એપલ: જ્યુશ, ફ્રુટ અને સલાડ: ઓવરડોઝ?

* નોંધ: ઘરમાં એપલની ઘણી પ્રોડક્ટસ છે. વધુમાં આ ઓટમીલ.કોમનું આ કાર્ટૂન જોવું. આ બ્લોગ પોસ્ટ જયભાઈની ફેસબુક વોલ વત્તા થોડા દિવસથી ચાલતી ચર્ચાઓનું પરિણામ છે.

સ્ટિવ જોબ્સ પછી આજ-કાલ દરેક જગ્યાએ તેમની મહાનતાની ચર્ચા થાય છે. કોઈક તેમને ભગવાનની જોડે તો કોઈક તેમને આઈન્સ્ટાઈન જોડે સરખાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે થાય છે કે માત્ર એપલ કંપનીની પ્રોડક્ટ્સ જોઈને એક વ્યક્તિને આટલી મહાન બનાવવી એ યોગ્ય છે કે કેમ? એપલની શરુઆત થઈ ત્યારે તેના બે પ્રથમ મોડેલ Apple I અને Apple II એ બનાવવામાં સ્ટિવના સહયોગી સ્ટિવ વોઝનિઆક (તેને બોઝનિઆક પણ કહે છે, સાચો શબ્દ તો મને ખબર નથી) નો મુખ્ય ફાળો હતો (વાંચો: iWoz – Steve Wozniak). ત્યાર પછી શરુ થયો ખેલ માર્કેટિંગનો અને 1984 જેવી જાહેરાતો પણ બનાવવામાં આવી. એક સમયના કટ્ટર દુશ્મન બિલ ગેટ્સ જોડે સ્ટિવ જોબ્સે હાથ મેળવવા પડ્યા અને છેવટે એનાં પ્રેક્ટિકલ (?) નહી તેવા વિચારોથી તેમની જ કંપનીમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા.

અને, પેલી જાહેરાતમાં શું હતું? બિગ બ્રધર એટલે કે IBMને પડકાર હતો. સ્ટિવના ગયા પછી થયું એવું કે માઈક્રોસોફ્ટ અને પીસીનું ગાડું ચાલ્યું અને એપલના મોંઘા કોમ્પ્યુટરો લોકોને ખરેખર મોંઘા પડ્યા. આ બાજુ સ્ટિવે NeXT બનાવી અને વળી પાછા મોંઘાદાટ ક્યુબ કોમ્પ્યુટરો વેચ્યા ન વેચ્યા. પણ, તેમણે પિક્સાર એનિમેશન ઊભી કરી (થેન્ક્સ ટુ જ્યોર્જ લુકાસ!!) અને વિઝ્યુઅલી સરસ લાગે તેવો ઈન્ટરફેસ બનાવવાની શરુઆત કરી.

એપલ આમેય લડખડાતી હતી. સ્ટિવ જોબ્સ પાસે આઈડ્યાસનો ભંડાર હતો (અને તેને અમલમાં મૂકી શકે તેવા માણસો હતા). બન્ને પાછાં ભેગા થયા અને iMac, iPod અને છેલ્લે iPhone, iPad વડે કંપની બની માલામાલ.

આ તો મોટાભાગના લોકોને ખબર છે એટલે એમાં કશું નવું નથી. હવે જે વાત કરીશું તે કદાચ મોટાભાગના લોકોને ખબર નહી હોય.

૧. એક વાર તમે એપલની પ્રોડક્ટ ખરીદો એટલે તમે લોક-ઈન થઈ જાવ છે. iPod લીધું? ફરજિયાત iTunes વાપરો (જે વર્સ્ટ સોફ્ટવેર છે, સોરી વિન્ડોઝ વપરાશકર્તોઓ, તમે જે iTunes વાપરો છો એનો પેલા મેકના વર્સ્ટ સોફ્ટવેર કરતાંય ભંગાર છે!). મેક લીધું? ફરજિયાત એપલનો પ્રોજેક્ટર કેબલ જ વાપરવો પડે. એય પાછો દર મેક પ્રોડક્ટ સાથે બદલાય. દરેક મોડેલમાં અલગ કેબલ.

૨. સરવાળે મેક કોમ્પ્યુટર્સ જમાનાથી પાછળ હોય છે. i7 સીરીઝ હજી હમણાં રજૂ કરવામાં આવી.

