અપડેટ્સ

* અપડેટ્સમાં તો એવું કે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો અને મને શોખ થયો કે આપણે એકટાણાં કરીએ. અત્યાર સુધી બધું રાબેતા મુજબ ચાલે છે. બાકી ઉપવાસએ આપણી વસ્તુ નથી. અને વળી બફવડા, રાજગરાની પૂરી, સાબુદાણા, સફરજન અને કેળાં – કેલેરી વધશે કે ઘટશે એ મહિનાના અંતમાં ખબર પડશે. વજનનો ગ્રાફ બનાવવાનું ચાલુ કર્યું છે. આવતી ૧લી તારીખે વિગતે અહેવાલ મૂકવામાં આવશે (જો વચ્ચે કંઈ ગરબડ ન થાય તો..).

* ગુજરાતી બ્લોગ-જગતમાં હવે ખરેખર સારા કહી શકાય તેવા બ્લોગ્સ આવવા માંડ્યા છે. ગ્રેટ ન્યૂઝ. સૌરભ શાહ પણ હવે રેગ્યુલર લખે છે એટલે મજા આવે છે. અને, જય વસાવડાનો બ્લોગ આવ્યા પછી સ્પેક્ટ્રોમીટર ન વાંચતા હોવાનું દુખ રહ્યું નથી.

* પૂને મીનીડેબકોન્ફ ખાતે આ વખતે જઈ નહી શકાય 😦

Advertisements

13 thoughts on “અપડેટ્સ

 1. તમે તમારો બ્લોગ તો ભુલી જ ગયા. Btw spectrometer and annavrut to tame vanchi j shako 6o gujarat samachar ni site par…

  Like

  1. મારા બ્લોગનો સમાવેશ સારા બ્લોગમાં ન થાય. ગુજરાત સમાચાર દુર્ભાગ્યે feeds આપતું નથી અને તેની વેબસાઈટ મેં છેલ્લે ચેક કર્યું તો વાંચવા લાયક નહોતી..

   Like

     1. એટલે? તારીખ બદલવામાં જફા છે એમ? એટલું તો કરવું જ પડે ને સાહેબ.

      Like

      1. સોફ્ટવેર ડેવલોપર આળસુ હોય છે. ગુજરાત સમાચારની સાઈટ આટલી સિમ્પલ વસ્તુ આપી શકતી નથી?

       Like

 2. બ્રેકીંગ ન્યુઝ :

  જેમણે વજન વધારવું છે એમણે શ્રાવણ માસ નો પવિત્ર ઉપવાસ કરી બફવડા, રાજગરાની પૂરી, સાબુદાણા જેવી વસ્તુઓ ખાવી. ૧ મહિના માં guaranted result મળશે.
  ના વધે તો પૈસા પાછા… :p

  Like

 3. આભાર કાર્તિકભાઈ…બ્લોગ પર તો બહુ નવા લેખો મુકતો નથી, તમે એ જાણો જ છો..પણ મારાથી કંઈ તમને વાંચવાનો દુરાગ્રહ તો ના જ કરાય 😛 😀

  Like

  1. સરજી, ગુજરાત સમાચારને તેની સાઈટ સુધારવાનો દુરાગ્રહ તમે કરી શકો? 🙂 તો તમારે અને મારે બન્નેને આગ્રહ-દુરાગ્રહની મોહમાયામાંથી મુક્તિ મળી શકે!

   Like

   1. કાર્તિકભાઈ,
    મેં તો ગુજરાત સમાચાર ને ૨ વાર મેઈલ પણ કર્યો છે એમની વેબસાઈટ વિષે પણ ના તો કોઈ સામો જવાબ આવ્યો ના કોઈ સુધારો થયો.

    Like

 4. કાર્તિકભાઈ, મે સુચનો તો કર્યા છે, પણ એથી વધુ એમાં મારું કોઈ અધિકારક્ષેત્ર નથી…

  Like

  1. આભાર. જોકે ગુજરાત સમાચારની સાઈટમાં સુધારો કરવાની કોઈ દાનત નથી લાગતી. કારણ કે, એમાં કોઈ ખાસ આવક નથી. બીજી બાજુ, દિ.ભા. સાઈટમાંથી કમાવા માટે ગમે તેવા ફાલતુ અપડેટ્સ કે સમાચારો મૂકતું રહે છે. ગુજરાતી વાચકોનું દુર્ભાગ્ય. બીજુ શું?

   Like

  2. આભાર. જોકે ગુજરાત સમાચારની સાઈટમાં સુધારો કરવાની કોઈ દાનત નથી લાગતી. કારણ કે, એમાં કોઈ ખાસ આવક નથી. બીજી બાજુ, દિ.ભા. સાઈટમાંથી કમાવા માટે ગમે તેવા ફાલતુ અપડેટ્સ કે સમાચારો મૂકતું રહે છે. ગુજરાતી વાચકોનું દુર્ભાગ્ય. બીજુ શું?

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s