અપડેટ્સ

* ફેસબુક અને વર્ડપ્રેસ બન્ને વિચિત્ર જાતનાં UI અપડેટ્સ કરવા મંડી પડ્યા છે. ખાસ તો ફેસબુક. ફરી પાછાં ફેસબુકમાંથી બહાર નીકળી જવાનું મન થાય એટલી હદે વેબસાઈટની હાલત કરી દેવામાં આવી છે. વર્ડપ્રેસ હજી સહન કરી શકાય છે 🙂 જ્યારે ગુગલ+ દિવસે-દિવસે સારુ બનતું જાય છે.

* નવરાત્રિ આવી રહી છે અને એ પેલા ઘોંઘાટથી હું થર-થરી રહ્યો છું. સોસાયટીમાં નવરાત્રિનો કાર્યક્રમ છે. મેં પૂછ્યું, કેટલા વાગ્યા સુધી ચાલુ રાખશો. જવાબ મળ્યો – પોલીસ આવે ત્યાં સુધી. વન્ડરફુલ. પોલીસ તો મુવી-ફિલમ વગેરેમાંય છેલ્લે આવે.. અને આ તો રીઅલ લાઈફ.

* રીલાયન્સનું મોડેમ હજી ચાલુ થયું નથી. એટલિસ્ટ, હવે તેમાં નહી પણ મારા configuration માં કંઈ ગરબડ છે. વાઈ-ફાઈ પાછું રહી-રહીને ચાલુ થયું છે.

* ૭૫ જીબી FUP is not enough.

* શનિવારે ફરી પાછાં કાંકરિયા તળાવની મુલાકાત લીધી. થોડાંક ફોટા વગેરે મારા પિકાસા આલ્બમ પર આ જગ્યાએ અને કોકીએ તેના ફેસબુક પર મૂક્યા છે. કવિને બહુ મસ્તી કાઢી. ટ્રેનમાં બેઠાં અને બહુ ચાલી-ચાલીને થાકી ગયા. એટલિસ્ટ, કાંકરિયા-મણિનગર જવા માટે BRTS ફાવી ગઈ છે.

Advertisements

14 thoughts on “અપડેટ્સ

 1. ગૂગલ પ્લસ હજુ આઈ.ટી. માં એક્સપર્ટ મિત્રોને વધુ માફક આવે એવું છે. અમારા જેવા આંટો મારીને ચાલ્યા આવે છે 🙂 ફેસબુક એના વાળે થોડું વધુ કોમ્લીકેટેડ થયું છે. પણ આ છોડી દેવા વાળી ‘આળી’ વૃત્તિ બહુ સારી નહિ. 😉 અને હા, નવરાત્રિનો મ્યુઝીકલ થનગનાટ ઘોંઘાટ એમને જ લાગી શકે જે રમતા ના હોય 😉 આ વખતે એક વર રાસે રમવાનું શરુ કરો પછી સાઉન્ડ ઇફેક્ટમાં ધણધણાટી ઓછી કેમ છે, એના પર અકળામણ થશે. બાકીના ઉત્સવોમાં સ્તુતિ/ભજન નો ઘોંઘાટ હોય છે. નવરાત્રિ એ તો ગુજરાતી સ્ત્રીઓને વર્ષમાં એક જ વર મળતું ઓપનએર ડિસ્કોથેક છે. સાઉન્ડ વગર એની મજા લેવી એટલે વીજળીના કડાકાને મ્યુટ કરી વાદળને વરસવાનું કહેવું ! 😛

  Like

  1. થનગનાટ હોય છે, પણ જ્યારે કામ બાકી પડ્યું હોય અને પીપૂડાં વાગે ત્યારે એ થનગનાટ થરથરાટમાં બદલાઈ જાય છે 🙂 બાકી ગુજરાતી સ્ત્રીઓને તો નવરાત્રિ કરવી એ માટે તો બહાનું જ જોઈએ. ગમે ત્યાં નાચી શકાય!!

   Like

 2. lolzzz..વિશ્વનો સૌથી લાંબો સંગીત નૃત્ય કાર્નિવલ હોય ત્યારે કામ કાઢીને બેસો તો ગરવી ગુજરાતણો કકળાટ કરશે 😉 સાલ્લું દુનિયા કેવી અજીબ છે ને ઉપરવાળો આપણા બધામાં અલગ સ્લગ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરે છે. હું મારું ક્કમ કરતી વખતે ઘણી વાર ધમાકેદાર વોલ્યુમમાં ટેપ ચાલુ રાખું છું તો કમન કરવાની મજા પડે છે 😛

  Like

  1. કાર્નિવલ ના યાદ કરાવો. ઓહ, હવે તો છોકરીઓ કાર્નિવલની બરોબરી કરે છે. વેલ, કામ તો હોય જ ને. પેલા અમેરિકાવાળાઓને ક્યાં ખબર છે અહીં ગુજરાતમાં પરિસ્થિતિ શું છે? 🙂

   Like

 3. કેવો યોગાનુયોગ કહેવાય !!! હું પણ શનિવારે કાંકરીયા જ હતો. આપના ફોટો જોવાનો પ્રયાસ કર્યો પણ આપણે ત્યાં મિત્રો નથી એટલે તે એક નિષ્ફળ પ્રયાસ રહ્યો. આપને અરજી મોકલી તો છે, યોગ્ય લાગે તો સ્વીકારજો.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.