૧૦૦૦મી પોસ્ટ

.. એટલે કે આજે સહસ્ત્ર પોસ્ટ. આ પોસ્ટનું ડ્રાફ્ટિંગ ખાસ્સા સમયથી વિચારેલ હતું, પણ જે રીતે મારી પોસ્ટની આવૃત્તિ હતી, એ રીતે આ પોસ્ટનો વારો આગલા ત્રણ-ચાર મહિનાઓ સુધી આવે તેમ લાગતું નહોતું. અને લાંબુ-લચક (૧૦-૨૦ લીટીઓથી વધુ) લખવાની મારી તાકાત નથી એટલે કંઈ ખાસ ન કરતાં સીધી-સાદી (નિદોર્ષ ડિવોર્સી વાળી જેવી) પોસ્ટ મૂકી છે.

બ્લોગની મજા એ છે કે તમે ભૂતકાળમાં તરત જ જઈ શકો છો, ટ્વિટર (ટ્વિટરમાં પણ ૫૦૦૦ ટૂંકા-સંદેશા થયા. આજ-કાલ જોકે ટ્વિટરનો બેકઅપ લઈ શકાય તેવી વ્યવસ્થા થર્ડ-પાર્ટી સોફ્ટવેર્સ વડે થાય છે), ફેસબુકમાં તમે કંઈક સંદેશ મૂકો એટલે બે-ત્રણ દિવસ પછી કોઈને તે વાંચવા મળતો નથી (સિવાય કે બહુ ખાંખા-ખોળાં કરો તો). કદાચ બ્લોગ એટલા માટે જ અલગ મહત્વ ધરાવે છે. તમે જો તમારી ૧લી પોસ્ટ અને અત્યારની પોસ્ટ જુઓ તો ખ્યાલ આવે કે એ વખતે આપણે કેવું લખતા હતા, અને અત્યારે પરિસ્થિતિમાં શું ફરક છે. અરે, કદાચ ૨૦૦૦મી પોસ્ટ થશે તો ય એવું લાગશે કે સાલું આપણે કેવું લખતા હતા અને કેવા વિચિત્ર વિચારો ધરાવતા હતા. બ્લોગ એ બ્લાસ્ટ ફ્રોમ ધ પાસ્ટ અથવા ટાઈમ મશીન તરીકે આગવું મહત્વ ધરાવે છે.

તો, હવે ૨૦૦૦મી પોસ્ટની તૈયારી કરીએ?

અને હા, હેપ્પી ગુજરાતી બ્લોગિંગ અને સ્વતંત્રતા દિવસ.

Advertisements

21 thoughts on “૧૦૦૦મી પોસ્ટ

 1. હઝારેની બોલબાલા વચ્ચે તમારી બ્લોગ યાત્રા હજારથી હજારો સુધીની અવિરત ચલતી રહેની શુભેચ્છા…

  Like

 2. 1ક હજાર પોસ્ટ લખતા જે સમય વાપ્ર્યો હોય તેથી અર્ધા સમયમાં કે તેથી પણ ઓછા સમયમાં 2000મી પોસ્ટે પહોંચી જાઓ તેવી શુભેચ્છા ! 1ક હજાર પોસ્ટ લખ્યા બાદ તો હવે માસ્ટરી હાંસલ કરી ચૂકયા હશો તેમ ધારી શુભેચ્છા પાઠવેલી છે તે યાદ રહે, હો !

  Like

 3. કાર્તિક ભાઈ , આં માઈલ સ્ટોન સુધી પોહચવા માટે ખુબ ખુબ અભિનદન અને ૨૦૦૦ ના પડાવ માટે શુભેચ્છા !

  Like

 4. કાર્તિકભાઈ,
  અભિનંદન.
  બ્લોગલેખનના મહત્વ માટે તમે દર્શાવેલ અભિપ્રાય સાથે સહમત છું.
  બ્લોગ એ બ્લાસ્ટ ફ્રોમ ધ પાસ્ટ અથવા ટાઈમ મશીન તરીકે આગવું મહત્વ ધરાવે છે.
  મજાની વાત.

  Like

 5. હાર્દિક અભિનંદન અને ટાઈમ મશીન વળી વાત સાવ સાચી..ફેસબુક પર કેટલી સરસ ચર્ચા આમ ખોવાઈ જાય છે.

  Like

 6. શુભેચ્છા…..કાર્તિકભાઈ …ને તમારી જૂની પોસ્ટો પણ વાંચી છે …પેલા ધાર વગર ના ચાકુ જેવી હતી પણ ૧૦૦૦ પોસ્ટ તો જોરદાર ધાર આવી ગયી છે ….તો હેપી ગુજરાતી બ્લોગીંગ …ને આઝાદી દિવસ ….(એક દિવસ નો દેશ પ્રેમ……સાથે )

  Like

 7. બ્લોગ થકી થયેલા સંપર્કોમાં કદાચ સૌથી પહેલો કે બીજો સંપર્ક તમારો હતો. રૂબરૂ મળવાનું તો ત્યાર પછી ઘણા વખતે થયું. એ યાદ કરીને, આ નિમિત્તે અભિનંદન અને અવિરત યાત્રાની શુભેચ્છા

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s