રવિવાર

* સામાન્ય રીતે અમે રવિવારે બહાર જતા નથી. ટ્રાફિક. ભીડ. વગેરે વગેરે. પણ, સાંજે સાડા પાંચે ચા પીધા પછી નક્કી કર્યું કે ચાલો ક્યાંક જઈએ. કવિનને હિમાલય મોલ બહુ ગમે, કારણ કે ત્યાં ગેમ રમવાની તેને મજા આવી અને મારી પાસે અગાઉથી લીધેલાં કોઈન્સ પડ્યા હતા તે પૂરા કરવાના હતા. પહેલાં CCDમાં થોડો નાસ્તો કર્યો. જે હતું તે ખાધું. કોફી પીધી અને પછી મારા કેમેરાની બેગ જોઈ. ક્રોમામાં એક બેગ કદાચ જૂની પડી હતી તે સારી લાગી અને તેમાં ડિસકાઉન્ટ હતું. પણ, કવિન કૂદકા મારતો હતો એટલે પહેલાં તેને ગેમ રમાડવા લઈ ગયા. થોડીવાર પછી અમે કંટાળ્યા અને ક્રોસવર્ડમાં ગયા ત્યાંથી શેતાનની ડીવીડી, એક ચા-કોફી મગ અને કવિન માટે લેગો બ્રીક્સ લીધા. કવિનને લેગો વડે જાત-જાતની વસ્તુ બનાવવાની બહુ ગમે છે અને તેનાં અત્યારનાં બ્લોક્સ બહુ મોટાં છે (અને અવાજ બહુ કરે છે. સ્વાભાવિક રીતે તે તેમાંથી ગાડી-વિમાન બનાવે અને અથડાવે) એટલે નાનકડાં સરસ તેને અપાવવામાં આવ્યા. શેતાન મુવી મારાથી રહી ગયેલું અને કવિનને જોડે લઈને જવાય તેમ નહોતું એટલે ડીવીડી લીધી. આમપણ, મુવી જોવા જઈએ તેના કરતાં એ સસ્તું પડ્યું એમ કહેવાય. (જોકે દરેક સારા મુવીની ડીવીડી ના લવાય એ કહેવાની જરુર છે?).

ક્રોસવર્ડમાં ગયા ત્યારે ત્યાં કંઈક બબાલ ચાલતી હતી. કોઈને પૂછ્યું તો જાણવા મળ્યું કે સવારે સ્કૂલ-કોલેજમાં ભણતી ચાર કે પાંચ છોકરીઓ આવી હતી અને મસ્તી કરતી હતી ત્યારે કોઈક વોટર બોટલ ફોડી નાખી હતી. સ્વાભાવિક છે કે તમે તોડો તો તમે દંડ ભરો. સાંજે તેમની મમ્મીઓ આવીને બબાલ કરતી હતી. ૨૦૦ રુપિયા માટે એ લોકોએ આખા ક્રોસવર્ડને માથે લીધું હતું અને છેવટે ક્રોસવર્ડ વાળાએ પોતાની રેપ્યુટેશન બગડતી બચાવવા નમતું મૂક્યું અને પૈસા પાછા આપ્યા. ત્યારે મનમાં સવાલ ઉઠે કે પોતાના સંતાનની ભૂલ છાવરતા મા-બાપ કેવા કહેવાય? કાલે ઉઠીને તે છોકરી કાર વડે કોઈને કચડે તો તેના મા-બાપ તેને બચાવશે જ. કે પછી ડ્રગ્સ કે ખરાબ સંગતે ચડે તો નવાઈ નહી. વેલ, આશા રાખીએ કે એ છોકરીઓને ઠપકો મળ્યો હોય અને તેમની ભૂલ સમજાઈ હોય, બાકી તો રામ હી રાખે.

વળતી વખતે નસીબજોગે રીક્ષા મળી ગઈ અને ઘરે આવ્યા. કવિન જોડે મળીને લેગો વડે એક ઘર, રોબોટ, મોટું ઘર વગેરે વગેરે બનાવ્યા. રવિવારનો અંત અને કાલે આપણો ફેવરિટ વાર – સોમવાર 😛

Advertisements

11 thoughts on “રવિવાર

  1. ૧. જો તમને કોમેન્ટ ન કરવા જેવી લાગે તો ન કરશો, કારણકે મારો બ્લોગ લોકોની કોમેન્ટ ઉઘરાવવા માટે નથી.
   ૨. જ્યાં કોમેન્ટ કરવાની હોય ત્યાં ભલે તમે મારા જોડે સંમત ન હોવ, બેધડક કોમેન્ટ કરો. જરુરી નથી કે બધાંના વિચારો મારા જોડે મેળ ખાતા હોય (જે શક્ય જ નથી).

   Like

 1. હું, ટીઆ અને કોકું શનિવારે હિમાલયા મોલ માં ગયા હતા ને સારો એવો સમય કાઢ્યો હતો ત્યાં. કોકું ને તો કાર ચલાવાની બહુ મજા આવી ગઈ અને ઓરેન્જ ડ્રીંક સાથે એક નાની છત્રી આપી એ એને બહુ ગમી ગઈ. તમને મળવાનો મોકો મળ્યો હોત તો સારું લાગતું.

  Like

  1. ચોક્કસ. ખાસ કવિન માટે જ અમે શૈતાન અને દિલ્હી બેલી બાકી રાખ્યું છે. તે આજ-કાલ શબ્દો બહુ પક઼ડવા લાગ્યો છે..

   Like

 2. કાર્તિક , મને તમારા વિચારો જાણવામાં ખુબ મઝા આવે છે , તમારી લખવાની રીત ખુબ સરસ છે, એકદમ હળવી રીતે તમે પ્રસંગ નું વર્ણન કરો છો સારું લાગે છે. પેલી છોકરીઓ ની વાત તમે કરી એ ખુબ સાચી છે, અને હા મેં મારા બ્લોગ પર તમારા બ્લોગ ની link મૂકી છે, friend ‘s link તરીકે, આશા છે કે આપને વાંધો નહિ હોઈ. આભાર.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s