કેટલાંક અવતરણો: હું, કોનારક શાહ…

* હું, કોનારક શાહ… માંથી,

જ્યારે કંઈ જ સૂઝતું ન હોય ત્યારે જમવા બેસી જવું જોઈએ!

જો ખાવામાં, પીવામાં, પહેરવામાં, બોલવામાં, હસવામાં પણ ખુરશીનું વજન લાગતું હોય તો…. એ ખુરશીને લાત મારી દેવાની!

(અહીં જોકે ખુરશીની જગ્યાએ જોબ ઉર્ફે નોકરી શબ્દ મૂકીએ તો ખોટું નહી..)

માણસે માત્ર પોતાના દુ:ખની બાબતમાં પ્રામાણિક થયે ચાલતું નથી… પોતાના સુખની બાબતમાં પણ પ્રામાણિક થવું પડે છે…

હનીમૂનમાં સાંજ એ રાતની શરૂઆત છે, પણ રોજની જિંદગીમાં સાંજ એ દિવસનો અંત છે!

ગાય જીવતી હોય ત્યાં સુધી ચામડી થરથરાવ્યા કરે. જ્યારે એ ચામડી થરથરાવવી બંધ કરે ત્યારે સમજવું કે એ બીમાર છે. પરિણીત સ્ત્રીનું પણ એવું છે. એ ગુસ્સો કરતી હોય તો સમજવું કે તબિયત નોર્મલ છે…! પણ શાંત થઈ ગઈ હોય તો સમજવું કે તબિયત ઠીક નથી!

4 thoughts on “કેટલાંક અવતરણો: હું, કોનારક શાહ…

  1. છેલ્લી નોંધ વિશે સ્ત્રીના સંદર્ભમાં એમ પણ કહી શકાય કે જો સન્નાટો છવાઇ જાય તો એ આવનાર તોફાનની નિશાની છે 🙂

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.