થોડાક ટેક અપડેટ્સ

* આ વખતે થોડાક ટેક અપડેટ્સ.

૧. ફાયરફોક્સની જગ્યાએ ગુગલ ક્રોમ પર સ્થળાંતર કર્યું છે. ફાયરફોક્સ આજ-કાલ બહુ હેવી બની ગયું છે. ટેબ ગ્રુપ્સનો વિકલ્પ અને ગુજરાતી બરોબર ન વંચાવું એ ક્રોમની ખામીઓ છે. થોડા સમય પહેલાં કરતાં જોકે સારી હાલત છે. છતાંય, ઈન્ડિક ભાષાઓ જોડે ક્રોમના સારા સંબંધો નથી જ. જુઓ આ સ્ક્રિનશોટ. બોલ્ડ લખાણ યોગ્ય રીતે દેખાતું નથી.

ગુગલ ક્રોમ વત્તા ગુજરાતી બોલ્ડ લખાણ..

પણ, ક્રોમ ઝડપી છે (જે મુખ્ય પરિબળ છે), એક્સટેન્શન્સ વધતાં જાય છે અને ફાયરફોક્સ માત્ર એક, બે જગ્યાએ મિસ થાય છે.

૨. છેવટે, નવી જીપીજી કી: 783AA4DE બનાવવામાં આવી છે. આ કી મજબૂત છે. અને, થોડા સમય પછી મૂળભૂત કી તરીકે વાપરવામાં આવશે.

૩. Runstar એ એન્ડ્રોઈડ માટે સરસ એપ્લિકેશન છે, પછી તમારું GPS કેવું હોય તેના પર આધાર🙂

૪. ૧૩ ઈંચનો સ્ક્રિન હવે નાનો પડે છે. નવાં ચશ્મા કરાવવા કે નવું મોનિટર લેવું?🙂 ૨૨ ઈંચના LED મોનિટર પર પસંદગી ઢળે એવી શક્યતા છે. તપાસ કરી છે પણ ૨૪ કે તેથી વધુ મોટો સ્ક્રિન મળતો લાગતો નથી (એટલિસ્ટ, અમદાવાદમાં). ફેસબુક, ટ્વિટર પર સારા એવા સૂચનો મળ્યા છે. છતાંય, તમારાં સૂચનો-સલાહો આવકાર્ય છે.

૫. સાઈડ નોટ્સ: કાલે બુધ (મરક્યુરી) દેખાવાનો છે. અને ગઈકાલે પહેલીવાર પક્ષીઓનાં ફોટા લીધા છે. હવે ટ્રાઈપોડ આવે ત્યારે યોગ્ય સ્થળે જઈને યોગ્ય ફોટાઓ આવી શકે.

10 thoughts on “થોડાક ટેક અપડેટ્સ

  1. હવે ફાયરફોક્ષ્ એની જાતે રી-સ્ટાર્ટ થવા લાગયુ છે, બહુ પ્રોબ્લેમ આવે છે તેમજ ઓપેન થતા અને એક ટેબ માંથી બીજી ટેબ માં જતા બહુ વાર લાગે છે. અને જો ગૂગલ ક્રોમ વાપરીએ તો એ બહુ ટેબ નથી સંભાળી શકતું એરર આવી ને બંધ થઈ જાય છે. હવે કયું બ્રાઉઝર વાપરવું એ વિચારું છુ.!😦

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s