નક્કદવાલે ખિસ્કો, ઉધારવાલે ડિસ્કો..

* આ પોસ્ટ પેલા દિલ્હી બેલીના પ્રખ્યાત (અને સરસ) ગીત વિશે નથી. આ પોસ્ટ છે, છેલ્લાં કેટલાય વખતથી છાપાંઓમાં ચગડોળે ચડેલ ૧ કા ૨ અને ૧૨૦ ટકા કે વધુ વ્યાજ આપતા કૌભાંડોમાં સંડોવાયેલા અને ફસાયેલા લોકો પર. અરે, ભાઈઓ (અને બહેનો), ૧ ના ૨ કરવા જાવ તો પૈસા ગુમાવવા જ પડે. સાદું-સીધું જીવન સારું. મને તો આ ક્રેડિટ કાર્ડનોય ડર લાગે છે અને થોડા સમય પછી તેને બાય-બાય કહેવું છે. શાંતિપૂર્ણ જીવન એટલે એક પોતાનું ઘર, એક નાનકડું લેપટોપ, એકાદ સારો કેમેરો અને એકાદ મોટી ગાડી. બીજુ શું જોઈએ? (ઓકે, મજાક છે.)

પણ, લોકો સમજતાં નથી અને ખોટી સ્કિમ, લાલચ કે પછી આંધળા બની પૈસા ગુમાવે છે. પેલી માધુપુરા મર્કેન્ટાઈલ બેન્કનું શું થયું? કોઈને ખબર છે?

આજનો વાંચવા (અને વંચાવવા) જેવો લેખ

.. સ્ત્રી વિરુધ્ધ પુરુષ

ખાસ કરીને મારા જેવા ગરમ મગજનાં પુરુષોએ વાંચવા જેવો લેખ અને ટીપ્સ અને ટ્રીક્સ લેવા જેવી છે.

વર્ડપ્રેસ.કોમની પાંચ ઓછી જાણીતી પણ સરસ સુવિધાઓ

૧. વિકલી ડાયજેસ્ટ: જો તમે કોઈ બ્લોગને ઈમેલ વડે સબસ્ક્રાઈબ કરો અને ઢગલાબંધ પોસ્ટ મળતા હોય તો, આ દર સોમવારે એક જ ઈમેલમાં બધી પોસ્ટ વાંચવા મળશે. પોતાના જ બ્લોગને બેકઅપ કરવા માટે પણ આ વાપરી શકાય છે.

My Account –> Manage my subscription વડે વિકલી કે દરરોજ ઈમેલ મેળવી શકાય છે.

૨. રેન્ડમ પોસ્ટ: કોઈ સરસ બ્લોગ પર જઈ ચડ્યા હોવ કે પોતાના બ્લોગ અતીતને માણવો હોય (જો તમે જાતે લખ્યું હોય તો..) આ સુવિધા સરસ છે.

આ માટે, Blog Info –> Random Post.

૩. કોપી પોસ્ટ: જો તમે કોઈ લેખમાળા ચલાવતા હોવ. દા.ત. પુસ્તક પરિચય તો તેનું માળખું દરવખતે નવું બનાવવાની જગ્યાએ પોતાના જ જૂનાં પોસ્ટની કોપી કરીને ટેમ્પલેટ તરીકે વાપરી શકો છો. વિનયભાઈ એ કદાચ આ વિશે વિગતે લખ્યું છે.

૪. માય કોમેન્ટ્સ: વર્ડપ્રેસ.કોમની સાઈટ્સ પર તમે કરેલ કોમેન્ટ્સ (તમારા વર્ડપ્રેસના લોગીન, ઈમેલ વડે જ) તમે એક સાથે જોઈ શકો છો.

૫. ડિલીટ સાઈટ: નક્કામો બ્લોગ ચલાવતા થાક્યા છો? તો હાજર છે સરસ ઉપાય. Tools –> Delete Site. વર્ડપ્રેસ હવે બ્લોગ દૂર કરવાની ઘણી બધી સુવિધાઓ આપે છે. તમે તમારો બ્લોગ બીજાને આપી શકો છો, બધી જ માહિતી દૂર કરી શકો છો, વગેરે વગેરે.

તમને ગમતી બીજી નાનકડી સુવિધાઓ તમે કોમેન્ટ્સમાં ટીપ તરીકે આપી શકો છો.. 🙂

ફિલમ: કુંગ ફૂ પાન્ડા – ૨

* આજે સાંજે મને વિચિત્ર અકળામણ થઈ અને નક્કી કર્યું કે કુંગ ફૂ પાન્ડા – ૨ જોવા જઈએ. હવે, તૈયાર થતો હતો ત્યારે મારા ચશ્માનો કાચ નીકળી ગયો અને ૨૦ મિનિટ તેને ઠીક કરવામાં વીતાવ્યા પછી મેં જાહેર કર્યું કે આ મારાથી નહી થાય. રવિવારે, પાછી ગુરુકુળ રોડની મોટાભાગની દુકાનો બંધ. રીક્ષામાં પહેલા ત્યાં ગયા. મારી રેગ્યુલર દુકાન બંધ. આજુ-બાજુની બે-ત્રણ પણ બંધ. એક ટાઈટન આઈ ખૂલ્લી હતી. પણ, મને ખબર હતી તેમ તેમનો ટેકનિશિઅન હાજર હતો નહી. એક બીજી દુકાન વાળા પણ ખાલી ટાઈમપાસ કરવા બેઠા હતા. થોડું ચલ્યા તો એક દુકાન દેખાઈ અને તેણે તરત કાચ ફીટ કરી આપ્યા અને પૈસા પણ ન લીધા. આને કહેવાય ખરો દુકાનદાર. તમે જો દુકાન ચલાવતા હોવ તો, જે વસ્તુ વેચતા હોવ તેનું જ્ઞાન રાખવું.

