અમદાવાદ ફોટોવોક ૧ – લાલ દરવાજા અને આજુ-બાજુ

* ફોટોવોક એટલે શું? ફોટોવોક એટલે અમુક લોકો ભેગા થઈને ચાલતા-ચાલતા કોઈક ચોક્કસ જગ્યાઓના ફોટા પાડે તે. તો આવી જ એક ફોટોવોક આજે સવારે ૬ થી ૯ દરમિયાન રાખેલી હતી. અમે બધા સીદી સૈયદની જાળી આગળ ભેગા થયા. ડો. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટરમાં ચાલતી ફોટોગ્રાફી ક્લબના કેટલાંક સભ્યો પણ જોડે હતા. આનંદની વાત હતી કે ભાર્ગવ પંડ્યા (જુઓ મારી IPR વર્કશોપ વાળી પોસ્ટ) અમારી સાથે હતા. સીદી સૈયદની જાળી, ભદ્ર, ત્રણ દરવાજા, જામા મસ્જિદ, થોડીક પોળો અને પછી રીલીફ રોડ. આટલી જગ્યાએ અમે ફર્યા. નવી ઓળખાણો થઈને મજા આવી ગઈ. દુર્ભાગ્યે ગરમી વધુ હોવાથી અમારે ૯ વાગ્યે જ કાર્યક્રમ સમેટી લેવો પડ્યો.

મારા અમુક ફોટાઓ ફ્લિકરના અમદાવાદ ફોટોવોક ૧ સેટ પર જોવા મળશે.

તો, હવે પછી ફોટોવોક હશે તો બ્લોગ પર જાણ કરીશ. બધાંને આમંત્રણ છે. પશ્ચિમ અમદાવાદમાં ફોટા પાડવા જેવી કોઈ જગ્યા ખરી? જણાવવા વિનંતી.

8 thoughts on “અમદાવાદ ફોટોવોક ૧ – લાલ દરવાજા અને આજુ-બાજુ

  1. અમદાવાદને તસવીરોમાં નિહાળીને ખૂબ જ આનંદ થયો. બે વર્ષ બાદ પાછા ફરીશ ત્યારે તમારી સાથે જોડાવાની ઈચ્છા છે. શું કહો છો?

    Like

  2. Hi kartik.. First of all.. I am a newly addicted bug of ur blog… and I like it very much.. keep writing…

    અમદાવાદ પશ્ચિમમાં ફોટોગ્રાફી માટે જવું હોય તો સરખેજ રોજા એક સારો ઓપ્શન છે… સુંદરવન પણ જઈ શકાય… (જો ચાલુ હોય તો)

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.