૩. સામાન્ય લેપટોપની જેમ તમે મેકને આસાનીથી રીપેર કરી શકતા નથી. મારા મેકબૂકને ખોલવામાટે ગણીને ૨૮ સ્ક્રૂ ખોલવા પડે છે. એપલ પાછું દરેકે મોડેલે સ્ક્રૂના પ્રકાર બદલ્યા કરે છે – નવાં સ્ક્રૂડ્રાઈવર લાવવા પડે!

૪. હાર્ડેવેરની ગુણવત્તાને ધ્યાનમાં લો તો પણ દરેક એપલ પ્રોડક્ટ ઓવરપ્રાઈસ્ડ છે.

૫. એપલ સરવાળે મોનોપોલિસ્ટિક કંપની છે. આજે નહી તો કાલે તેના પર એન્ટિટ્રસ્ટનો કેસ થાય તો નવાઈ ન પામતા. આ કંપનીએ પાછી સેમસંગ, HTC, ગુગલ અને બીજી અનેક કંપનીઓને પેટન્ટ વડે બહુ હેરાન કરી છે (સોફ્ટવેર પેટન્ટ).

૬. મેક ઓપરેટિંગ સિસ્ટમનો બેઝ યુનિક્સ છે – જે તેઓ ક્યારેય માર્કેટિંગ કરતાં નથી (અથવા છુપાવે છે). સ્માર્ટ લોકોએ એવાં યુનિક્સ (FreeBSD) લીધું જેથી તેઓને તેનો સોર્સકોડ પાછો ન આપે તો ચાલે.

૭. iTunesની દરેક એપ્લિકેશન પર એપલ ૩૦ ટકા જેટલું કમિશન લે છે (જે વેચાણ કિંમત પર હોય છે). નાનાં ડેવલોપર્સને આથી કંઈ ખાસ મળતું નથી અને ઈબુક્સ વેચતી ઘણી કંપનીઓને આના કારણે તાળાં લગાવવા પડ્યા છે.

ઓકે. આ બધાં મુદ્દાઓને સ્ટિવ જોબ્સની મહાનતા જોડે શું મતલબ? એવો સવાલ થાય. પણ, આ બધાં મુદ્દાઓ એપલનાં છે, એપલ વગર સ્ટિવ જોબ્સનું અંગત રીતે કોઈ યોગદાન નથી (સિવાય કે પેલા સ્ટેનફોર્ડના લેક્ચર). એટલે આ સવાલ ઉઠાવવો નહી.

કોઈકે ફેસબુક પર લખ્યું તેના કરતાં ઉલ્ટું, હું માર્કેટિંગનો વિરોધી નથી. એમ મોટાભાગના લોકોની જેમ માર્કેટિંગની આંધળી પૂજા નથી કરતો. માર્કેટિંગ વત્તા ટેકનોલોજીકલ પોઈન્ટ્સ મેચ ખાતા હોય તો હું એ પ્રોડક્ટ લઉં છું. બરોબર વાપરું છું, નિચોવું છું. દા.ત. મારુ ધોળું મેકબુક 🙂

અને હા, આ પહેલાં મેં એપલ-સ્ટિવ જોબ્સનાં ૧૦ સરસ મુદ્દાઓ લખ્યા જ છે. એટલે બન્ને બાજુઓ જોઈને આ પોસ્ટ લખાઈ છે.

અસ્તુ.

Advertisements

28 thoughts on “એપલ: જ્યુશ, ફ્રુટ અને સલાડ: ઓવરડોઝ?

 1. Good one.

  I have been using different Apple products for quite some time and have to say that I immensely love it, but at the same time I’m glad that I was never part of Apple fanboys cult. Once you become ‘super’ fan of products/companies you lose objectivity and I think as a consumer that’s the worst thing.

