ફોટાનું પોસ્ટમોર્ટમ

* એમ તો ફોટો ક્યારેય મરતો નથી પણ, દરેક ફોટો એ પોતાની સાથે કેટલીક “છુપાયેલી” માહિતી લઈને ફરતો હોય છે. ફોટો સાચો કે ખોટો એ આપણો અહીં વિષય નથી પણ કેટલીક માહિતી તમને ફોટાની અંદર ઉતરવાથી મળી શકે છે. સામાન્ય રીતે હું પોસ્ટ પ્રોસેસિંગનો વિરોધી છું અને કેમેરો જે ફોટો આપે તેને કોમ્પ્યુટર વડે સુધારતો નથી. પોસ્ટ પ્રોસેસિંગ ફોટાને સરસ બનાવે છે, પણ જો એમ જ હોય તો કોમ્પ્યુટર પોતે જ ફોટો પાડે એ વધુ સારુ.

ફ્લિકર અને હવે પિકાસા પર તમને ફોટાની વિગતો મળી રહે છે. દા.ત. ફ્લિકર પર ફોટાની જમણી બાજુએ આ ફોટો કયા કેમેરા વડે લેવાયો છે તે અને તેના પર ક્લિક કરતા વધુ માહિતી મળે છે. જેને Exif information કહે છે. નિકોન કેમેરા કદાચ વધુ સારી (કયો લેન્સ વાપર્યો વગેરે વગેરે) માહિતી આપે છે.

લિનક્સમાં exiftool કમાન્ડ સરસ છે. દા.ત. પેલી પુનમ પાંડેના આ ફોટાની માહિતી જોઈએ તો નીચેની માહિતી મળે છે (આ ફોટો તેના ટ્વિટર બેકગ્રાઉન્ડમાં હતો, જે પછી હટાવી-બદલી લેવામાં આવ્યો લાગે છે).

File Name : IMG_8450_copy_2.jpg (એટલે કે આ ફોટાને ચોક્કસ કોમ્પ્યુટર વડે સુધારવામાં આવ્યો છે.)
Camera Model Name : Canon EOS 5D Mark II (સરસ કેમેરા :))
Software : Adobe Photoshop CS2 Windows (ઓહ!)
Modify Date : 2011:09:02 00:21:02
Exposure Time : 1/125
ISO : 100 (પૂરતા પ્રકાશમાં પાડેલો ફોટો)
Date/Time Original : 2011:07:25 12:38:55 (અરે આ ફોટો તો બે મહિના પહેલા પાડેલો હતો.. :))
Shutter Speed Value : 1/128
Aperture Value : 11.3

આ બધી માહિતીનો મોટો ફાયદો એ કે અમુક સરસ લાગતા ફોટોગ્રાફ્સમાં કયા પ્રકારનું સેટિંગ કરાયું છે તેનો ખ્યાલ આવે છે. થોડા અનુભવ અને નિરીક્ષણ પછી તમને એ રીતના ફોટોગ્રાફ લેતા આવડવાનું શરુ થાય છે. પણ, બધાંને ખ્યાલ છે કે ફોટોગ્રાફી સાયન્સ પણ છે અને આર્ટ પણ છે (અને કોમર્સ પણ છે!). ધીરજ, મહેનત, નિરીક્ષણ – આ ત્રણ ગુણો દરેક ફોટોગ્રાફરમાં હોવા જોઈએ.

બાકી, પોઈન્ટ-એન્ડ-શૂટ અથવા ગ્રીનબોક્સની ક્યાં કમી છે? 🙂

Advertisements

3 thoughts on “ફોટાનું પોસ્ટમોર્ટમ

  1. EXIF માહિતી બહ જ કામની છે. હું ઘણાં સમયથી તેનો ઉપયોગ કરું છું. વિન્ડોઝમાં ફાઈલ પર રાઈટ ક્લિક કરી, પ્રોપર્ટી પર ક્લિક કરી એડવાન્સમાં જઈ જે તે ફોટાની એક્ષિફ માહિતી જોઈ શકાય છે.

    ફોટો બ્લૉગ માટે આ થીમ પસંદ કરશો તો ફોટાની સાથે ફોટાની EXIF માહિતી પણ દર્શાવશે!

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.