વર્ડપ્રેસ.કોમની પાંચ ઓછી જાણીતી પણ સરસ સુવિધાઓ

૧. વિકલી ડાયજેસ્ટ: જો તમે કોઈ બ્લોગને ઈમેલ વડે સબસ્ક્રાઈબ કરો અને ઢગલાબંધ પોસ્ટ મળતા હોય તો, આ દર સોમવારે એક જ ઈમેલમાં બધી પોસ્ટ વાંચવા મળશે. પોતાના જ બ્લોગને બેકઅપ કરવા માટે પણ આ વાપરી શકાય છે.

My Account –> Manage my subscription વડે વિકલી કે દરરોજ ઈમેલ મેળવી શકાય છે.

૨. રેન્ડમ પોસ્ટ: કોઈ સરસ બ્લોગ પર જઈ ચડ્યા હોવ કે પોતાના બ્લોગ અતીતને માણવો હોય (જો તમે જાતે લખ્યું હોય તો..) આ સુવિધા સરસ છે.

આ માટે, Blog Info –> Random Post.

૩. કોપી પોસ્ટ: જો તમે કોઈ લેખમાળા ચલાવતા હોવ. દા.ત. પુસ્તક પરિચય તો તેનું માળખું દરવખતે નવું બનાવવાની જગ્યાએ પોતાના જ જૂનાં પોસ્ટની કોપી કરીને ટેમ્પલેટ તરીકે વાપરી શકો છો. વિનયભાઈ એ કદાચ આ વિશે વિગતે લખ્યું છે.

૪. માય કોમેન્ટ્સ: વર્ડપ્રેસ.કોમની સાઈટ્સ પર તમે કરેલ કોમેન્ટ્સ (તમારા વર્ડપ્રેસના લોગીન, ઈમેલ વડે જ) તમે એક સાથે જોઈ શકો છો.

૫. ડિલીટ સાઈટ: નક્કામો બ્લોગ ચલાવતા થાક્યા છો? તો હાજર છે સરસ ઉપાય. Tools –> Delete Site. વર્ડપ્રેસ હવે બ્લોગ દૂર કરવાની ઘણી બધી સુવિધાઓ આપે છે. તમે તમારો બ્લોગ બીજાને આપી શકો છો, બધી જ માહિતી દૂર કરી શકો છો, વગેરે વગેરે.

તમને ગમતી બીજી નાનકડી સુવિધાઓ તમે કોમેન્ટ્સમાં ટીપ તરીકે આપી શકો છો.. 🙂

Advertisements

5 thoughts on “વર્ડપ્રેસ.કોમની પાંચ ઓછી જાણીતી પણ સરસ સુવિધાઓ

 1. કાર્તિકભાઈ… તમે જણાવો છો કે- તમે તમારો બ્લોગ બીજાને આપી શકો છો,
  તો આ બાબતે અમારે એ જાણવું છે કે- બેંકને આપી શકાય? બેંક લોનના હપ્તા ઓછા કરી આપે?
  અથવા તો કોઈને આપી દેવાથી ઇંકમટેક્ષમાં રાહત મળે?

  Like

  1. જો તમારો બ્લોગ વાર્ષિક પાંચ લાખથી ઓછી હિટ્સ ધરાવતો હોય તો તમારે ઈન્કમટેક્સ નહી ભરવો પડે એવું આજે ક્યાંક વાંચ્યું છે..

   Like

 2. યશવંતભાઈ,

  એ તો તમારા લોકોના બ્લોગ માટે, પણ જો ભૂલથીયે બેંક વાળા અમારા જેવાનો બ્લોગ પર ‘ચડી’ જાય તો લોન માટે અરજી કરી હોય તો પાછી આવે અને લોન આપી દીધી હોય તો વ્યાજ ડબલ કરી નાંખે ! 😉

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.