  Like

 2. કાર્તિકભાઈ, જેમ મેં કહેલું એમ તમે માત્ર ટેકનીકલ બાબતોથી જ જોબ્સ કે એપલને માપો છો. લુકાસની પિક્સાર ખોટ કરતી હતી (હું લુંકાસનો પરમ ચાહક છું , અને એ ય જીનીયસ જ છે). સ્ટીવ જોબ્સ પાસે અમલમાં મૂકી શકે તેવા માણસો હતા – પણ આં માણસો પારણામાં બર્થ ડે ગિફ્ટ રૂપે નહોતા આવ્યા :Pમાણસો થી કામ થતું હતું ને રિ-પેકેજથી જ સ્ટીવ બની શકતું હતું તો એપલના બોર્ડ પર એણે નાકલીટી તાણીને બોલાવવાની જરૂર જ ક્યાં હતી? બાકીની સોફ્ટવેર કંપનીઓ પાસે ભેજાબાજ માણસો નથી? વસ્તુ શોધવી અને વેચવી એમાં ફરક હોય છે. માણસો પાસેથી ધાર્યું કામ એકધારું કઢાવવું એ ય એક સિદ્ધિ છે. અને જોબ્સની સફળતામાં બીજા કેટલાક પરિબળો હતા. એપલની બ્રાન્ડ સ્ટ્રેટજીની નીચી મૂંડીએ નકલ કરવી પડતી અન્ય કંપનીઓએ. આઇન્સ્ટાઇન જોડે કોઈ એમણે સરખાવતું નથી. પણ આવિષ્કારના વિશ્વની ટોપ ટેન સેલિબ્રિટીમાં જોબ્સ આવે જ એ હકીકત છે. ‘ગેમ ચેન્જર’ એક થી વધુ વખત બનવું એ ખાંડાના ખેલ નથી. નહિ તો પૈસા કમાવા બધા જ બની ગયા હોત. ને તમને કે મને ના ગમવાથી એ વાસ્તવિકતા બદલાઈ જતી નથી. તમારી એપલની ‘મોનોપોલી’ અંગેની વાત સાથે હું સંમત છું. પણ એવું કેમ બન્યું હશે? – એ જાણવા માટે ટેકનીકલ નહિ , હ્યુમન એન્ગલ જોઈએ. એ જવાબ હું મારાં જોબ્સ પરના જુના આર્ટીકલમાં
  લખી ચુક્યો છું, પણ વાચકોના ધ્યાન બહાર છે. માટે એના અર્થવિસ્તાર માટે ચંદ કલાકોની રાહ જુઓ દોસ્ત 😉

  Like

  1. I agree to Jay. Actually, the points 1. the lock-in nature of the products, 3. not easy to repair by a layman, 7. not advertising about its base (linux), are related to the business model of the company. Apple is not the first ever company to use this business model, strictly speaking. Microsoft and IBM have been doing it every now and then, and have done it in the past. But these points have nothing to do in evaluating Steve Jobs as a great innovator!
   About point 2 (સરવાળે મેક કોમ્પ્યુટર્સ જમાનાથી પાછળ હોય છે. i7 સીરીઝ હજી હમણાં રજૂ કરવામાં આવી.) and 4 (હાર્ડેવેરની ગુણવત્તાને ધ્યાનમાં લો તો પણ દરેક એપલ પ્રોડક્ટ ઓવરપ્રાઈસ્ડ છે), you are forgetting Macbook Air completely, even if I restrict myself to its laptops. As you said in your own previous post, floppy, CD-Rom, mouse etc. were from Apple itself. The GPU cards etc. are usually always ahead of the comparable IBM or other products. So I think you only wanted to talk about the processors of MacBooks. Yes, that is true. However, this may be related to the coast adjustment compared to the other parts and softwares (Apple softwares are not made for free either, in general). On the other hand, Apple uses Intel processors. So it is not relevant to Steve Jobs’ abilities anyway!

   And iPod, iPad, iPhone etc. are of course game changers, not only yet another sophisticated instruments!

   5. એપલ સરવાળે મોનોપોલિસ્ટિક કંપની છે. આજે નહી તો કાલે તેના પર એન્ટિટ્રસ્ટનો કેસ થાય તો નવાઈ ન પામતા. આ કંપનીએ પાછી સેમસંગ, HTC, ગુગલ અને બીજી અનેક કંપનીઓને પેટન્ટ વડે બહુ હેરાન કરી છે (સોફ્ટવેર પેટન્ટ).
   &
   6. મેક ઓપરેટિંગ સિસ્ટમનો બેઝ યુનિક્સ છે – જે તેઓ ક્યારેય માર્કેટિંગ કરતાં નથી (અથવા છુપાવે છે). સ્માર્ટ લોકોએ એવાં યુનિક્સ (FreeBSD) લીધું જેથી તેઓને તેનો સોર્સકોડ પાછો ન આપે તો ચાલે.

