પુસ્તક: કુકિંગ ફોર ગિક્સ

* ડેબિયન અને બીજાં ઓપનસોર્સ પ્રોજેક્ટમાં કામ કરતાં અનેક નવાં મિત્રો બન્યા છે (એમાં કેટલાકને હું ક્યારેય મળ્યો નથી) અને મિત્રતા રીઅલ લાઈફ મિત્રો જેવી જ સારી એવી છે. ડેબિયનમાં હું netsniff-ng નામનું પેકેજ સંભાળુ છું (જે નેટવર્ક કે પ્રોટોકોલ એનાલિસિસ અથવા વાયરલેસ ક્રેક કરવા અથવા રીવર્સ એન્જિનિયરિંગ માટે વપરાય છે :P). આ પરથી તેના મુખ્ય ડેવલોપર જોડે વધુ ઓળખાણ થઈ અને મારી થોડી એવી મદદને કારણે અમે નાનકડાં (પણ, સ્ટુપિડ) બગ્સ ઉકેલી શક્યા. થોડા સમય પહેલાં ચેટ દરમિયાન તેણે કહ્યું કે મદદ માટે હું તને કંઈક ગિફ્ટ મોકલવા માંગું છું. મેં કહ્યું કંઈ પણ મોકલજે (જે તને સસ્તું પડે તે). ગઈકાલે બહાર જવાની તૈયારી કરતાં હતાં અને પોસ્ટ આવી તો,

કુકિંગ ફોર ગીક્સ

સરસ પુસ્તક છે. જોકે થોડા પાનાં ઉથલાવ્યા તો ઘણી વસ્તુઓ નોન-વેજ છે. પણ, કિચન અને કુકિંગની સારી એવી ટીપ્સ મારા જેવાં રસોડાં તરફ ન ફરકતાં લોકો માટે સારી રીતે આપેલી છે. બ્રેકફાસ્ટ વગેરે તો હું ટ્રાય કરી શકીશ. અને, આમ પણ જમવાનું બનાવવાનું શીખવાનું એ આ વર્ષના વિશલિસ્ટમાં હતું ખરું એવું મને યાદ છે.. 🙂

થેન્ક્સ, ડેનિઅલ!

3 thoughts on “પુસ્તક: કુકિંગ ફોર ગિક્સ

  1. “જમવાનું બનાવવાનું શીખવાનું એ આ વર્ષના વિશલિસ્ટમાં હતું ખરું એવું મને યાદ છે..” માત્ર યાદીમાં ના રહે ચાલુ પણ થઈ જાવ ! વર્ષના છ માસ તો પૂરા થવા આવ્યા. પહેલી વાનગી બનાવો તે ચાખવા તો કદાચ ના મળે પણ રેસીપી જરૂર મોકલશો હું ટ્રાય કરીશ ! ઓ.કે ?

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.