અપડેટ્સ..

* કદાચ કોઈનું ધ્યાન ગયું હોય તો ગુજરાત સરકારે પ્રાઈવેટ સ્કૂલોને ડોનેશન વત્તા ફી-વધારા સામે મનાઈ ફરમાવી. હવે, આ માત્ર માધ્યમિક સ્કૂલો માટે છે, એટલે અમને તો અત્યારે કોઈ ફરક પડશે નહી. કવિનનું હજી મોટી સ્કૂલમાં એડમિશન લેવાનું બાકી છે. દુર્ભાગ્યે, મારે હજી અમદાવાદમાં રહેવું કે આંદામાન – કંઈ નક્કી નથી.

* કવિનની સ્કૂલ બેગ હવે ભારે થવાની શરુઆત થઈ છે. અને તેને અત્યારથી હોમવર્ક કરવાનો કંટાળો આવવા લાગ્યો છે.

* કોલેજ સમયનાં (એટલે કે એ સમયે વાંચવા જેવા) કોમ્પ્યુટર સાયન્સનાં કેટલાક પુસ્તકો ફરી વાંચવાના શરુ કર્યા છે. 🙂

* વજનમાં વધારો થયો છે. બે દિવસથી લેવામાં આવતા ભારે ભોજનનો પ્રતાપ લાગે છે.

* આજે રથયાત્રા હતી પણ બહાર જવાનો સમય ન મળ્યો (આળસુ અને નાસ્તિક જીવ, બીજુ શું?).

Advertisements

4 thoughts on “અપડેટ્સ..

 1. રથયાત્રા જોવા ના જવાયું તે બદલ તમે પોતાને નાસ્તિક ગણો છો એ જાની દુખ થયું
  શ્રદ્ધા મન માં હોવી જરૂરી છે. રથયાત્રા જોવા જનારા બધા આસ્તિક ક્યાં હોય છે?

  Like

 2. કાર્તિકભાઈ,
  * કવિનની સ્કૂલ બેગ હવે ભારે થવાની શરુઆત થઈ છે. અને તેને અત્યારથી હોમવર્ક કરવાનો કંટાળો આવવા લાગ્યો છે.-

  અમારું કહેવું એમ છે કે: હોમવર્ક બાળકે ન કરવાનું હોય. માબામે કરવાનું હોય. મોટાભાગે એમ જ થતું હોય છે.

  * કોલેજ સમયનાં (એટલે કે એ સમયે વાંચવા જેવા) કોમ્પ્યુટર સાયન્સનાં કેટલાક પુસ્તકો ફરી વાંચવાના શરુ કર્યા છે.

  – બીજી કોઈ પ્રવૃત્તિ શરૂ નથી કરીને?

  Like

 3. તાજેતરમાં થયેલ સંવાદ –

  01 – અમારો સન કે.જી.માં આવ્યો !
  RA – અમારો કસકતો મણમાંથી ટનમાં(8thમાં) આવ્યો!
  02 – તો પછી અમારે 12th પછી વાળાઓના પેરેન્ટસ શું કહે?
  RA – ટર્બો/કન્ટેઈનર !

  ‎^ આ વજનનો મામલો Fees અને Books બન્નેને અનુસંધાને લઈ શકાય!

  ‎^ તાજું (અને કરકરું 😉 ) મારું FB Status

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.