   Again, this is a business thing and nothing to do with Steve Jobs’ technological abilities.
   Also, I won’t go to the extent of being monopolistic but as a researcher I would also not like any other person/company to use my own hardwork and creativity for their benefits.
   On the other hand, Linux has been free for all (and open source too, so one can improve/add on it whenever s/he wants) for ages now. When did common people use it !? Speaking only of softwares or operating systems, who stopped Linux developers to come up with an as user-friendly and elegant looking product as Mac? Isn’t it paradoxical situation – e.g., Ubuntu is completely free to download and use? How many people use it as compared to Windows or Mac? Even scientific institutions in the West have been using Mac nowadays!

   Please don’t take it personally nor defending/supporting Jay or anything like that. I am just pointing out the fact that if the discussion is about Steve Jobs’ innovations and greatness as a technocrat, then all these points are irrelevant. About the history of transformation of Jobs from a pure technocrat/innovator to a business-man is a different story and very nicely presented by Jay.

   Like

   1. આગળ કહ્યું તેમ આ બધી બાબતો એપલ વિશે છે, સ્ટિવ જોબ્સ વિશે નહી. સ્ટિવને શ્રધ્ધાંજલી તો આગલી પોસ્ટમાં આપેલી જ છે. પણ, જે રીતે અતિરેક થાય છે એથી મને દુ:ખ થાય છે 🙂

    Like

    1. Thanks for your reply.
     > આગળ કહ્યું તેમ આ બધી બાબતો એપલ વિશે છે, સ્ટિવ જોબ્સ વિશે નહી.

     In your blog entry, you have said completely contradictory to this.

     >આ બધાં મુદ્દાઓને સ્ટિવ જોબ્સની મહાનતા જોડે શું મતલબ? એવો સવાલ થાય. પણ, આ બધાં મુદ્દાઓ એપલનાં છે, એપલ >વગર સ્ટિવ જોબ્સનું અંગત રીતે કોઈ યોગદાન નથી (સિવાય કે પેલા સ્ટેનફોર્ડના લેક્ચર). એટલે આ સવાલ ઉઠાવવો નહી.

     Otherwise, I wouldn’t have written anything here.

     >પણ, જે રીતે અતિરેક થાય છે એથી મને દુ:ખ થાય છે

     That is subjective and I of course have no problem with your opinion either. But I have a different point here. Useless cricketers or actors are always talked about way too much in India and even in the western countries. The (positive or negative, whatever way you see it) outcome is that people aspire to be cricketers/any sportsman for that matter or actors etc. But there are not many examples when a genuine researcher/technocrat is talked about for his/her research at least in India. In the Steve Jobs case, people have noticed that even the researchers and technocrats can lead a good life and get fame+credit etc. If at least one more person gets inspired by the ‘over-admiration’ of Steve Jobs, the society will at least get a useful person as compared to the actors or cricketers!

     In short, I think it is the time for giving a technocrat and researcher his due credit. It is also the time for us to realize that the true analytical+technical+creative mind can also be a hero for the right reasons.

     Like

     1. I’ll stand corrected in my opinion. Apple and Steve are part and parcel so they may not be separated apart from that lecture 🙂

      I still admire Steve as Marketing genius, Idea bank and his clear thoughts on future products and also hate for starting too locked-in devices era and so on.

      Like

 3. બાય ધ વે, છેલ્લા અમેરિકા પ્રવાસમાં મેં આઈ-ફોન અને આઈ-પેડ આં મોનોપોલિસ્ટ માયાજાળથી કંટાળીને જ ખરીદવાનું માંડી વાળેલું. ને સેમસંગ ગેલેક્સી જ ત્યારે મારી પાસે હતો. હું વિન્ડોઝ સેવન વાળું સોની વાયો વાપરું છું ને એ પરફેક્ટ છે. કોઈ માણસને બિરદાવવા માટે એના કલ્ટમાં જોડાવું ફરજીયાત નથી, ને કલ્ટ/પોપ્યુલર હોવાને લીધે તેને વખોડવો પણ ફરજીયાત નથી. આપણે દરેક સેલિબ્રિટી પાસેથી ફરજીયાત સંતત્વની જ અપેક્ષા રાખીએ છીએ. માણસના અવનવા રંગો હોય છે. જોબ્સની મહાનતાની પાછળ મેં કહ્યું તેમ ફક્ત ટેકનીકલ બાબતો જ નહોતી.