ખેર, પી.વી.આર.માં ગયા. ૬ વાગ્યાનો શો તો ચાલ્યો ગયો હતો એટલે ૮ વાગ્યાની ટીકીટ લીધી. આમ, તેમ ટાઈમપાસ કર્યો. પણ, એક્રોપોલીસ મોલ હજી પોલીસ ઠાણા જેવો બેજાન છે. કવિનને ગેમ રમવી હતી, એટલે તેને આડા-અવળું કહીને સાચવવો પડ્યો. એડવેન્ચર ઓફ ટીનટીન આવે છે, એ ટ્રેલર દ્વારા જાણવા મળ્યું. આ મુવી પાક્કું.

કુંગ ફૂ પાન્ડા હજી સુધર્યો નથી. અને, આ બાજુ વિલન મોર ચીન પર કબ્જો જમાવવા માંડ્યો છે. કુંગ ફૂ પાન્ડાને તેના ચમચાઓ જોડે લડતાં કંઈક ચિહ્ન દેખાય છે, જે તેને તેનું બાળપણ યાદ કરાવે છે. તે પોતાના પપ્પા (બગલા)ને પૂછે છે કે એ ક્યાંથી આવ્યો. આ વખતે સંવાદો આગલા મુવી જેવા જ સરસ કોમેડી જ છે. તેના પપ્પા તેને સ્ટોરી કહે છે, પણ તેમને પણ ખબર નથી કે તેના મૂળ માતા-પિતા કોણ છે. આ પછી બધાં ડ્રેગન વોરિઅર્સ પેલાં મોરને મારવા ઉપડે છે. મોર મરે છે, પણ એ પહેલાં ઈનર પીસની વાત સરસ રીતે કહેવાઈ છે. ભૂતકાળને ભૂલી તમારો વર્તમાન જ તમને ઈનર પીસ આપે છે, એ સરસ સચોટ રીતે કહેવાયું છે.

ઘરે પાછાં આવ્યા અને કુંગ ફૂ પાન્ડાની જેમ અમે બન્ને એ થોડી લડાઈ કરી. એ હજીયે કુંગ ફૂ પાન્ડાને કુકુ પાન્ડા કહે છે 🙂

નક્કામા અપડેટ્સ

* એમ તો મારા બધાં અપડેટ્સ પોસ્ટ બીજા બધાં માટે નકામા જ હોય છે, પણ આ અપડેટ્સ તો એકદમ નક્કામા છે. આ બે દિવસ હું બહાદુર બન્યો અને એક-પછી-એક પેન્ડિંગ કામ પૂરા કરવાનું નક્કી કર્યું. શું થયું?

૧. નર્મદા અને પછી અનેક કેનાલોનું કામ આપણી પ્રિય કોર્પોરેશને ઉપાડ્યું છે એટલે સોસાયટીમાં પાણીના લફડા થયા છે. પછી, નક્કી કર્યું કે પ્યોરિફાયર લાવીએ. ક્યાંકથી ફોન શોધી કર્યો તો ભાઈ સવારે ૯ વાગે આવીને મોટો ખર્ચો કરાવ્યો પણ, હજી સુધી ફિટિંગ કરવા આવ્યા નથી. આજની શોપિંગ ખરાબ કરી..

૨. અમારું ફ્રિજ અહીં આવતી વખતે મજૂરોએ વિચિત્ર રીતે તોડી નાખ્યું છે. સેમસંગને ફોન કર્યો પણ પછી એક વખત આવીને કોઈ ફરક્યું નથી. ફરીથી કસ્ટમર કેરને ફોન લગાવ્યો, પણ લાગે છે કે હવે સોમવારે જ ફરકશે.

૩. કવિને વોશ-બેસિનનો નળ-પાઈપ તોડ્યો છે. પાઈપ તો આપણે લગાવી પણ પ્લમબરની સ્કિલ નથી, એટલે પ્લમબરને બોલાવવો પડશે.

છે ને, એકદમ નક્કામાં અપડેટ્સ? પહેલેથી કીધું હતું..

ચાલો, વેજ. કોલ્હાપુરીની મસ્ત ખુશ્બુ આવે છે…

આજની કડીઓ

* આઈ.આઈ.ટી. મુંબઈની હોસ્ટેલના નિયમો પર એક ટીપ્પણી. વાંચવાલાયક અને વિચારવાલાયક લેખ.

* ‘જય હિંદ’ના સ્થાને ‘ખય હિંદ’ http://urvishkothari-gujarati.blogspot.com/2011/06/blog-post_03.html અહીં હસવું કે રોવું એ ખબર નથી પડતી..