બાળપણ

* બધાંને બાળપણ બહુ વ્હાલું. પણ, સાલું આ બાળપણને યાદ કરી-કરીને હીજરાયા કરવાની વાત ખોટી. તદ્ન ખોટી. એનો એક અર્થ એવો થાય કે તમારી અત્યારની જિંદગી sucks! બાળપણ તો અમનેય યાદ આવે. ખાસ કરીને કવિનને હોમવર્ક ન કરતો જોઈને. સાથે એ ખુશી થાય કે કવિન પણ તેના બાળપણને ભરપૂર માણે છે. અને. આવું બાળપણ વીતી ગયા પછી કોઈ દુખ નહી રહે કે કંઈ કર્યુ નહી. એવી જ રીતે જ્યારે યુવાની જશે ત્યારે પણ અમને કોઈ દુખ-દર્દ નહી રહે કે આ રહી ગયું ને ફલાણું રહી ગયું.

મોટાભાગના મા-બાપ જોકે પોતે જે ન કરી શક્યા (ડોક્ટર ન બન્યા કે એન્જિનિયર ન બન્યા કે પછી ગોરી છોકરી જોડે લગ્ન ન કર્યા) તે પોતાના સંતાનો પાસે કરવાનો દુરાગ્રહ રાખે છે અને છેવટે જે પરિણામ આવે છે તે જોવા જેવું હોતું નથી. અમે એટલા ભાગ્યશાળી કે જીવન પોતાની રીતે જીવીએ છીએ (પપ્પાને હવે થોડી ઉમરની અસર દેખાય છે, પણ એતો ચાલે) અને કોઈ ડખલગીરી નથી.

ઓકે. વરસાદ સરસ આવે છે, આનંદ માણો.

3 thoughts on “બાળપણ

  1. કાર્તિકભાઈ, બાળપણ યાદ આવવાનું એક કારણ (મારા માટે) એ છે કે, આજે સહજ વર્તવાનું તો ચોક્ખા ઘી ને શોધવા જેવું થઇ ગયું છે..બાળપણ માં એ પ્રોબ્લેમ તો નહોતો🙂

    Like

    1. ૧૦૦ ટકા સંમત. અમે ચોખ્ખું ઘી ઘરે મલાઈમાંથી બનાવીએ છીએ (હવે એ મલાઈ કેટલી ચોખ્ખી એ અમૂલને ખબર) એટલે વાંધો નથી આવતો. એમ સહજ વર્તવાનું આપણે શરુ કરીએ એ જાતે શરુ કરીએ તો લોકો પણ વર્તશે. દુર્ભાગ્યે, સહજ વર્તવા જતાં સત્તર લોકોને ખોટું લાગે એ પણ સહજ છે🙂

      Like

  2. મારાં બ્લોગ ઉપર આ સંદર્ભે ” મને મારું બાળપણ પરત મળે તો ? ” પોસ્ટ મૂકેલી છે જેની લીંક નીચે આપું છું વાંચી આપ અને અન્ય મિત્રો પ્રતિભાવ જરૂર જણાવશો ! આભાર !
    http://arvindadalja.wordpress.com/2011/05/17/%e0%aa%ae%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%81%e0%aa%82-%e0%aa%ac%e0%aa%be%e0%aa%b3%e0%aa%aa%e0%aa%a3-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%ae%e0%aa%b3%e0%ab%87-%e0%aa%a4%e0%ab%8b-2/

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s