કુકુ પાન્ડા કહે છે 🙂

Advertisements

5 thoughts on “ફિલમ: કુંગ ફૂ પાન્ડા – ૨

  1. મુંબઈમાં અમિતાભ બચ્ચન સપરિવાર આ ફિલ્મ જોવા ગયા હતા. અક્ષય કુમાર પણ એ જ શોમાં હાજર હતો.

    Like

  2. kartik,
    mane ek vat bahujjj gami …ane e chhe ke ..kavin kuku panda kahe chhe….sanbhali ne ghani maja aavi…me mara man ma ghani var e boli ne joyu….kuku panda…..me vicharyu pan nahtu ke balako aatlu sarar boli sake chhe…..it’s sooooo cute…a lots of love to kavin from me.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.