  Like

 4. Kartikbhai I agree with your point of view, true also.

  But, what I admire about SJ is not his mastery of giving us diff. products (some are excellent also) but, his proving theory that – the world is changed, mostly by intelligence and it dont require any education to spoil it.

  Like

 5. હુ એપ્પલ ના ઉત્પાદન વાપરતો નથી, મને તેમનું ઈન્ટરફેસ અને ગ્રાફિક બહુ ગમે છે. સ્ટીવ જે રીતે જિંદગીમાં ઉતાર ચઢાવ આવ્યા બાદ જે સિદ્ધિ મેળવવી તે કાબેલ તારીફ છે.

  આથી તેમની વિષે વાંચવાનું ચર્ચા કરવાનું ગમે છે

  Like

 6. તમેય યાર… આઇફોન માટે એકબાજુ હઇશો-હઇશો કરો છો અને બીજીબાજુ ડરામણા કાર્ટુન અને તેની ગંભીર સમસ્યાઓ બતાવીને ડરાવો પણ છો…. મારા જેવો નવો-સવો માણસ તો મુંજાઇ જાય ને….
  સ્ટીવ જોબ્સની ક્ષમતા અને કુશળતા પ્રત્યે મને હંમેશા માન છે અને રહેશે. જો કે એપ્પલની પ્રોડક્ટ ખરીદતા પહેલા તમારા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જેવા ખરા.

  Like

 7. બંને આર્ટીકલ ભેગા મળીને આ બહુ બેલેન્સ્ડ એનાલીસીસ છે. મેકબુક પ્રો છ મહિનાથી વાપરતા હોવાને લીધે ગ્રાહક તરીકે ખુશ છું. ડીઝાઈન ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી તેની બીજી પ્રોડક્ટ્સને તોલે ન આવે તેવી ડીઝાઈન વાપરવાની પણ મજા આવે છે. પણ હા, ‘લોક-ઇન’નો પ્રશ્ન તો છે જ. બીજું કે, ઓપન સોર્સની ફિલોસોફીમાં નહિ માનતી કંપની તરીકે જો માઈક્રોસોફ્ટને ધિક્કારતા હોઈએ તો એપલના વિષે શું કહેવું જોઈએ? કે જે લોકો સોફ્ટવેરમાં જ નહિ પણ હાર્ડવેર પણ બીજી કોઈ રીતે વાપરવાનો ઓપ્શન રાખતા નથી. સારી (અને મોંઘી) પ્રોડક્ટ બનાવવા માટે બધું બંધ બારણે રાખવાની જરૂર નથી. વાત સાચી છે કે સ્ટીવ જોબ્સની તારીફમાં અને એપલના માર્કેટીંગમાં અતિરેક થયો છે. ક્યારેક માર્કેટિંગ વધારે મહત્વનું બની જાય છે, પ્રોડક્ટનું સત્વ નહિ. જો આવતી કાલે એપલ વધુ ‘ઓપન’ બને તો પછી મજા પડે.

  Like

  1. એક જમાનો હતો જ્યારે એપલ ખરેખર ઓપન કંપની હતી. પણ, સરવાળે માર્કેટિંગ જીત્યું. એપલની પ્રોડક્ટની ગુણવત્તા વિશે કોઈ પ્રશ્ન નથી.

   વેબકીટ – જે ક્રોમ, સફારી જેવા બ્રાઉઝરનું હાર્દ-હાર્ટ છે એ એપલનો પ્રોજેક્ટ છે, કપ્સ (CUPS) જેના વડે લિનક્સમાં પ્રિન્ટર જોડે નાતો શક્ય બને છે – તે પણ એપલ સ્પોન્સર્ડ પ્રોજેક્ટ છે. વચ્ચે જોકે વેબકીટમાં સોર્સકોડ ઓપન કરવા અંગેના લોચા થયા હતા. માઈક્રોસોફ્ટની વાત કરીએ તો માઈક્રોસોફ્ટે હજી સુધી કંઈ ઉલ્લેખનીય કહી શકાય તેવું ઓપનસોર્સ યોગદાન આપ્યું નથી. એક વખત લિનક્સ કર્નલમાં ૨૦૦૦૦ લીટીઓનો કોડ આપેલો તે શું હતું તે જાણવા જુઓ – http://techie-buzz.com/foss/microsoft-linux-3-0.html

   Like

 8. કાર્તિકભાઈ, ૭ મુદ્દાની સરસ છણાવટ. Agreed. ટૂંકમાં, ” ‘ઓપન સોર્સ ટેકનોલોજી’ સામે મારી ‘ક્લોઝડ ટેકનોલોજી’ પડકાર ” એવું સ્ટિવે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. જે એક તરેહનો ટેકનો-સામાજિક બળવો હતો. જેને લીધે ઘોડો તો પોતાનો પણ ગાડીયે પોતાની…ચાબૂક પણ પોતાની…અરે ઘાસ પણ પોતાનું રાખ્યું છે.

  એટલેજ પોતાના કોમ્પ્યુટર ને પી.સી. ન કહેતા ‘મેક’થી સાવ હટકે ઓળખ આપી છે. જેની “આઈ એમ મેક….આઈ એમ પીસી” ની સિરીઝમાં બનેલી જાહેરાતો જોઈ શકીએ છીએ. પણ મૂળ મુદ્દો માર્કેટિંગનો આવી જ જાય છે એમ તેણે આ બળવાને એટલું બળવાન બનાવ્યું ને છેલ્લે વિજેતા બનીને બતાવ્યું. આ જ ‘અલગ’ બનવાની લગની…બીજું શું?

  Like

 9. માત્ર જ્યુસ ફ્રુટ સલાડ જ નહિ, પણ જ્યુસ સ્ટ્રો, સેલેડ ફોર્ક, ફ્રુટ ડીશ, વગેરે પણ ખરું ! ખેર સ્ટીવભાઈ જોબ્સે તો મારી જોબ બનાવી છે એટલે મારે બોવ બોલાય નહિ પણ ઓવરડોઝની વાતમાં આ એક પોઈન્ટ પણ ઉમેરવો રહ્યો કે, સ્ટીવભાઈની નીચે કામ કરવું કાંટા પર ચાલવા જેવું રેતુ, ગેમે ત્યારે, ગમે તેને, ગમે તેવી ભાષામાં ખખડાવી નાખવા માટે પણ કુખ્યાત તો ખરા જ.

  બાકી ઘણા બધા સવાલોનો ટૂંકો જવાબ એમણે સ્થાપેલા બિઝનેસની સફળતાને લીધે એમનો મોનોપોલીસ્ટીક અપ્રોચ ચાલે છે બાકી કયા બીઝનેસ માલિક એવું ન ઈચ્છે કે તે ધારે એટલો ભાવ લે, ધારે એવા ચેન્જ કર્યા કરે ? પણ પહેલા એ સ્તરે પહોંચવું અને ટકવું અઘરું છે! ત્યાં પહોંચ્યા પછી બધી મનમાની કરી શકાય.

  એન્ટી ટ્રસ્ટ કાયદાઓ સામે કેમ લડવું એ બધું બીલ ભાઈ ગેટ્સે બધાને ભણાવી જ દીધું છે 🙂

  ભલે સ્ટીવ ભાઈ ભગવાન કે આઈન્સ્ટાઈન નહોતા પણ તમે તેને આજે અવગણી શકો એમ નથી, એટલી છાપ તો આપની પર મૂકી જ ગયા છે. આપણે ભલે એપલનું કશું ના વાપરીએ પણ ન્યુ યોર્ક જતી વેળા ટ્રેઈનમાં ૭૦% પેસેન્જર કાનમાં ખોસેલા બડ્સ કે ખિસ્સામાં રહેલો ફોન કે સર્ફિંગ માટેનું પેડ તમારા મનમાં સ્ટીવ ની યાદ અપાવ્યા વગર રે’તા નથી, જલ્દી ભૂલાય એમ પણ નથી!

  Like

 10. મુર્ત્ઝાભાઈ સાથે સંમત. કાર્તિકભાઈ, ચંદ કલાકો વીતી ગયા. આં રહ્યો મારો લેખ . અગાઉનો તમે બ્લોગ પર વાંચ્યો હશે. તમે આજની ચર્ચા પછી જે સવાલ ઉઠાવ્યા, એ તો મેં ૫ દિવસ અગાઉ જ (આ લેખ પૂર્તિની ડેડલાઈન મુજબ ગયા શનિવારે સબમિટ થઇ ગયો હતો ) લેખમાં લીધા જ છે. હું ટેકનોલોજી વિષે તમારા જેટલું જાણતો નથી. પણ માણસ વિષે થોડું ઘણું જાણું છું. તમને કદાચ આમાં થયેલી એ જુદા એન્ગ્લની છણાવટમાં રસ પડશે મિત્ર.

  http://gujaratsamachar.com/20111012/purti/shatdal/anavrut.html

  Like

  1. “જગતને તમે એગ્રી કરીને જીતી નથી શકતા, એંગ્રી બનીને ફાઈટ આપવી પડે છે. બાથમાં લેવા જેવા જાવ તો લોકો તમને નબળા ગણી થૂંકે છે, બૂટની એડી નીચે દબાવીને રાખો તો સલામો ઠોકે છે !”…

   બ્રેવો જયભાઈ…બ્રેવો..આખા આર્ટિકલનો ડેટા’બેઝ’ મને આ પાયામાં દેખાયો છે.

   Like

 11. કાર્તિકભાઈ,
  પ્રમાણિક અને તટસ્થ પોસ્ટ. ગમી.
  મને અંગત રીતે આઇફોન/આઈપોડ/આઈપેડની બે વસ્તુ સૌથી ખરાબ લાગે છે.
  (૧) તમને તેઓ (કોમ્પ્યુટરની ભાષામાં) by default ચોર ગણે છે. તમે તમારો આઈફોન/આઈપોડ અન્ય કોઈ કમ્પ્યુટર સાથે માત્ર ચાર્જિંગ માટે જોડો, તો પણ તે તમને ચોર ગણી, તમારો બધો જ ડેટા ભૂંસી નાખશે. જે કંપની ઉપભોક્તા પર ભરોસો ન કરે, તેની પર ભરોસો કરવાના મતનો હું નથી.
  (૨) ટેકનીકલી તે ઘણા બધાથી પાછળ હોય, પણ માર્કેટિંગમાં એવા નગારા વગાડે જાણે કે તેમણે Theory of Relativity ના શોધી હોય! જેમકે iOS3 વખતે વિડિયો રેકોર્ડિંગ ફીચરના ઘણા નગારા વગાડ્યા હતા. એ વખતે મારા ખીસામાં રહેલો બે-અઢી વર્ષ જૂનો મોબાઈલ એ કામ ઘણી સરસ રીતે કરતો હતો.
  અને ‘લોક ઈન’ વાળી વાત તો આખી દુનિય જાણે જ છે.

  Like

 12. કાર્તીક્ભાઇ , સ્ટિવ જોબ્સ ના મ્રુત્યુ પછી ની અતીશ્યોક્તી ભરેલી અંજલી મા તમે સારી ચોખવટ કરી દીઘી.લોક ઇન ને કારણે જ હુ એપલ ની કોઈ વસ્તુ વાપરતો નથી.જોકે તેની ક્વાલીટી ની હુ ફરિયાદ કરતો નથી. ભાવ ચોક્કસ પણે અતી ઉંચા જ હોય છે પણ હાઈપ થી લોકો પ્રેમ થી ખરી દેછે.

  Like

 13. Couple of things!

  1. Steve had/created Charisma! But as one of my good friends Amish Shah mentioned last weekend, “he was not a saint as he is often portraid, Alexander Fleming who invented Penicillin devoted it to suffering Mankind even without patent, whereas many of the gifts from Steve Jobs come with a hefty price tag!” So, he definitely was a frequent game changer, but definitely not amongst the gods!

  2. On the other hand, when thinking like a businessman like him, can you replicate it? because that’s what market wanted at times. People wanted new things – every now and then (in fact, yesterday only I told a colleague friend that I won’t mind changing my smartphone every three months! I already reset my android phone every few months!). His creations were unique, revolutionary for market trends and for the fanfare all this was close to ‘Magic’ as he put it often as! I would definitely like to have control over my customerbase as it affects the finances, control over my products as it affects the future quality, control over my presentations as it affects my/company’s self-image! He did it all, and that was all worth doing ‘in his shoes’ at that time! So, as probably Jay Vasavada means – keeps what’s good and leave what’s not!

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.